________________
૭૨. પચ્ચીસ અશુભ ભાવના
३४७ . ધર્માચાર્યને અવવાદ – જેમ કે “આ આચાર્યની જ્ઞાતિ સારી નથી, આ લોકવ્યવહારમાં કુશળ નથી, આ ઔચિત્યને જાણતા નથી. વગેરે વિવિધ દૂષણે આચાર્યોના બેલે.” એમના પ્રતિ વિનયપૂર્વક ન વતે. તથા આચાર્યને ખરાબ છિદ્રોને જેતે બધાની આગળ ગુરુના અસત્ દોષો પણ બેલે, અને હંમેશા તેમનાથી પ્રતિકૂળપણે વતે કહ્યું છે “જાત્યાદિ દૂષણે બેલે. ઉપચાર વિનય પણ ન કરે. ખરાબ છિદ્રો જુએ અને બેલે (પ્રકાશે) અને પ્રતિકૃલપણે વર્તે.
૪. સંઘને અવર્ણવાદઃ- જેમકે શિયાળ વગેરે પશુઓના પણ સંઘે હોય છે. તે પછી આ સંઘ તમારે આરાધનીય છે. વગેરે બોલે.
૫. સાધુઓને અવર્ણવાદઃ- જેમકે આ સાધુઓ પરસ્પર એક બીજાને સહી શક્તા નથી. આથી દેશાંતરમાં એક-બીજાની હરિફાઈપૂર્વક ફરે છે. નહીં તો એક જગ્યાએ બધા ભેગા ન રહે. લોકોને આકર્ષવા માટે હંમેશાં માયાવીપણાથી ધીમા ધીમા ચાલે છે. મેટા તરફ પણ સ્વભાવથી જ નિષ્ફર છે. ગુસ્સે (રુષ્ટ) તરત થાય. તુષ્ટ પણ તરત થઈ જાય. ગૃહસ્થોને એવા એવા ચાટુ વચન વડે રાજી કરે. હંમેશાં બધી વસ્તુઓને સંઘરનારા છે. કહ્યું છે કે, “બીજાને ન સહેનારા, ધીમા ધીમા ચાલનારા, ગુરુઓને પ્રતિકૂળ રહેનારા, વાતવાતમાં ગુસ્સે થનારા અને ખુશ થનારા, ગૃહસ્થો પ્રત્યે પ્રેમ રાખનારા અને સંગ્રહ કરનારા છે.”
- બીજાઓએ પણ કહ્યું છે કે “સાધુઓ અનિત્યતાના ઉદાહરણ આપે છે. અને એક ભાંગી તુંબડી માટે પણ શેક કરે છે. બીજું પણ યથા તથા ઘણું બોલે છે, પણ એક હરડે પણ છોડતા નથી.”
બીજા ગ્રંથમાં કહ્યું છે, કે પોતાને સ્વભાવ (દોષ) છુપાવે. બીજાના વિદ્યમાન ગુણને ઢાંકે એટલે બોલે નહીં. ચેરની જેમ બધી જગ્યાએ શંકા રાખે. ગુઢાચારવાળો તે માયી હોય છે. (૬૪૩) ૩ આભિગિકી ભાવના
कोउय १ भूईकम्मे २ पसिणेहिं ३ तह य पसिणपसिणेहिं ४ । तहय निमित्तेणं ५ चिय पंचवियप्पा भवे सा य ॥६४४॥
૧. કૌતુક, ૨. ભૂતિકમ, ૩. પ્રશ્ન, ૪. પ્રશ્નાપ્રશ્ન, ૫. નિમિત્ત-એમ આભિગિકી ભાવનાના પાંચ ભેદ છે.
૧. કેતુક - બાળકની રક્ષા કરવા માટે સ્નાન કરાવવું, હાથ ફેરવીને મંગવું, ફૂંકવું, ધૂપ આપ વગેરે જે કરાય, તે કૌતુક કહેવાય. કહ્યું છે કે “સ્નાન, હોમ, માથા પર હાથ ફેરવવું, (નજર ઉતારવા માટે માથે ફેરવે તે, ) ક્ષાર, દહન કર, ધૂપ કરવો, અસદશ વેષ લે. અવત્રાસન કરવું, સ્થંભન કરવું, બંધન કરવું