________________
૩૯૪
પ્રવચનસારેદ્ધાર તિર્યંચાપાતવાન ભૂમિ કહે છે. તેમાં તિય દસ એટલે દર્પવાળા (મદેન્મત્ત) અને અદસ એટલે શાંત પ્રકૃતિવાળા–એમ બે પ્રકારે છે.
તે બંનેના પણ મૂલ્યના આધારે જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ -એમ ત્રણ ત્રણ ભેદો છે. તેમાં ઘેટા વગેરે જઘન્ય, હાથી વગેરે ઉત્કૃષ્ટ અને પાડા વગેરે મધ્યમ. આ પુરુષ તિર્યએ કહ્યા. એ પ્રમાણે સ્ત્રીતિર્યંચે અને નપુંસકતિયાનું સ્વરૂપ જાણવું. તેના દસ અને અદસએમ બે બે પ્રકારે જાણવા, તેનાં જુગુણિત એટલે નિંદનીય ગધેડી વગેરે અને અજુગુણિત એટલે અનિંદનીય ઘડી વગેરે. કહ્યું છે કે,
તિર્યંચ દસ અને અદત એમ બે પ્રકારે છે. તેના જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ ત્રણ ભેદ છે. એ પ્રમાણે સ્ત્રીતિર્યંચ અને નપુંસકતિર્યા છે. તે પણ નિંદનીય અને અનિંદનીય—એમ બે પ્રકારે જાણવા. આ પ્રમાણે આપાતવાન ઘંડિલની વાત કહી.
૧. હવે સંલેકવાનું સ્પંડિલભૂમિની વાત કહે છે. સંલકવાનસ્પંડિલભૂમિ ફક્ત મનુષ્ય વિષયક જાણવી. મનુષ્ય, સ્ત્રી-પુરુષ અને નપુસક– એમ ત્રણ પ્રકારે છે. અને તે દરેકના પણ દંડિક, કૌટુંબિક અને સામાન્ય પ્રજા–એમ ત્રણ-ત્રણ પ્રકાર છે. તે ત્રણે પણ શૌચવાદી, અશૌચવાદી-એમ બે—બે પ્રકારે છે. કહ્યું છે કે,
આલેક પુરુષ, સ્ત્રી અને નપુસક, મનુષ્ય વિષયક જાણવો. તે પણ સામાન્ય પ્રજારૂપે, કૌટુંબિક અને દંડિક-એમ ત્રણ ત્રણ પ્રકારે છે. તે ત્રણેના પણ શૌચવાદી અને અશૌચવાદી એમ બે પ્રકાર છે.
આ પ્રમાણે છેલ્લા ભાંગામાં આપાત અને સંલેક છે. ત્રીજા ભાગમાં આપાત છે અને બીજા ભાંગામાં સંલોક છે. એમ ભેદ પ્રભેદ સાથે ચતુર્ભગી કહી.
હવે આપાતવાનસંલકવાનસ્થડિલભૂમિએ જવાથી જે દોષ થાય છે, તે કહે છે. વપક્ષસંયત સંવિઝ અમનોઝને આપાત હોય ત્યાં ન જવું. કારણ કે અધિકરણનો સંભવ છે. જેમકે આચાર્યોની પરસ્પર વિભિન્ન સામાચારી હોવાથી અમનોજ્ઞની સામાચારીમાં ભિન્નતા જોવાના કારણે શિક્ષક (નૂતન દીક્ષિત) ને પિતાની સામાચારીને પક્ષપાત હોવાથી-આવી સામાચારી છે જ નહીં એમ બોલવા દ્વારા ઝઘડા થાય.
પાસસ્થા વગેરે અસંવિસો આવતા હોય, ત્યાં પણ ન જવું. કેમકે તે પાસસ્થા વગેરે ધાણા પાણીથી ગુદા પ્રક્ષાલન કરે અને તેઓને ઘણું પાણીથી ગુદા પ્રક્ષાલન કરતા જોઈને શૌચવાદી અને શિથિલ પરિણમી શિક્ષકે (નૂતન દીક્ષિતને) મનમાં એમ થાય કે આ લોકો પણ સાધુ છે. માટે આમની પાસે સારું રહેશે. એમ વિચારી અનુકૂળતા માટે તેઓની પાસે પણ જતા રહે.