________________
૫૬
પ્રવચનસારોદ્ધાર વંદનકર્મ, ચિતિકમ, કૃતિકમ, પૂજા કામ અને વિનયકર્મ– એ. વંદનના પાંચ નામે છે.
૧. જે પ્રશસ્ત મન-વચન-કાયાના વ્યાપારથી ગુરુને સ્તવાય કે વંદાય તે વંદન. વંદન રૂપ કિયા તે=વંદનકર્મ. તે વંદનના દ્રવ્ય અને ભાવ –એમ બે પ્રકાર છે. દ્રવ્યથી મિચ્છાદષ્ટિનું અને અનુપયેગી સમ્યગ્દષ્ટિનું હોય છે. ભાવવંદન ઉપયોગવંત સમક્તિનું છે.
* ૨. જેમાં કુશલ કર્મોને ઉપચય થાય તે ચિતિ. અને ચિતિરૂપ ક્રિયા તે જ કે ચિતિકર્મ. કારણમાં કાર્યને ઉપચાર થતો હોવાથી કુશલકર્મને ઉપચયના કારણરૂપ
રજોહરણ વિગેરે ઉપધિને સંગ્રહ તે પણ “ચિતિકર્મ” વંદનનું નામ છે. ચિતિકર્મ દ્રવ્ય અને ભાવથી એમ બે પ્રકારે છે. તાપસ વિગેરેના લિંગનું ગ્રહણ કરવું અથવા અનુપયોગવંત સમકિતીનું રજોહરણ વિગેરેનું ગ્રહણ કરવું તે દ્રવ્ય ચિતિકર્મ. ઉપયેગવંત સમકિતીની રજોહરણ ગ્રહણ વિગેરે કિયા તે ભાવચિતિકર્મ.
૩. નીચે નમવારૂપ જે ક્રિયા, તે કતિકર્મ. તેનાં દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકાર છે. નિદ્ધવ વિગેરેની તથા અનુપયોગી સમ્યગ્દષ્ટિની જે નીચે નમવારૂપ ક્રિયા, તે દ્રવ્ય. કૃતિક અને ભાવથી ઉપયેગવંત સમ્યગ્દષ્ટિની નીચે નમવાદિ ક્રિયા, તે ભાવકૃતિકર્મ,
૪. પૂજવું તે પૂ. પ્રશસ્ત મન-વચન-કાયાની ચેષ્ટા તે પૂજા. પૂજારૂપ કિયા તે પૂજાકર્મ. તેના દ્રવ્ય અને ભાવ –એમ બે પ્રકાર છે. દ્રવ્યથી નિહ્નવ વિગેરેની અને ઉપગ રહિત સમકિતિની ક્રિયા, તે દ્રવ્ય-પૂજાકર્મ અને ઉપગવંત સમકિતિની કિયા ભાવપૂજાકર્મ હોય છે.
પ. આઠ પ્રકારના કર્મ જેના વડે નાશ પામે કે દૂર થાય, તે વિનય. તે વિનય રૂપ જે કર્મ તે વિનયકમ. તેનાં દ્રવ્ય અને ભાવ –એમ બે પ્રકાર છે. નિદ્ભવ વિગેરે તથા અનુપયોગી સમકિતિને જે વિનય તે દ્રવ્યવિનયકર્મ અને ઉપગવંત સમકિતિને જે વિનય તે ભાવવિનયકર્મ.
આ પાંચ વંદનના નામમાં દ્રવ્ય અને ભાવમાં પાંચ દષ્ટાંત છે તે “પાંચ ઉદાહરણ” નામના દ્વાર વડે કહે છે. (૧૨૭) વંદનનાં પાંચ ઉદાહરણ -
सीयले खुड्डए कण्हे सेवए पालए तहा ।
पंचेए दिटुंता, किइकम्मे हुंति नायव्वा ॥ १२८ ॥ દ્રવ્ય અને ભાવ વંદનમાં ૧ શિતલાચાર્ય, ૨ ભુલકાચાર્ય, ૩ કૃષ્ણ મહારાજા, ૪ સેવક અને ૫ પાલકના દૃષ્ટાંતે.