________________
૩૧૬
પ્રવચનસારાદ્ધાર
ખીજા લેાકેાની શ્રદ્ધા વૃદ્ધિ તથા પ્રવચન પ્રભાવના માટે પ્રવેશ કરાવે. આ પ્રમાણે પહેલી પ્રતિમા કહી. બાકીની છ સ ક્ષેપમાં કહે છે.
આ ક્રમ મુજબ બે માસિકી, ત્રણ માસિકી વગેરે સાતમી સસ માસિકી પ્રતિમા સુધી કરે. પરંતુ પહેલી પ્રતિમા કરતાં બે માસી વગેરે પ્રતિમામાં વ્રુત્તિઓના ફરક છે. તેમાં ત્તિ વધે છે. એ માસિકીમાં ભેાજનની એ વ્રુત્તિ અને પાણીની એ ત્તિ, ત્રિમાસિકીમાં ભેાજન–પાણીની ત્રણ ત્રણ ઇત્તિએ—એમ સાતમી પ્રતિમા સુધી એક એક વધારતા સાતમી પ્રતિમામાં સાત સાત વ્રુત્તિ આવે. (૫૮૧)
तत्तो य अट्ठमीया भवई इह पढमं सतराईदी | ती चउत्थचउत्थेण पाणएणं अह विसेसो ||५८२॥ उत्ताणगणसल्ली नेसजी वावि ठाण ठाइत्ता । सहग्गे घोरे दिव्वाई तत्थ अविकंपो || ५८३॥
તે પછી આઠમી સાત રાત્રિ દિવસની પ્રતિમા છે. તેમાં વિશેષતા એ છે કે ચૌવિહાર ચેાથ ભક્તને પારણે ચૌવિહાર ચાથલક્ત કરે. ઉષ્ણ, મુખ સુઇને, પડખે સુઈને અથવા બેસીને, આસનમાં રહીને, ઘેાર દેવતાઇ વગેરે ઉપસર્ગને અવિકલ્પપણે સહન કરે.
"સાતમી પ્રતિમા પછી પ્રથમ સાત રાત-દિવસ પ્રમાણની આઠમી પ્રતિમા છે. તેમાં પહેલા સાત રાત દિવસમાં એકાંતરા ચૈાવિહાર ઉપવાસ કરે. પૂર્વાની સાત પ્રતિમાએથી આટલા તફાવત છે. એકાંતરા ઉપવાસના પારણામાં આય ખીલ કરે. એમાં હૃત્તિના નિયમ નથી. તથા કાયાની વિશિષ્ટ ક્રિયા સ્વરૂપ ઊંચુ માઢું' રાખીને સૂવે, પડખે સૂવે, પલાંઠી વાળીને બેસે અથવા સમાન આસને બેસે. તે રીતે ગામ વગેરેની બહાર રહેલા, તે પ્રતિમાસ્થિત સાધુ, દેવ-મનુષ્ય—તિય ઇંચ વગેરેના થયેલ ભયંકર ઉપસર્ગાને મન અને કાયાથી જરા પણ ચલિત થયા વગર સહન કરે. (૫૮૨–૫૮૩)
दोच्चावि परिसच्चिय बहिया गामाइयाण नवरं तु ।
उक्कुडलंगड साई दण्डाययउच्च ठाइत्ता ॥ ५८४॥
બીજી સાત રાત-દિવસ પ્રમાણની નવમી પ્રતિમા પણ આગળની જેમ ગામ વગેરેની બહાર રહી ઉત્કંઠુકેલ‘ગડે, દ’ડાયત આસનપૂર્વક રહી પૂર્ણ કરે.
તપ અને પારણાની સામ્યતાવાળી, ગામ બહાર રહેવારૂપ બીજી સાત રાત્રિદિવસ પ્રમાણુની નવમી પ્રતિમા પણ પહેલી સાત રાત્રિ-દિન જેવી જ જાણવી. આ પ્રસ્તુત પ્રતિમામાં આસનના તફાવત છે. અહીં ઉત્ખટુક એટલે ઉભડક પગે એસી, લંગડ