________________
२७६
પ્રવચનસારોદ્ધાર
મળવાથી, સાધુ ગોચરી લઈ શકે. ચોરની બીકથી જે લીધું હોય તો એના ગયા પછી ફરી લીધેલું તે પાછું તેમને આપી દે અને કહે કે ચેરના ભયથી અમે લીધું હતું, હવે તે જતા રહ્યા છે. તેથી આ તમારૂં દ્રવ્ય તમે લઈ લો” આ પ્રમાણે કહ્યા પછી જ તેઓ રજા આપે કે “અમે પણ તમને આપ્યું છે તે ખપે એવું હોવાથી, વાપરી શકે
૧૫. અનિસૃષ્ટ -બધા માલિકે જે વસ્તુને સાધુના દાન માટે રજા ન આપી હોય, તે અનિસુખ. ૧. તે સાધારણઅનિરુષ્ટ, ૨. ચેલ્લકઅનિરુણ, ૩. જઠ્ઠઅનિરુણ એમ ત્રણ પ્રકારે છે.
૧. ઘણા જણ વચ્ચેની જે વસ્તુ હોય તે સાધારણ.
૨. શેઠે ખેતરમાં રહેલા નોકરને આપેલ કે સેનાપતિ (રાજા)એ સૈનિકને આપેલ, જે દેશી ભાષામાં ભક્ત (ભાથુ) કહેવાય છે, તે ચેલ્લક. ૩. જઠું એટલે હાથી તેને માટેનું જે ભોજન, તેઓની રજા વગર સાધુઓને લેવું ખપે નહીં
૧. સાધારણ અનિસૃષ્ટ: યંત્ર, દુકાન, ઘર વગેરેમાં રહેલ તલકુટ્ટી તેલ, વસ્ત્ર, લાડુ, દહીં વગેરે આપવા ગ્ય વસ્તુ અનેક પ્રકારની હોય છે. ઘણી વગેરે યંત્રમાં તલકુટ્ટી અને તેલ, દુકાનમાં વસ્ત્ર વગેરે, ઘરમાં અશનાદિ જે સર્વજન સાધારણ હોય, તેને સર્વ સ્વામિ રજા ન આપે અને કેઈક એક જણ સાધુને આપે, તે તે સાધારણ અનિસૃષ્ટ.
૨. ચેલ્લક છિન અને અછિન્ન એમ બે પ્રકારે છે. તેમાં કઈક-કુટુંબી ખેતરમાં હળ ખેડનારાઓને કેઈન દ્વારા ભેજન મેકલે. તે જે દરેક હળ ખેડનારને જુદા જુદા વાસણમાં અલગ કરીને મેકલાવ્યું હોય તે છિન્ન ચોલ્લક કહેવાય અને બધા હળ ખેડનારના માટે એક જ વાસણમાં ભેગુ કરીને મોકલે તે અછિન્ન.
તેમાં જે ચોલ્લક જેના નિમિત્તને જે ભાગ હોય તે–તે ચેલક દ્વારા મૂળ સ્વામિના જેતા કે ન જોતા આપે તે સાધુને ખપે. કેમકે ભાગ પડવાથી પોતાની માલિકી કરી આપ્યું છે માટે ખપે.
અછિન્ન પણ કૌટુંબિક વડે જે હળ ખેડનારાઓને મોકલાવેલ ભાગ, તે બધાયે હળ ખેડનારા વડે દાન માટે રજા અપાયી હોય, મૂળ માલિક જેતે હોય કે ન જોતું હોય, તે પણ ખપે. તે બધાએ રજા ન આપી હોય અને મૂળ માલિકની રજા હોય, તે ન ખપે. કેમકે દ્વેષ અંતરાય, પરસ્પર કલેશ થવાના કારણે વૈષ લાગે છે.
૩. જçઅનિવૃષ્ટ એટલે હાથી અને રાજાએ રજા ન આપી હોવાથી મહાવત દ્વારા અપાયેલ ભોજન ન ખપે. કેમકે હાથીનું ભજન રાજાની માલિકીનું છે. તેથી રાજાની રજા–વગર લેવાથી પકડવા, બાંધવા, વેષ પડાવી લેવો વગેરે દે થાય. અથવા મારી રજા આજ્ઞા વગર આ સાધુને ભિક્ષા આપે છે – એમ વિચારી ગુસ્સે થઈ રાજા મહાવતને નેકરીમાંથી છૂટે કરે. આથી તેની આજીવિકા સાધુના નિમિત્તે નાશ પામી એટલે સાધુને