________________
૭૧. પચીસ શુભભાવના
૩૪૩ ઔધિક કે ઔપગ્રહિક ભેટવાળા ધર્મસાધનરૂપ ઉપકરણને ગુરુની રજાપૂર્વક જ વાપરે. નહીં તે અદત્ત જ ભગવ્યાને દોષ લાગે.
(૫) સમાન છે ધર્મ જેમ તે સધર્મ, તે સધર્મપણે જે વતે છે. તેઓ સાધર્મિક એટલે એક જ શાસન સ્વીકારેલ સંવિજ્ઞ સાધુએ તે સાધર્મિક સાધુઓ. પૂર્વમાં ગ્રહણ કરેલ પાંચ કેશ વગેરે રૂપ ક્ષેત્રના અવગ્રહને કે માસ વગેરે કાળ પ્રમાણરૂપ અવગ્રહને ચાચીને સ્થાન વગેરે એટલે સ્થિરતા વગેરે કરવી. તે સાધર્મિક સાધુએ રજા આપેલ ઉપાશ્રય વગેરે દરેક ચીજ ગ્રહણ કરવી. નહીં તે ચોરીનો દોષ લાગે. (૬૩૮) ચોથા મહાવ્રતની ભાવના :
आहारगुत्ते १६ अविभूसिपप्पा १७, इत्थी न निज्झाय १८ न संथवेज्जा १९ । बुद्धे मुणी खुड्डकहं न कुज्जा २०, धम्माणुपेही संधए बंभचेरं ॥६३९॥
(૧) આહારમાં ગુમ એટલે સંયમિત હેય. એટલે સ્નિગ્ધ તથા વધુ પડતે આહાર જ ન કરે. જેથી નિરંતર સ્નિગ્ધ, ચિકાસવાળા મધુરરસથી લથપથ આહાર ખાવાથી શુકરૂપ પ્રધાન ધાતુનું પોષણ થવાથી વેદાદયથી અબ્રહ્મનું સેવન પણ કરે. વધુ પડતે આહાર ખાવાથી તે માત્ર બ્રહ્મચર્ય વ્રતને લેપ નથી થતું, પણ સાથે કાય-ફ્લેશકારી થાય છે.
(૨) અવિભૂષિતઆત્મા એટલે ભૂષા રહિત, હસ્નાન, વિલેપન વગેરે વિવિધ વિભૂષામાં રક્ત, સતત ઉત્તેજિત ચિત્તના કારણે બ્રહ્મચર્યનો વિધક થાય છે.
(૩) ચીને ન જુએ એટલે સ્ત્રીથી અભિન્ન એવા જે તેના અંગોપાંગ મુખ, સ્તન વગેરે સંસ્કૃહપણે ન જુએ. હંમેશાં સ્ત્રીના અનુપમ અવયવો જેવાથી બ્રહ્મચર્યને બાધા થવાનો સંભવ છે.
(૪) સ્ત્રીની સાથે પરિચય ન કરે અને તેણે વાપરેલ પથારી આસન વગેરે અથવા જે સ્થાનમાં સ્ત્રી રહી હોય, તે સ્થાનને ત્યાગ કરે. નહીં તે બ્રહ્મચર્ય વ્રતનો ભંગ થાય.
(૫) તત્ત્વને જાણકાર મુનિ બ્રહ્મચર્યને અનુલક્ષી સ્ત્રી કથારૂપ અપ્રશસ્ત વિકથા ન કરે. સ્ત્રીકથામાં આસક્ત થયેલાને મનમાં વિકારને ઉન્માદ થાય છે.
આ પાંચ ભાવનાઓથી ભાવિત અંતઃકરણવાળો ધર્માનુપ્રેક્ષી એટલે ધર્મ સેવનમાં તત્પર સાધુ બ્રહ્મચર્યને સારી રીતે પુષ્ટ કરે છે. (૬૩૯) પાંચમા મહાવ્રતની ભાવના :
जे सह २१ रूव २२ रस २३ गंधमागए २४, फासे य संपप्प मणुण्णपावए २५ । गेहि पओसं न करेज्ज पंडिए, से होइ दंते विरए अकिंचणे ॥६४०॥ સાધુ ઇન્દ્રિયના વિષયમાં આવેલા ઈષ્ટ કે અનિષ્ટ શબ્દ, રૂપ, રસ, ગંધ અને