________________
२६२
પ્રવચન સારોદ્ધાર ૬. પૂર્વ કિડા -
પૂર્વે ગૃહસ્થ અવસ્થામાં કરેલ સ્ત્રી-સંભોગની કિયા તથા ઘત વગેરે રમને યાદ ન કરે કેમકે તે યાદ કરવાથી ઇંધણ નાખવાથી અગ્નિની જેમ કામાગ્નિ પ્રગટે છે. ૭. પ્રણતાહાર :
પ્રણીત જન ત્યાગ એટલે ઘી-તેલયુક્ત મધુર રસવાળું ભેજન ન વાપરે હમેંશા સ્નિગ્ધ ભજન કરવાથી મુખ્યધાતુ વીર્યનું પોષણ થવાના કારણે વેદોદયથી અબ્રહ્મનું સેવન થાય છે. ૮. અતિ-આહાર –
અતિશય લુખ્ખું ભજન પણ ત્યાગ કરે. આકંઠ સુધી પેટ ભરીને ખાવાનું છોડે કેમકે શરીરને પીડાકારી અને બ્રહ્મચર્યમાં બાધાકારક છે. ૯. વિભૂષા :
વિભૂષા એટલે સ્નાન, વિલેપન, ધૂપન, નખ, દાંત, બાલ વગેરે સમારવા આદિ દ્વારા પિતાના શરીરની શોભા ન કરે. અશુચિ એવા શરીરની શોભા કરનાર મૂખ તે તે ઉંબાડીયા જેવા વિકલ્પોથી પોતાના આત્માને ફેગટ દુઃખી કરે છે.
આ બ્રહ્મચર્યની મૈથુન વિરમણવ્રતની રક્ષા કરવા માટેના ઉપાયરૂપ બ્રહ્મચર્યની નવગુપ્તિઓ છે. (૫૫૭) જ્ઞાનાદિત્રિક -
बारस अंगाईयं नाणं तत्तत्थ सद्दहाणं तु । दंसणमेयं चरणं विरई देसे य सव्वे य ॥५५८॥
૧. જ્ઞાન :-કમના ક્ષયે પશમથી ઉત્પન્ન થયેલ બેધ, તે જ્ઞાન છે. તે બોધના કારણરૂપ દ્વાદશાંગી વગેરે હોવાથી તે પણ જ્ઞાન કહેવાય. આદિ શબ્દથી ઉપાંગ, પન્ના વગેરે સમજવા.
૨. દશન -જીવ, અજીવ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષરૂપ તો તેને અર્થ જાણુ અને શ્રદ્ધા કરવી એટલે તત્ સ્વરૂપ છે એવી સ્વીકાર રૂપી રૂચિ, તે દર્શન,
. ચારિત્ર:-ચારિત્ર એટલે સર્વ પાપ વ્યાપારનો જ્ઞાન શ્રદ્ધાપૂર્વક ત્યાગ કરવો તે ચારિત્ર છે. તે બે પ્રકારે છે. સર્વથી અને દેશથી. તેમાં દેશથી શ્રાવકેને અને સર્વથી સાધુઓને હોય છે. (૫૫૮) તપ
अणसणमृणोयरिया वितिसंखेवणं रसच्चाओ। कायकिलेसो संलीणया य बज्झो तवो होइ ॥५५९॥