________________
પ્રવચનસારાદ્ધાર
24. ખાતી ઃ-દાતાર ખાઇ ખાતી-ખાતી ભિક્ષાજ્ઞાન માટે ઉભી થાય એટલે હાથ ધુએ અને હાથ ધેાવાથી પાણીના જીવાની વિરાધના થાય છે. હવે હાથ ન ધુએ તે લેાકેામાં જુગુપ્સા થાય. કહ્યું છે કે ‘છકાયની દયાવાળા સાધુ પણ જો આહાર નિહાર અને ગોચરી વહેારવામાં દુર્ગા છનીય કરે તે ધિ દુર્લભ કરે છે.’
૨૯૬
25. ગર્ભવતી ;-ગર્ભવતીબાઈ પાસે ભિક્ષા ન લેવી. કેમકે તેને ભિક્ષા માટે ઉભા થતા કે ભિક્ષા આપીને બેસતા ગર્ભને પીડા થાય. સ્થવિર કલ્પીને, આઠ મહિના સુધીના ગર્ભ વાળીના હાથે ખપે, પ્રસવ થવાના મહિનામાં ન ખપે. ઉઠે–એસ કર્યા વગર જે પ્રમાણે હાય તે પ્રમાણે રહીને ભિક્ષા આપે તેા પ્રસવ થવાના મહિનામાં પણ ખપે.
26. નાના બાળકવાળી –નાના બાળકવાળી બાઈ, બાળકને જમીન પર કે ખાટલા પર મૂકીને જે ભિક્ષા આપે, તે તે બાળકને બિલાડી કૂતરા વગેરે માંસનેા ટુકડા કે સસલાનુ' ખચ્ચું છે—એમ જાણી મારી નાખે તથા આહારથી ખરડાયેલ હાથ સુકાવાથી શ થાય, તેથી ભિક્ષા આપીને દાત્રી ખાઈ હાથવડે બાળકને લે, તેા બાળકને પીડા થાય. જેના બાળક આહાર કરતા હોય અને જમીન પર મૂકતા રડતા ન હોય, તેા તેના હાથે સ્થવિર કલ્પીને ભિક્ષા ખપે. કેમકે આહાર ગ્રહણ કરતા બાળક પ્રાયઃ કરી શરીરે માટા હોય છે, તેથી ખિલાડી વગેરે દ્વારા મરવાના પ્રસંગ ન થાય,
જિનકી ભગવંતા, નિરપવાદ સૂત્રવાળા હોવાથી ગર્ભાધાન વગેરે જાણીને પહેલેથી ગČવતી અને બાળકવાળી બાઈના હાથની ભિક્ષા બિલકુલ છોડી દે.
27. છકાયને સ`ઘટ્ટો કરતી :-પૃથ્વી, અપ, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિ અને ત્રસકાય. આ છજીવનિકાયને હાથ પગ વગેરે શરીરના અવયવથી સ`ઘટ્ટો થતા હોય. સચિત્ત મીઠું, પાણી, અગ્નિ, પવનથી ભરેલ મશક, ખીજેરા વગેરે ફળાદિ હાથમાં રહેલ હાય, સિદ્ધાર્થક (અડદ વગેરેના દાણા) દૂર્વા, ઘાસ, પલ્લવ, માલતી, શતપત્રિકા, કમલીની વગેરે ફૂલેલા માથા પર રહેલ હોય, માલતી વગેરે ફૂલની માળા છાતી. પર પહેરેલ હાય, જાસુદ વગેરે ફૂલાના આભૂષણુરૂપે કાનમાં પહેરેલ હોય, પરિધાનની અંદર કમરમાં સારા ડીંટીયાવાળા તાંબૂલ નાગરવેલના પાન રાખેલ હાય. સચિત્ત પાણીના કણીયા વગેરે પગ પર લાગેલ હોય ને જો આપે તો ન ખપે. સટ્ટા વગેરે દોષના સ‘ભવ હાવાથી.
28. છકાયની હિંસા કરતી :-પૃથ્વીકાય વગેરે છજીવનિકાયના નાશ કરતા. આપે, તે ન ખપે.
કાશ (હળ) વગેરે વડે જમીન ખેાઢવા વડે પૃથ્વીકાયના નાશ, સ્નાન, કપડા ધાવા, ઝાડને પાણી સિંચવા વડે અપ્લાયના નાશ. ઉંમાડીયા વગેરે અડવા કે ઘસવા વડે અગ્નિકાયના નાશ. ચૂલામાં અગ્નિ ફૂંકવાવડે, વાયુ ભરેલ મશક વગેરેને આમ-તેમ.