________________
३२६
પ્રવચનસારોદ્ધાર
પરિહાર એટલે તપ વિશેષ છે. તે તપને કરનાર પરિહારિક કહેવાય. તે બે પ્રકારે છે. નિર્વિશમાન અને નિર્વિષ્ટકાયિક.
૧. વિવક્ષિત તપ વિશેષને કરનાર નિર્વિશમાનક કહેવાય. ૨. વિવક્ષિત તપવિશેષ જેમને કરી લીધેલ હોય, તે નિર્વિકાયિક કહેવાય.
અહીં નવને સમૂહ (ગણ) હોય છે. એમાં ચાર નિર્વિશમાનક અને ચાર એમની સેવા કરનારા અને એક કલ્પસ્થિત વાચનાચાર્ય સ્થાપે. જો કે સર્વે પણ અતિશય શ્રુતજ્ઞાની હય, તે પણ આચાર હોવાથી તેમાંથી એકને વાચનાચાર્ય રૂપે સ્થાપે. તે નિવિલમાન અને નિર્વિષ્ટકાયિકાન તપ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ, શિયાળો, ઉનાળે અને ચોમાસાને આશ્રચિને તીર્થકરોએ કહ્યું છે. (૬૦૨)
तत्थ जहन्नो गिम्हे चउत्थ छटुं तु होई मज्झिमओ । अट्ठममिहमुक्कोसो एत्तो सिसिरे पवक्रवाभि ॥ ६०३ ॥ सिसिरे तु जहन्न तवो छट्ठाई दसमचरमगो होइ । वासासु अट्ठमाई बारसपज्जंतगो नेओ ॥ ६०४ ॥ पारणगे आयाम पंचसु गहो दोसुऽभिग्गहो भिक्खे । कप्पट्टियावि पइदिण करेंति एमेव आयामं ॥ ६०५ ॥
તે ત્રણે કાળની અંદર ઉનાળામાં અતિ રૂક્ષ કાળ હોવાથી જઘન્ય એક ઉપવાસ, મધ્યમ બે ઉપવાસ એટલે છટ્ર અને ઉત્કૃષ્ટ અઠ્ઠમ એટલે ત્રણ ઉપવાસ છે.
શીતકાળ, ઉનાળાથી કંઈકે સાધારણ ભેજવાળો હોવાથી જઘન્ય છ, મધ્યમ અદ્દમ અને ઉત્કૃષ્ટ ચાર ઉપવાસ સુધી હોય છે. '
વર્ષાઋતુમાં સાધારણ કાળમા જઘન્ય અદ્રુમમધ્યમ ચાર અને ઉત્કૃષ્ટ પાંચ ઉપવાસ જાણવે. ત્રણેકાળમાં પારણે તે આયંબિલ હોય છે.
સંસ્કૃષ્ટ વગેરે સાત પ્રકારની ભિક્ષા છે. તેમાંથી પાછળની પાંચ ઉદ્ધતા વગેરેમાં જ ભિક્ષા લે. પહેલી સંસ્કૃષ્ટ અને અસંસ્કૃષ્ટ એ બે ભિક્ષા છોડી દે, અમુક દિવસે છેલ્લે પાંચ ભિક્ષામાં પણ બેનો અભિગ્રહ કરે, કે આજે મારે બે અમુક જ ભિક્ષાઓમાં જ ગોચરી લેવી. તેમાં એક ભિક્ષાથી આહાર અને એક ભિક્ષાથી પાણી. આ ચારે પરિહારકોને તપ છે. ક૯પમાં રહેલા ચાર અનુચારીઓ (ઉત્તર સાધક) અને એક વાચનાચાર્ય -એમ પાંચે પણ ઉપરોક્ત ભિક્ષાભિગ્રહપૂર્વક દરરોજ આયંબિલ કરે. (૬૦૩-૬૦૫)
एवं छम्मासतवं चरिउं परिहारिया अणुचरंति । अणुचरगे परिहारियपरिट्टिए जाव छम्मासा ॥ ६०६ ॥