________________
૨૬૮
પ્રવચન સારોદ્ધાર બાદર ઉવષ્કણ પ્રાકૃતિકા પર દષ્ટાંત - " - જેમ કેઈક નગરમાં કોઈક શ્રાવકે પોતાના સંતાનના વિવાહ કરવાનો વિચાર કર્યો. જોષીએ સારૂં મુહૂર્ત પણ આપ્યું. પણ તે વખતે બીજી તરફ વિચરતાં ગુરુ, તે ગામમાં હતા નહિ. તેથી શ્રાવકે વિચાર્યું કે લગ્નના રસોડામાં અનેક અશન, ખાદ્ય વગેરે મનરમ ખાવા યોગ્ય ચીજો બનશે. તે ખાદ્ય ચીજો સાધુના ઉપયોગમાં આવશે નહિ. માટે શૈડા દિવસ પછી ગુરુ મહારાજ વિહાર કરતાં કરતાં અહીં આવશે તેમ સંભળાય છે. તો તે વખતે જ મારે લગ્ન રાખવા જોઈએ. જેથી સાધુઓને અશન વગેરે ઘણું ઘણું આપી શકું. જો સુપાત્રમાં અપાય તે અશન વગેરે સાર્થક છે. આ પ્રમાણે કરવાથી મહાપૂણ્યને લાભ થાય. મેટું કલ્યાણ પ્રાપ્ત થાય. આ રીતે વિચારીને નિર્ધારિત લગ્નને ગુરુને આવવાના સમયે કરે. આ પ્રમાણે વિવાહના દિવસને પાછો ઠેલીને, જે ભોજન વગેરે પકાવાય તે બાદરઉવષ્કણ પ્રાકૃતિકા કહેવાય છે. બાદરઅવqષ્કણપ્રાભૃતિક પર દષ્ટાંતઃ
કોઈકે શ્રાવકે પોતાના પુત્ર વિગેરેના વિવાહનો દિવસ નક્કી કર્યો હોય, તેમાં વિવાહના દિવસ પહેલાં જ સાધુઓ વિહાર કરતાં ત્યાં આવી પહોંચે ત્યારે વિચારે કે, “આ સાધુઓને મારે વિશિષ્ટ અને ઘણું ભેજન પાન વગેરે પૂણ્ય માટે આપવું છે. તે મોટે ભાગે વિવાહ વગેરે મોટા પ્રસંગે ભજન ઘણું થાય છે. મારા પુત્ર વગેરેનો વિવાહ ક્યારે આવશે, ત્યારે સાધુઓ બીજે વિહાર કરી જશે, તે લાભ નહિ મળે. એમ વિચારી સાધુઓ રોકાયા હોય, તે વખતમાં જ બીજુ મુહૂર્ત નક્કી કરી લગ્ન કરે. અહીં લગ્ન મુહૂર્તને દિવસ જે થોડા વખત પછીને હતું, તેને અવષ્કણું કરીને એટલે નજીક કરીને જે ભેજન વગેરે પકાવાય તે બાદરઅવષ્કણપ્રાભૂતિકા છે. સૂમઉવષ્કણપ્રાભૂતિકા પર દષ્ટાંત
કેઈકે બાઈ સૂતર કાંતતી હતી. તે વખતે રડતાં બાળકે ભજન માંગ્યું કે, હે! મા ! મને ખાવાનું આપ. તે વખતે નજીકના ઘરોમાં બે સાધુને ગોચરી માટે આવેલા જોયા. ત્યારે સૂતર કાંતવાના લેભથી ૨ડતા અને બૂમ મારતા છોકરાને કહ્યું કે, બેટા તું રડ નહિ, રાડ ન પાડ. આપણું ઘરે સાધુઓ ફરતા ફરતા આવશે, ત્યારે ગોચરી વહેરાવવા ઉભી થઈશ, ત્યારે તને પણ તે વખતે જ ખાવાનું આપીશ. પછી બે સાધુ આવ્યા, ત્યારે વહેરાવવા ઉભી થઈ, તે વખતે સાધુને ગોચરી વહરાવી અને બાળકને ભજન આપ્યું. અહીં બાળકે જે વખતે ભજન માંગ્યુ, તે વખતે તે પુત્રને ભેજન આપવુંઉચિત હતું, તે ભવિષ્યમાં સાધુના દાન વખતે જ કરવું તે ઉષ્પષ્કણ. આ સૂથમઉવષ્કણ પ્રાભૂતિકા છે: