________________
૨૭૪
પ્રવચનસારોદ્ધાર જે કુતુપ વગેરેના મુખબંધ દરરોજ બંધાતા અને છોડાતા હોય અને તે લાખની મુદ્રા વગર ફક્ત કપડાની ગાંઠ બાંધતા હોય અને સચિત્ત પૃથ્વીકાય વગેરેને લેપ કરતા ન હોય, તે સાધુ માટે ખેલીને પણ જે આપે તે સાધુ ગ્રહણ કરે.
પાટભિન્નમાં પણ જે બારણું રોજ ખેલાતું હોય અને એને આગળ જમીન સાથે ઘસાય તે ન હોય, તેવા કબાટ કે એરડા વગેરેમાં રહેલ અશન વગેરે ખપે છે.
૧૩. માલાપહત-માળ એટલે શિકા વગેરે. તેના ઉપરથી સાધુ માટે જે ભોજન વગેરે લવાય તે માલાપહત છે. તે ચાર પ્રકારે છે. ૧. ઉદર્વમાલાપહત, ૨. અમાલાપહુત, ૩. ઉભયમાલાપહત, ૪. તિર્યગમાલાપહત.
(૧) ઉર્વમાલાપહૃત -જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારે છે.
A. ઊંચે ટીંગાડેલ શિકા વગેરે પરથી ન લઈ શકવાથી પગની પાની ઉચી કરી પગના અંગુઠા પર ઉભા રહી આંખથી જે ન દેખાતા હોય તેવા અશન વગેરેને જમીન પર રહીને લેવું. પાની થેડી ઊંચી કરી, ગ્રહણ થતું હોવાથી જઘન્યઉર્વ માલાપહત છે.
| B. નીસરણી વગેરે પર ચઢી, મકાન પર જઈ દાતાર બેન જે આપે તે લેવું તે. નિસરણી વગેરે પર ચડવું વગેરે મટી ક્રિયા પૂર્વક નીચે લાવી ગ્રહણ થતું હોવાથી ઉત્કૃષ્ટ માલાપહત છે.
C. આ બેની વચ્ચેનું મધ્યમમાલાપહત છે.
(૨) અધેમાલાપહત-સાધુ માટે ભયરા વગેરેમાં જઈ, ત્યાં રહેલ ભેજન વગેરેને લાવી જે આપે તે અધોમાલાપાહુત.
(૩) ઉભયમાલાપહત –ઊટડી એટલે કુંભી, કળશ, પેટી, કેઠી, વગેરેમાં રહેલ અશનાદિને આપનાર જે કંઈક કષ્ટપૂર્વક આપતી હોય, તે તે ઉભય એટલે ઉર્ધમાલા પહુત છે. આમાં ઊંચે અને નીચેની ક્રિયારૂપ કુંભી, કળશ, પેટી, કેઠી વગેરેમાંથી પગ ઊંચા કરી કમ્મરમાંથી વાંકાવળીને કાઢવાનું હોવાથી ઉભયમાલાપહત છે. તે આ પ્રમાણે કે મોટી અને ઊંચી કેઠી વગેરેમાં રહેલ દેય પદાર્થને લેવા માટે દાતારને પોતાની પાની ઊંચી કરી એટલે ઉદ્ઘશ્રિતમાલાપહત અને નીચે તરફ હાથ અને મેટું કરવાથી એટલે વાંકા વળવાના કારણે અધોમાલાપહત એમ બંને પ્રકાર મલવાથી ઉભયમાલાપહત થાય છે.
(૪) તિર્યગમાલાપહત -જ્યારે ભીંત વગેરેમાં ખભા જેટલી ઊંચી જગ્યામાં રહેલ, ગોખલા વગેરેમાં રહેલ તથા મોટા ગવાક્ષ વગેરેમાં રહેલ, પદાર્થને તીરછેં હાથ લાંબે કરી જે પ્રાયઃ આંખવડે અદશ્ય હોય, તે અશનાદિ દેય વસ્તુને દાતા આપે, ત્યારે તિર્થગમાલાપહત છે.
પ્રશ્નઃ-માળ શબ્દ વડે ઊંચે પ્રદેશ જ કહેવાય છે. તે પછી ભેાંયરા વગેરે નીચી ભૂમિમાં રહેલ જગ્યાને માળ શબ્દ શી રીતે કહેવાય?