________________
૩૨૪
પ્રવચનસારદ્વાર
एगुप्पाएण गओ रुयगवरंमि य तओ पडिनियत्तो । वीएणं नंदीसरमेइ तइएण समएणं ॥ ५९८ ।। पढमेण पंडगवणं बीउप्पाएण नंदणं एइ ।
तइउप्पाएण तओ इह जंघाचारणो एइ ॥५९९॥ જંઘાચારણનું ગમન -
જંઘાચારણ મુનિઓ રૂચકવરદ્વીપ તરફ જતાં, એક જ પગલે (કૂદકે) રૂચકવરદ્વીપ પહોંચી જાય છે. પાછા ફરતા એક પગલે નંદીશ્વરદ્વીપમાં આવે છે અને બીજે પગલે પિતાના સ્થાને આવે છે.
મેરૂ પર્વતના શિખરે જવાની ઈચ્છા હોય, તે પહેલા પગલે પાંડકવનમાં પહોંચે અને પાછા ફરતાં એક પગલે નંદનવનમાં આવે છે અને બીજે પગલે પોતાના સ્થાને આવે છે.
જંઘાચારણ લધિચારિત્રના અતિશયથી હોય છે. તેથી લબ્ધિનો ઉપગ કરવામાં ઉત્સુકતા હોવાના કારણે પ્રમાદને સંભવ હવાથી ચારિત્રના અતિશયરૂપ લબ્ધિનો પ્રભાવ ઓછો થાય છે. માટે પાછા ફરતાં બે પગલે પોતાના સ્થાને આવે છે. (૫૯૮-૫૯) વિદ્યાચારણનું ગમન –
पढमेण माणुसोत्तरनगं तु नंदीसरं तु बीएणं । एइ तओ तइएणं कयचेइयवंदणो इहयं ॥६००॥ पढमेण नंदणवणे बीउप्पाएण पंडगवणंमि । एइ इहं तइएणं जो विज्जाचारणो होइ ॥ ६०१ ॥
વિદ્યાચારણ મુનિ પ્રથમ પગલે માનુષત્તર પર્વત પર જાય છે અને બીજા પગલે નંદીશ્વર દ્વીપે જાય છે. અને ત્યાં જઈ ચૈત્યને વંદન કરે છે. ત્યાંથી પાછા ફરતાં એક પગલે જ પિતાના સ્થાને આવે છે.
મેરૂ પર્વત પર જતાં પહેલા પગલે નંદનવનમાં જાય છે. અને બીજા પગલે પાંડકવનમાં જાય છે ત્યાં ચૈત્યને વંદન કરી પાછા ફરતાં એક જ પગલે પિતાના સ્થાને આવે છે.
વિદ્યાચારણ વિદ્યાના કારણે થાય છે. વિદ્યાનું પરિશીલન (વારંવાર) કરવાથી સ્પષ્ટ, સ્પષ્ટતર થાય છે. તેથી પાછા ફરતાં શક્તિને અતિશય સંભવ હોવાથી એક જ પગલે પોતાના સ્થાને આવે છે.
આ બે ચારણના ભેદના ઉપલક્ષણથી બીજા પણ ઘણું ચારણોના ભેદ હોય છે, તે આ પ્રમાણે.