________________
૫૨
પ્રવચનસારોદ્ધાર પિતાથી ઉત્પન્ન થયેલ તથા ઉગ્ર વિગેરે કુલ, આચાર્યની શિક્ષા દ્વારા મળેલું હોય તે શિલ્પ, આચાર્ય વિના પ્રાપ્ત થયેલું કર્મ, અનશન વિગેરે તપ, મલ્લ વિગેરે ગણ, દશવૈકાલિક આદિ ઉત્કાલિક અને ઉત્તરાધ્યયન આદિ કાલિક સૂત્ર વિગેરેથી આજીવિકા ચલાવે તે આજીવીક કુશીલ કહેવાય. (૧૧૪)
कककुरुया य माया नियडीए डमणंति जंभणिय ।
थीलक्खणाइ लक्खण विज्जामंताइया पयडा ॥ ११५ ॥ કકકુસકા એટલે માયા. માયા વડે જે બીજાને ઠગવું તે કકકુરુકા કહેવાય. સ્ત્રી વિગેરેના લક્ષણ આદિ તથા વિદ્યા મંત્ર વિગેરે પ્રસિદ્ધ કરનારા.
કલકુરુકા એટલે માયા. માયા વડે કે લુચ્ચાઈથી જે બીજાને છેતરવું તે કલ્કકુરુકા કહેવાય. બીજા આચાર્યો કકુરુકાનો આ પ્રમાણે અર્થ કરે છે. કલ્ક એટલે પ્રસૂતિ વિગેરે રોગોમાં ખાર પડાવવો. અથવા પોતાના શરીરનું સર્વથી કે દેશથી લેધ્ર વિગેરે પદાર્થો વડે માલિશ કરે. અને કુષ્કા એટલે સર્વથી કે દેશથી સ્નાન કરે. સ્ત્રી-પુરુષ વિગેરેના લક્ષણે કહે. જેમકે હાડકામાં ચીકાશ હોય તે પૈસા, માંસમાં સુખ, ચામડીમાં ભેગ, આંખમાં સ્ત્રી, ગતિમાં વાહન, અવાજમાં આજ્ઞા અને સત્ત્વમાં બધી વસ્તુઓ રહી છે. આ પ્રમાણે સામુદ્રિક લક્ષણ કહે.
જેની અધિષ્ઠાયિકા દેવી હોય તે વિદ્યા અને દેવ હોય તે મંત્ર અથવા સામગ્રી - પૂર્વકની સાધના તે વિદ્યા અને સાધના વગરની આરાધના તે મંત્ર આદિ શબ્દથી મૂલ કર્મ, ચૂર્ણ વિગેરે લેવું.
મૂલકર્મ એટલે પુરુષષિણીને અપુરુષષિણી કરવી, અપુરુષÀષિણીને પુરુષષિણી કરવી. ગર્ભોત્પતિ કે ગર્ભપાત કરવું. ચૂર્ણાગ વિગેરે પ્રસિદ્ધ છે. આ બધું ઉપલક્ષણ માત્રથી જાણવું. બાકી ચારિત્રની મલીનતાના કારણરૂપ શરીર શોભા વિગેરે કરનાર ચરણકુશીલ જાણવો. (૧૧૫)
संसत्तो उ इयाणि सो पुण गोमत्तलंदए चेव । उच्छिट्ठमणुच्छिद्रं जं किंचिच्छुब्भए सव्वं ॥ ११६ ॥ एमेव य मूलुत्तर दोसा य गुणा य जत्तिया केई ।
ते तंमी (य) सनिहिया संसत्तो भण्णए तम्हा ॥११७॥ ગુણ અને દોષ જેમાં મિશ્ર હોય તે સંસક્ત. જેમ પાસસ્થા, અવસગ્ન અવંદનીય છે. તેમ સંસક્ત પણ અવંદનીય છે. ગાય વિગેરેને ખાવાના સાધનમાં એંઠું જવું, ચેખું ખેળ-કપાસ વિગેરે જે કંઈ નંખાય અને ગાય તે બધું ખાઈ જાય, તેમ સંસક્ત પણ ગુણ દોષનો વિવેક કર્યા વગર ચારિત્રને દુષિત કરે છે. ગાયના ખાવાના સાધનમાં નાખેલ