________________
૪૦૫
૯૩. નિગ્રંથ
અહીં અતિશયવંત અધ્યયન વિશિષ્ટ ચમત્કારવાળા અતિશયવંત ઉત્થાન શ્રત વગેરે વિવિધ શાસ્ત્રો અને ભૂતવાદ એટલે દષ્ટિવાદ સમજવું.
આથી અ૫ બુદ્ધિવંતે અને સ્ત્રીઓના ઉપકાર માટે બાકીના અંગે અને અંગ બાહ્યશ્રુતની રચના કરી છે. (૭૧૮)
૩. નિર્ગથ पंच नियंठा भणिया पुलाय १ बउसा २ कुसील ३ निग्गंथा ४ । होइ सिणाओ य ५ तहा एकेको सो भवे दुविहो ॥७१९॥
ગ્રંથ એટલે ગાંઠ. મિથ્યાત્વ વગેરે આંતરગાંઠ અને ધર્મોપકરણને છેડી ધન વગેરે બાહ્યગાંઠે. તેનાથી જે રહિત તે નિર્ગથ એટલે સાધુઓ. તે પાંચ પ્રકારે કહ્યા છે. ૧. પુલાક, ૨. બકુશ, ૩. કુશીલ, ૪. નિર્ચથ, ૫. સ્નાતક. આ પુલાક વગેરે બધામાં સામાન્યથી ચારિત્રનો સદ્દભાવ હેવા છતાં પણ મેહનીસકર્મના ક્ષપશમ વગેરેની વિચિત્રતાના કારણે ભેદ બતાવ્યા છે. તે પુલાક વગેરે દરેકના બે-બે ભેદે છે. આ બે બે ભેદનું વર્ણન ગ્રંથકાર પોતે આગળ કરશે. (૭૧૯)
गंथो मिच्छत्तधणाइओ मओ जे य निग्गया तत्तो। ते निग्गंथा वुत्ता तेसि पुलाओ भवे पढमो ।। ७२० ॥
કષાય–વશ આત્મા વડે જે શું થાય એટલે બંધાય, તે ગ્રંથ એટલે ગાંઠ અથવા તે આત્માને કર્મ વડે જે બાંધે તે ગાંઠ. તે ગાંઠ અત્યંતર અને બાહ્ય-એમ બે પ્રકારે છે. તેમાં મિથ્યાત્વ વગેરે ચૌદ પ્રકારે અત્યંતર ગાંઠ છે. અને ધન વગેરે દશ પ્રકારે બાહ્ય ગાંઠ કહી છે. માટે આ બે પ્રકારની ગાંઠમાંથી જે નીકળી ગયા છે એટલે રહિત થયા છે. તેઓને નિગ્રંથ કહ્યા છે. તે નિર્ચના પાંચ ભેદમાં પ્રથમ ભેદ પુલાક છે. (૭૨૦) અત્યંતર ગ્રંથિ:मिच्छत्तं वेय तियं हासाई छक्कगं च नायव्यं । कोहाईण चउकं चउदस अभितरा गंथा ॥७२१।।
મિથ્યાત્વ, વેદત્રિક, હાસ્યષક, ક્રોધાદિ ચાર-આ ચૌદ પ્રકારની અત્યંતરગ્રંથિ જાણવી.
હવે ચૌદ પ્રકારની અત્યંતરગ્રંથિ કહે છે. ૧. તવના અર્થની અશ્રદ્ધારૂપ મિથ્યાત્વ, ૨. પુરુષવેદ, ૩. સ્ત્રીવેદ, ૪. નપુંસકવેદ-એમ ત્રણ વેદ, પ. હાસ્ય, ૬. રતિ, ૭. અરતિ, ૮. ભય, ૯ જુગુપ્સા, ૧૦. શેક.