________________
૨૭૦
પ્રવચનસારોદ્ધાર પહેલા રેગી હોય અને શેષ વગેરે આપવા દ્વારા નિરેગી થાય, તે આ સાધુઓ ચાટુકારી છે-એ પ્રમાણે સાધુને લેકમાં ઉડૂડાહ થાય તથા નિર્માલ્ય વગેરે આપવાથી સારા શરીરવાળો થઈ ઘરના વેપાર વગેરે કાર્યો દ્વારા છ જવનિકાયને વિરાધક થવાથી કર્મ બંધન વિગેરે દે થાય.
૨. આત્મભાવકીતઃ–પોતે જાતે ભેજન વગેરે માટે ધર્મકથક, વાદી, તપસ્વી, આતાપના કરનાર તથા કવિ વગેરે ધર્મકથાદિ કરવા દ્વારા લોકોને આકર્ષી તેમની પાસે જે અશનાદિ ગ્રહણ કરે, તે આત્મભાવીત છે. અહીં પોતાના નિર્મલ અનુષ્ઠાન નિષ્ફળ કરવા વગેરે દેશે થાય છે.
૩. પારદ્રવ્યકત પર એટલે ગૃહસ્થ સાધુ નિમિત્તે સચિત્ત, અચિત્ત તથા મિશ્ર દ્રવ્યથી અશનાદિને ખરીદી, સાધુને વહરાવે તે પરદ્રવ્યક્રત. આમાં છ જવનિકાયની વિરાધના વગેરે દેશે સમજાય એવા છે.
૪. પરભાવકીતઃ-પર એટલે મંખ વગેરે, સાધુપરની ભક્તિનાં વશથી પિતાની કળા, વિજ્ઞાન વગેરે બતાવીને કે ધર્મકથા કરીને બીજાને આવઈને જે ગ્રહણ કર્યું હોય, તે પરભાવકત. મંખ એટલે કેદારક કે જે પટ બતાવીને લોકેનું આકર્ષણ કરે.
ઉપરાંત નીચે પ્રમાણુના પરભાવકીતમાં ત્રણ દોષે થાય છે. ૧. કીતષ ૨. બીજાના ઘરેથી લાવેલા હોવાથી અભ્યાહત. ૩. લાવી લાવીને સાધુ માટે એક જગ્યાએ ભેગું કરી રાખે માટે સ્થાપના દોષ.
૯. પ્રામિયા–“તને ફરી ઘણું આપીશ” એમ કહી સાધુ માટે જે ઉછીનું લેવું, તે અપમિત્ય કે પ્રામિત્ય કહેવાય. અહીં જે ઉછીનું લેવાય, તે ઉપચારઅપમિત્ય કહેવાય, તે બે પ્રકારે છે. લૌકિક અને લકત્તર.
૧. લૌકિકમાં ગૃહસ્થ બીજા પાસે ઉછીનું લઈને ઘી વગેરે સાધુને આપે. એમાં દાસપણુ, બેડી, બંધન વગેરેના દોષ છે.
૨. લોકેત્તર વસ્ત્રાદિ વિષયક સાધુઓને પરસ્પર જાણવું. તે બે પ્રકારે છે.
A. કેઈનું વસ્ત્ર વગેરે કઈ લઈ કહે કે, થોડા દિવસ વાપરી પાછું તમને આપીશ.. - B. કેઈક વા વગેરે લઈ એને કહે કે આટલા દિવસ પછી તને આવું જ બીજુ વસ્ત્ર આપીશ.
તેમાં પહેલા પ્રકારમાં શરીરાદિના મેલથી મેલું થાય કે ફાટી જાય કે ચાર વગેરે. ચારી જાય કે બેવાઈ જાય કે પડી જાય, તો તે વા બાબતેઝ ઘડા વગેરે થાય. આ દેશે થાય અને બીજા પ્રકારમાં માંગનારને દુષ્કર રુચિના કારણે સારું એવું વિશિષ્ટતર બીજુ વઆદિ આપવા છતાં ઘણું મહેનતે તેને પ્રસન્ન કરી શકાય. તેથી ગમા-અણગમાના. કારણે ઝઘડા વગેરે દેશે સંભવે છે.