________________
૭૭. અસ્થિતકલ્પ
૩૫૫ મધ્યમ બાવીસ તીર્થકરોના સાધુઓને સચેલક ધર્મ પણ હોય અને અલક ધર્મ પણ હોય. કારણ કે તેઓ ઋજુ અને પ્રાણ હોવાથી તેમને મહામૂલ્યવાળા અને પાંચે વર્ણના બીજા કઈ પણ વસ્ત્રો વાપરવાની રજા છે. જ્યારે પહેલા અને છેલ્લા જિનના સાધુઓ ઋજુ-જડ અને વક્ર–જડ હોવાથી મૂલ્યવાન અને રંગીન વસ્ત્રો વાપરવાની રજા નથી. પણ સફેદ ખંડિત વસ્ત્રોની રજા છે. માટે અલક છે. (૬પ૨)
मज्झिमगाणं तु इमं कडं जमुद्दिस्स तस्स चेवत्ति । नो कप्पइ सेसाणं तु कप्पइ तं एस मेरत्ति ॥६५३॥
દેશિક –સાધુના ઉદ્દેશ સંકલ્પપૂર્વક જે બનાવ્યું હોય, તે ઔશિક કે આધાકર્મ. તે આધાકર્મ સ્થિત-અસ્થિતકલપ વિચારમાં વિવક્ષા પ્રમાણે છે. મધ્યમ જિનના સાધુઓને
શિક જે સાધુ વગેરેને ઉદ્દેશિને કર્યું હોય તેને જ ન ખપે. તે ઉદ્દિષ્ટ સાધુ સિવાય બાકીના સાધુઓને ખપે. તે ઔદેશિક લેવું. કારણકે ઉપરોક્ત મર્યાદા જુ-પ્રાજ્ઞ સાધુ અને પ્રજ્ઞાપનીય લેકેને આશ્રયિને જિનેશ્વરેએ કરી છે. જ્યારે પહેલા અને છેલ્લા જિનના તીર્થમાં તે જેને ઉદ્દેશીને આધાકર્મ કર્યું હોય, તે તેને અને બાકીના બીજ સાધુઓને પણ ન ખપે. (૬૫૩)
सपडिक्कमणो धम्मो पुरिमस्स य पच्छिमस्स य जिणस्स । मज्झिमयाण जिणाणं कारणजाए पडिकमणं ॥६५४।
પહેલા અને છેલ્લા તીર્થકરના સાધુઓને ધર્મ, પ્રતિકમણુ સહિત છે. જ્યારે મધ્યમ જિનના સાધુઓને કારણે હેય છે.
પ્રતિક્રમણ પહેલા અને છેલ્લા જિનના સાધુઓને ચારિત્ર ધર્મ સપ્રતિક્રમણ એટલે ઉભય કાળ છ આવશ્યકકરણ યુક્ત ધર્મ છે. મધ્યમ જિન સાધુઓને આલેચવા લાયક કઈ વિરાધના થાય, ત્યારે શુદ્ધિ માટે પ્રતિક્રમણ હોય છે. કારણ ન હોય તે તેઓ પ્રતિક્રમણ કરતા નથી. આને ભાવાર્થ એ છે, કે પહેલા અને છેલ્લા જિનના સાધુએને અતિચાર લાગે કે ન લાગે છતાં અવશ્ય સવારે અને સાંજે છ આવશ્યક રૂપ પ્રતિક્રમણ હોય છે. અને જવા આવવા કે નદી વગેરે ઉતરતાં નિયમ ઈરિયાવહિ રૂપ પ્રતિક્રમણ અવશ્ય હોય છે. કારણ કે તેઓ ઋજુ જડ અને વકજડ હેવાથી એમને ઉપકારક છે.
મધ્યમ જિનના મુનિઓને પ્રાયઃ કરીને અતિચાર જ થતા નથી. કેમકે ઋજુ પ્રાણ હોવાથી, ક્યારેક કંઈક અતિચારો લાગે છે તે જ વખતે રોગની ચિકિત્સાની જેમ ઉક્ત સ્વરૂપવાળા પ્રતિકમણને કરે છે. જેમ રેગ ઉત્પન્ન થતાં જ ચિકિત્સા કરવામાં આવે તે સુખને કરનારી થાય છે. તેમાં તત્કાલ જ અતિચારની વિશુદ્ધિ માટે કરાતું પ્રતિક્રમણ સુખકારક થાય છે. (૬૫૪)