________________
૬૨. સાધ્વીજીઓના ઉપકરણ उवगरणाई चउद्दस अचोलपट्टाई कमढयजुयाई ।
अज्जाणवि भणियाई अहियाणि वि हुँति ताणेवं ॥ ५२८ ॥ ચલપટ્ટા વગર અને કમઢક યુક્ત ચૌદ ઉપકરણ અને તે સિવાય બીજા પણ અધિક ઉપકરણે સાધ્વીને કહ્યા છે.
ચલપટ્ટા વિના (ગાથા નં. ૪૯૧-૪૯૨ માં બતાવેલ) ચેદ ઉપકરણે તથા મઢકતુંબડું ઉમેરી રોદ પાત્રા વગેરે ઉપકરણ હોય છે. તેઓનું પ્રમાણ સ્વરૂપ સ્થવિરેની જેમ સાધ્વીને પણ જાણવું.
કમઢક એટલે લેપ કરેલ તુંબડાનું પાત્ર. જે કાંસાના મોટા છાલિયાના આકારનું દરેક સાધવી પાસે પોતપોતાના ઉદર (ખોરાક) પ્રમાણે એક એક હોય છે. સાચવીની માંડલી વચ્ચે પાત્રુ ફરતું નથી એટલે એક સાદવીનું પાત્ર બીજી સાવીને કામમાં આવતું નથી. કારણકે તેમના સ્વભાવ તુરછ હોય છે અને સાદવીઓ કમઢકમાં જ ભેજન વાપરે છે. આથી કમઢક ગ્રહણ કર્યું છે. (૫૨૮)
ઉપરોક્ત ચાદ ઉપકરણ સિવાય બીજા પણ ઉપકરણે સાધ્વીઓને હોય છે. તે આ પ્રમાણે– उग्गहऽणंतग १ पट्टो २ अड्ढोरुय ३ चलणिया ४ य बोद्धव्वा । अभितर ५ बाहिनियंसणी ६ य तह कंचुए ७ चेव ॥ ५२९ ॥ उक्कच्छिय ८ वेगच्छिय ९ संघाडी १० चेव खंधगरणी ११ य । ओहोवहिमि एए अज्जाणं पन्नवीसं तु ॥ ५३० ॥
૧. અવગ્રહાનંતક, ૨. પટ્ટા, ૩. અલ્પેરુક, ૪. ચલનિકા, ૫. અત્યંતરનિર્વસની, ૬. બહિર્નિર્વસની૭. કંચુક, ૮. ઉપકક્ષિકા, ૯. વૈકક્ષિકા, ૧૦. સંઘાટી અને સ્કંધકરણ -આ સાધવીની ઉપધિના ૨૫ પ્રકાર છે. (પર૯-૫૩૦) અવગ્રહાતક -
अह उग्गहणंतगं नावसंठियं गुज्झदेसरक्खट्ठा । तं तु पमाणेणेकं घणमसिणं देहमासज्ज ॥ ५३१ ॥
ગુહ્યદેશની રક્ષા માટે જાડુ અને કેમળ વસ્ત્રનું નાવડા આકારનું એક અવગ્રહાનંતક શરીરના પ્રમાણે હેય છે.