________________
४०८
પ્રવચનસારોદ્ધાર ઉપકરણ બકુશ એટલે અકાળે જ ધેયેલ ચેલપટે, ચાદર વગેરે ચોખા વસ્ત્ર વાપરવાને (પ્રિય) શોખીન, તથા પાત્રા, દાંડા વગેરે વિભૂષા માટે તેલ વગેરે દ્વારા ચકચકિત કરીને વાપરનાર ઉપકરણબકુશ કહેવાય છે.
વિશિષ્ટ કારણ વગર હાથ, પગ, મોઢું દેવું, આંખ, કાન, નાક વગેરે અવયવમાંથી મેલ દૂર કરવા, દાંત સાફ કરવા, વાળ ઓળવવા વગેરે શરીરની શોભા માટે કરે તે શરીરબકુશ કહેવાય.
આ બે પ્રકારના બકુશ પણ સામાન્યથી પાંચ પ્રકારે છે. તે આ પ્રમાણે ૧ આભેગબકુશ, ૨. અનાગબકુશ, ૩. સંવૃત્તબકુશ, ૪. અસંવૃત્તબકુશ, ૫. સૂકમબકુશ.
આભોગબકુશ એટલે સાધુઓ માટે શરીર ઉપકરણની વિભૂષા એ અયોગ્ય છે. એવી સમજપૂર્વક જે ઉપયોગ કરે તે આ ગબકુશ.
૨. સહસત્કારથી એટલે અનુપગથી જે શરીર કે ઉપકરણની વિભૂષા કરનાર હોય તે અનાગબકુશ.
૩. લોકોમાં જેના દોષો પ્રસિદ્ધ નથી તે સંવૃત્તબકુશ. ૪. લોકમાં જેમના દે પ્રસિદ્ધ છે તે અસંવૃત્તબકુશ.
૫. કંઈક પ્રમાદથી આંખને મેલ વગેરે જે દૂર કરે, તે સૂક્ષમબકુશ. આ પ્રગટ અને અપ્રગટ બકુશપણું મૂલ અને ઉત્તરગુણ-એમ બનેને આશ્રયિને સમજવું.
આ બકુશો સામાન્યથી ઋદ્ધિ અને યશને ઈછનારા, શાતાગારવવાળા, અવિવિક્ત પરિવારવાળા છેદ યોગ્ય સબલ ચારિત્રથી યુક્ત સમજવા. , | ઋદ્ધિ એટલે ઘણા વસ્ત્રપાત્રને ભેગું કરનારા, અને યશ એટલે આ સાધુઓ ગુણવાન છે, વિશિષ્ટ પ્રકારના સાધુઓ છે વગેરે એવા પ્રકારની ખ્યાતિ ગુણપ્રશંસા વગેરેની ઈચ્છાવાળા હોય છે.
અવિવિક્ત પરિવાર એટલે અસંયમથી જુદા ન પડેલા એટલે સમુદ્રફેન (સાબુ ) વગેરે વડે જાંઘને ઘસનારા. તેલ વગેરે વડે શરીરને સાફ કરનારા, કાતર વડે વાળ સુધારનારા (શણગારનાર) આ પરિવાર જેને હોય, તે અવિવિક્ત પરિવારવાળા કહેવાય. - શાતા એટલે સુખ. તેમાં ગૌરવ એટલે આદરવાળા, સુખશીલીયા એટલે રાત્રિ-દિવસ દરમ્યાન કરવાના અનુષ્ઠાનમાં અત્યંત અપ્રમત્તપણે પ્રયત્નશીલ ન હોય.
| સર્વ કે દેશ છેદપ્રાયશ્ચિત્ત એગ્ય શબલ એટલે અતિચારોથી લુષિત જે ચારિત્ર તેને ધારણ કરનારા તે છેદ એગ્ય શબલચારિત્રવાન કહેવાય. (૭૨૪) ૩ કુશીલ :
आसेवणा कसाए दुहा कुसीलो दुहावि पंचविहो। नाणे १ दंसण २ चरणे ३ तवे ४ य अहसुहुमए ५ चेव ॥ ७२५॥