________________
२६०
પ્રવચન સારાદ્ધાર
૧૪. ભેાજન-પાણી-વજ્ર-પાત્ર વગેરે જો જીવથી સયુક્ત, અશુદ્ધ કે સયમને અનુપકારી હાય તા જંતુરહિત સ્થાને સિદ્ધાંતમાં કહેલ વિધિપૂર્વક પરઢવે તે પરિષ્ઠાપનાસ યમ. ૧૫. મનમાંથી દ્રોહ, ઇર્ષ્યા, અભિમાન વગેરેની નિવૃત્તિ અને ધમ ધ્યાન વગેરેમાં મનની પ્રવૃતિ તે મનસ ચમ,
૧૬. હિંસક, કઠાર–વાણીથી નિવૃત્તિ અને શુભ ભાષામાં પ્રવૃત્તિ તે વાણીસંયમ. ૧૭. જવા આવવા વગેરે આવશ્યક કરણીમાં ઉપયાગપૂર્વક કાયાના જે વ્યાપાર તે કાયસંયમ-એ પ્રમાણે સત્તર પ્રકારે પ્રાણાતિપાત નિવૃત્તિરૂપ સૌંયમ થાય છે. (૫૫૫)
વૈયાવચ્ચ –
आयरिय१ उवज्झाए२ तवस्सि३ सेहे४ गिलाण५ साहूसुं६ । समणोन ७ संघ८ कुल९ गण१० वेयावच्च हवइ दसहा ||५५६ |
આચાય, ઉપાધ્યાય, તપસ્વી, શૈક્ષક, ગ્લાન, સાધુ, સમનેાજ્ઞ, સંઘ, ફૂલ, ગણુ-એમ વૈયાવચ્ચ દશની કહી છે.
૧. જ્ઞાનાચાર વગેરે પાંચ પ્રકારના આચારોને સાધુએ કે આચાર્યાં જે સેવે તે આચાર્ય, ૨. ઉપ એટલે નજીક, અધ્યાય એટલે ભણવું. સાધુએ જેની પાસે નજીક આવીને ભણે, તે ઉપાધ્યાય.
૩. વિકૃષ્ટ (ઠાર) અવિષ્કૃષ્ટ (અકઠોર) તપને કરે તે તપસ્વિ.
૪. નૂતન દીક્ષિત જે હજુ શિક્ષાને લાયક હૈાય તે શૈક્ષક, પ. તાવ વગેરે રાગેાથી ઘેરાયેલ તે ગ્લાન.
૬. સ્થવિર સાધુએ.
૭. એક સમાચારીને આચરનારા તે સમનેાશે.
૮. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ સ ́ધ.
૯. ઘણા ગચ્છના એક જાતિય સમૂહ તે કુલ, ચાંદ્રકુલ વગેરે.
૧૦. ગચ્છ એટલે એક આચાયથી બનેલ સાધુ સમૂહ. ફૂલાને જે સમુદાય ગણુ, કોટિક
વગેરે.
આ આચાર્ય વગેરેને અન્નપાન, વજ્ર, પાત્ર, ઉપાંશ્રય, પીઠ, પાટીયા, સંથારા વગેરે ધર્મપકરણ દ્વારા ઉપકાર કરવા, શુશ્રુષા કરવી. ઔષધ આપવું અને જગલમાં હાય અથવા રાગેપસમાં પરિપાલન કરવુ વગેરે વૈયાવચ્ચ છે. (૫૫૬)
બ્રહ્મચય ની ગુપ્તિઃ–
वसहि? कहर निसिज्जि३ दिय४ कुडतर५ पुव्वकीलीय६ पणीए७ । अमायाहार विभूषणाई९ नव भगुतीओ ॥ ५५७ ॥