________________
૪૦
પ્રવચનસારદ્વાર ભગવાન એક સરખા લાગવાથી ભ્રમમાં પડેલી (કે આ બેમાં ભગવાન કેણુ?) દેવાંગનાઓએ નેત્ર દ્વારા અને માંડ-માંડ ઓળખીને જેમની સ્તુતિ કરી તે શ્રી નેમિનાથભગવાન રક્ષણ કરો.
બીજા કેટલાકે માત્ર પ્રણામરૂપ જઘન્ય ચૈત્યવંદન કહે છે. પ્રણામ પાંચ પ્રકારે છે. ૧. એક મસ્તક નમાવવા રૂપ એકાંગ પ્રણામ. ૨. બે હાથ જોડવા રૂપ દ્વયંગ પ્રણામ. ૩. બે હાથ અને મસ્તક નમાવવાપૂર્વક ત્રયંગ પ્રણામ. ૪. બે હાથ અને બે જાનુ નમાવવા રૂપ ચતુરંગ પ્રણામ. ૫. મસ્તક, બે હાથ અને બે જાનુ નમાવવા રૂપ પંચાંગ પ્રણામ છે. (૨) મધ્યમ ચિત્યવંદન :
અરિહંત ચેઈયાણું અને એક સ્તુતિરૂપ એમ બે સ્તવયુગલરૂપ મધ્યમ ચૈત્યવંદન જાણવું
બીજા આચાર્યો આ પ્રમાણે કહે છે –શકસ્તવ વિગેરે પાંચ દંડક તથા સ્તુતિ યુગલ એટલે ચાર થયે રૂપ જે વંદના તે મધ્યમ ચિત્યવંદના. વર્તમાનકાળની રૂઢિથી આને એકવાર વંદના એ પ્રમાણે ઓળખે છે. (૩) ઉત્કૃષ્ટ ચિત્યવંદન :
| વિધિપૂર્વક પાંચ શક્રસ્તવ દંડકયુક્ત જયવીયરાય પ્રણિધાન સૂત્રસુધીની ચૈત્યવંદનાથી ઉત્કૃષ્ટ ચૈત્યવંદન થાય છે.
બીજાઓ એમ કહે છે કે પાંચ શકસ્તવ બેલવાથી ઉત્કૃષ્ટ ચૈત્યવંદના થાય છે. તે આ પ્રમાણેક-ઉત્કૃષ્ટ ચૈત્યવંદન કરવાની ઈચ્છાવાળો સાધુ કે શ્રાવક દેરાસર જઈ, ઉચિત ભૂમિની પ્રમાર્જના કરી, પરમાત્માની સમક્ષ આંખ અને મન સ્થાપન કરી, સંવેગ અને વૈરાગ્યના સમૂહના કારણે વિકસિત રામરાજીવાળો, બની, આનંદના કારણે હર્ષાશ્રુથી યુક્ત, ભગવંતના ચરણકમળની વંદના અતિ દુર્લભ છે એમ માનતે, અંગોપાંગને સારી રીતે ગોપવી, ગમુદ્રાપૂર્વક, પરમાત્માની સન્મુખ, અસ્મલિત વિગેરે ગુણપૂર્વક શકસ્તવને બેલે. તે પછી ઈરિયાવહી પડિકમે, પછી પચ્ચીસ શ્વાસોશ્વાસનો કાઉસ્સગ્ન કરી ઉપર પૂર્ણ લેગસ્સ બેલીને બે ઢીંચણ ભૂમિ પર સ્થાપન કરી, બે હાથ જોડી કેઈક સકવિએ રચેલ જિનનમસ્કારરૂપ ચૈત્યવંદન બેલવાપૂર્વક શકસ્તવ વિગેરે પાંચ દંડકે વડે જિનને વંદે. તેમાં થી સ્તુતિ પૂરી થાય એટલે ફરીવાર શકસ્તવ કહીને બીજીવાર ઉપરોક્ત પ્રમાણે ચાર થય કરે, તે પછી ચોથીવાર શકસ્તવ બેલીને પવિત્ર સ્તોત્ર કહીને જય વિયરાય” વિગેરે સૂત્ર વડે પ્રણિધાન કરીને શકસ્તવ કહે.
આ ઉત્કૃષ્ટ ચૈત્યવંદના ઈરિયાવહી પડિકકમવાપૂર્વક થાય છે. જઘન્ય અને મધ્યમ ચૈત્યવંદન ઈરિયાવહી કર્યા વગર પણ થાય છે.