________________
૨૯૮
પ્રવચનસારોદ્ધાર
૯ લિપ્ત –દહિ, દૂધ, ઓસામણ વગેરે હાથ અને પાત્રને લેપ કરનાર-એવા પદાર્થને ઉત્સર્ગથી સાધુઓ ન લેવા. કારણ કે દૂધ, દહિં વગેરે રસેના વપરાશથી લંપટતા વધવાને સંભવ છે. દહિં વગેરેથી લેપાયેલ હાથ ધોવા વગેરેરૂપ પશ્ચાતુકર્મ વગેરે અનેક દેષને સંભવ છે. સાધુને અપકૃત વાલ, ચણા, ભાત વગેરે જ ખપે. * તથાવિધ શક્તિનો અભાવ હોય, કે નિરંતર સ્વાધ્યાય અદયયન વગેરે કંઈક બીજા પુષ્ટ કારણ આશ્રયીને લેપકૃત પણ ખપે. - લેપકૃત ગ્રહણ કરતા દાતાનો હાથ સંસૃષ્ટ અથવા અસંસૃષ્ટ હોય છે અને જે વાસણ વડે ભિક્ષા આપવાની હોય, તે વાસણ માત્રક વાટકી વગેરે પણ સંસ્કૃષ્ટ અથવા અસંતૃષ્ટ હોય છે.
દેય પદાર્થ પણ સાવશેષ એટલે પાછળ કંઈક બચે તે સાવશેષ અને પાછળ કંઈ ન બચે તે નિરવશેષ-એમ બે પ્રકારે છે.
આ ત્રણ પદે ૧સંસૃષ્ટ હાથ, ૨. સંસૃષ્ટમાત્રક, ૩. સાવશેષ દ્રવ્યના વિરોધી પદે સાથે પરસ્પર ગ કરવાથી (મેળવવાથી) આઠ ભાંગા થાય છે. તે આ પ્રમાણે
૧. સંસ્કૃષ્ટ હાથ, સંસૃષ્ટમાત્રક, સાવશેષદ્રવ્ય. ૨. સંસૃષ્ટ હાથ, સંસૃષ્ટમાત્રક, નિરવશેષદ્રવ્ય. ૩. સંસૃષ્ટ હાથ, અસંસૃષ્ટમાત્રક, સાવશેષદ્રવ્ય. ૪. સંસૃષ્ટ હાથ, અસંસૃષ્ટમાત્રક, નિરવશેષદ્રવ્ય. પ. અસંસૃષ્ટ હાથ, સંસૃષ્ટમાત્રક, સાવશેષદ્રવ્ય. ૬. અસંસૃષ્ટ હાથ, સંસૃષ્ટમાત્રક, નિરવશેષદ્રવ્ય. ૭. અસંસૃષ્ટ હાથ, અસંસૃષ્ટમાત્રક, સાવશેષદ્રવ્ય. ૮. અસંસૃષ્ટ હાથ, અસંસૃષ્ટમાત્રક નિરવશેષદ્રવ્ય.
આ આઠ ભાંગાઓમાં વિષમ એક, ત્રણ, પાંચ અને સાતમા ભાંગામાં લઈ શકાય પણ બે, ચાર, છે અને આઠ-એ સમભાંગામાં ન લઈ શકાય.
કેમકે અહીં હાથ અને વાસણ બંને સ્વયેગથી સંસૃષ્ટ હોય કે અસંસષ્ટ હોય, તે પશ્ચિાત કર્મ થાય છે. કારણકે પાછળ દ્રવ્ય બચે છે માટે.
જેમ વાસણમાં દ્રવ્ય બચે છે, તે વાસણને ભલે સાધુ માટે ખરડયું હોય, છતાં દાતા બાઈ ધોતી નથી કેમકે ફરીવાર તેમાંથી બચેલ વસ્તુ પીરસી શકાય છે. જે વાસણમાં સાધુને હરાવ્યા પછી થોડું પણ દ્રવ્ય ન બચે, તે નક્કી તે થાળી માત્રક વગેરે વાસણ કે હાથને ધોઈ નાંખે છે. માટે બીજા વગેરે ભાંગામાં નિરવશેષદ્રવ્ય હોવાથી પશ્ચાતકર્મનો સંભવ હોવાથી ન ખપે. પહેલા વગેરે ભાંગાઓમાં પશ્ચાતકર્મનો સંભવ ન હોવાથી ખપે છે.