________________
૩૧૮
પ્રવચનસારોદ્ધાર - આ પ્રતિમામાં પ્રતિમા ધારીને નગરની બહાર હાથ લંબાવીને રહેવાનું હોય છે. આ પ્રતિમા ત્રણ દિવસે પૂરી થાય છે. અહેરાત્રિ પછી છઠ્ઠ કરવાનો હોવાથી કહ્યું છે કે અહોરાત્રની પછી છઠ્ઠ કરે.” માટે ત્રણ દિવસ. બારમી એક રાત્રિ પ્રતિમા પણ ઉપર પ્રમાણે જ અહોરાત્રિની જેમ હોય છે. પણ તફાવત એ છે કે એમાં ઐવિહાર ત્રણ ઉપવાસ રૂપ અદૃમ કરવાનો હોય છે અને પ્રતિમા ધારી ગામ બહાર નદી વગેરેના કાંઠે રહી, કંઈક નમીને, અનિમેષ આંખે કેઈ એક પુદ્ગલ વગેરે પર નજર (ધ્યાન) રાખી યથાસ્થિત શરીરવાળો અને સર્વેન્દ્રિયને ગુપ્ત કરી રહે. (૫૮૬-૫૮૭)
साहटु दोवि पाए वग्धारियपाणि ठायए ठाणं ।
वाघारियलंबियभुओ अंते य इमीइ लद्धित्ति ॥ ५८८ ॥ બે પગ એકઠા કરી, હાથ લાંબા કરી, આ મુદ્રાએ શરીરને રાખે. વ્યાઘારિત હાથવાળાને અંતે વિશેષ લબ્ધિ પ્રાપ્ત થાય છે.
બે પગ સંકેચીને જિનમુદ્રાએ ઉભું રહે. વ્યાઘારિત પાણિપૂર્વક કાયાને રાખી ઉભો રહે. વ્યાઘારિત પાણિ એટલે લંબાવેલા બે હાથ. આ એક રાત્રિકી પ્રતિમાને સારી રીતે છેવટ સુધી પાળવાથી લબ્ધિ એટલે લાભ વિશેષ થાય છે. કહ્યું છે કે,
એક રાત્રિકી ભિક્ષુક પ્રતિમા સારી રીતે પાળવાથી ત્રણ લાભ થાય છે. તે આ પ્રમાણે ૧. અવધિજ્ઞાન ઉત્પન્ન થાય, ૨. મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થાય, ૩. ભૂતકાળમાં કદી ન ઉત્પન્ન થયેલ કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે.
વિરાધના કરવાથી ઉન્માદ (ગાંડપણ)ને પામે છે. દીર્ઘકાલિન રંગને પામે કે કેવલિપ્રજ્ઞસધર્મથી ભ્રષ્ટ થાય, આ પ્રતિમાની રાત્રિ પછી અઠ્ઠમ તપ કરાતું હોવાથી ચાર રાત-દિવસ પ્રમાણની આ પ્રતિમા છે. કહ્યું છે કે એક રાત્રિ પૂરી થયા પછી અદ્રુમ કરે માટે ચાર દિવસની પ્રતિમા
અહીં “Hiટ્ટ હોવિ TE, વાધારિચ પણ કાચ કાળ
वाघारियलंबियभुओ, अंते य इमिय लद्धित्ति" આ ગાથા કોઈ સૂત્ર પુસ્તકમાં દેખાતી નથી. (૫૮૮) ઈન્દ્રિય નિરોધ -
फासण १ रसणं २ घाणं ३ चक्खू ४ सोयति ५ इंदियाणेसि । फास १ रस २ गंध ३ वण्णा ४ सद्दा ५ विसया विणिद्दिट्ठा ॥ ५८९ ॥
ચામડી, જીભ, નાક, આંખ અનેકાન-એ પાંચ ઇન્દ્રિય છે. તેના વિષયે અનુક્રમે સ્પર્શ, સ્વાદ, ગંધ, વર્ણ અને શબ્દ છે. અહીં ઇન્દ્રિયનિરોધને પ્રસંગ હોવાથી આ પાંચ વિષયોમાં ઇન્દ્રિયની આસક્તિને ત્યાગ કર. એવો અર્થ ઘટાવો. કારણ કે. અનિયંત્રિત ઇન્દ્રિય પગલે પગલે દુઃખરૂપ સાગરમાં પાડે છે. કહ્યું છે કે