________________
२९६
પ્રવચનસારોદ્ધાર શકાતા નથી. તેથી આપ્યા પછી જ ભેગવવું જોઈએ. દાતાને પુણ્ય કર્યા વગર સ્વર્ગ ગમન વગેરે પ્રાપ્ત થતા નથી. કરેલ પુણ્ય જ ફલદાન કરવા સમર્થ હોય છે, માટે પુણ્ય ઉપાર્જન બુદ્ધિથી ગૃહસ્થ જ્યારે દરરોજ જેટલા પ્રમાણમાં ભેજન રાંધે તેટલાં પ્રમાણમાં જ ભોજન રાંધતી વખતે ભિક્ષુક કે ગૃહસ્થ કેઈપણ આવશે, તે તેને ભિક્ષા દાન માટે આટલું અને પોતાના માટે આટલું-એવા વિભાગ વગર વધારે પિઆ વગેરે રાંધે ત્યારે આદ્યદેશિક થાય છે.
(૨) વિભાગીદેશિક -તે ત્રણ પ્રકારે છે. ૧. ઉદ્દિષ્ટ, ૨. કૃત, ૩. કર્મ. ૧. જે અશનાદિક પિતાના માટે જ રાંધ્યું હોય, તેમાંથી ભિક્ષાચરના દાન
માટે જુદુ રાખે, તે ઉદ્દિષ્ટ ૨. જે વધેલા ભાત-શાલિ વગેરેને ભિક્ષા દાન માટે જ કરંબા વગેરે રૂપે કરે, તે કૃત.
૩. વિવાહ વગેરે પ્રસંગે વધેલા લાડવા વગેરેના ભૂકાને ભિક્ષાચરને આપવા માટે ગેળ વગેરેના પાક દ્વારા ફરી લાડવા વગેરે રૂપે કરે, તે કર્મ કહેવાય. આ ત્રણેના ફરી ચાર ચાર ભેદ છે.
ઉદ્દેશ, સમુદેશ, આદેશ, સમાદેશ.
૧. તેમાં જે ઉદિષ્ટ, કૃત કે કર્મ વિભાગદેશિક ઉદ્દેશ ત્યારે કહેવાય કે જ્યારે આ પ્રમાણે સંકલ્પ કરે કે કેઈપણ ભિક્ષાચર, પાખંડીએ કે ગૃહસ્થો આવશે તે તે બધાને મારે આપવું ત્યારે ઉદ્દેશ કહેવાય.
૨. જ્યારે પાખંડીઓને આપવું આ નિશ્ચય કરે, –તે તે સમુદેશ કહેવાય.
૩. જ્યારે શ્રમણ એટલે બૌદ્ધ શાક્ય વગેરેને આપીશ—એવું વિચારે ત્યારે આદેશ કહેવાય.
૪. નિગ્રંથ જૈન સાધુને જ આપીશ એવું નિર્ધારે-તે સમાદેશ કહેવાય છે.
આ વાત નવી નથી પણ ઋષિમુનિઓની છે. પિંડનિર્યુક્તિમાં કહ્યું છે કે, જે કે ઈપણ આવે તેને આપવું, તે ઉદ્દેશ, પાખંડીઓ માટે કરે, તે સમુદ્રેશ, શ્રમણને માટે કરે, તે આદેશ અને નિર્ચ માટે કરે, તે સમાદેશ થાય છે.
આ પ્રમાણે વિભાગીદેશિકનાં બાર પ્રકાર થયા. આ પ્રશ્ન –આધાકર્મ અને કર્મ–દેશિકમાં પરસ્પર શું તફાવત છે?
ઉત્તર :-જે આધાકર્મ છે, તે પહેલેથી જ સાધુ માટે જ બનાવ્યું હોય છે અને કર્મ દેશિક પહેલા તે પોતાના માટે રાંધ્યું હોય, પણ પછી ઘણું પાકના સંસ્કાર કરવાપૂર્વક બનાવે, તે કર્મઔદેશિક છે.
૩. પૂતિકમ-ઉદ્દગમ વગેરે દોષ રહિત પવિત્ર એવા ભેજન વગેરેને અવિશુદ્ધ કેટવાળા ભોજનન અવયવ સાથે મેળવી અપવિત્ર કરવું. પવિત્ર ભજનને જે અશુદ્ધ ભજન દ્વારા કર્મ કરવું તે પૂતિકર્મ. તેના વેગથી ભેજન વગેરે પણ પૂતિકર્મ કહેવાય.