________________
૨૩૨
રજોહરણનુ પ્રયેાજન –
आयाणे निक्खिवणे ठाणे निसियण तुयट्ट संकोए । पुवि पमज्जणट्ठा लिंगडा चैव रयहरणं ।। ५१४ ॥
હવે કેટલાક ઉપકરણાનાં પ્રયાજનને કહેવાની ઈચ્છાવાળા સૂત્રકાર ભગવંત પ્રથમ રજોહરણનુ પ્રચાજન કહે છે.
લેવું, મૂકવું, ઉભા રહેવું, બેસવું, સુવું, પડખુ' ફેરવવુ, પગ લાંબા કરવા, સંકોચવા વગેરે કરતા સ`પાતિત વગેરે સૂક્ષ્મ જીવાની રક્ષા માટે પહેલા જમીન વગેરે પૂજવા માટે રજોહરણુ રાખવાનું તીકરાએ કહ્યું છે.
પ્રવચનસારાદ્વાર
પ્રથમ પ્રમાયા વગર પાત્રા વગેરેને લેતા અવશ્યમેવ ( મસા-મચ્છર ) થુ વગેરે જીવાના ઘાત થાય છે. રજોહરણથી પ્રમાના કરવાથી તેની રક્ષા થાય છે. તથા આ (રજોહરણ) અરિહંત શાસનની દીક્ષાનું પ્રથમ લિંગ એટલે ચિહ્ન છે. (૫૧૪) મુહપત્તિનું પ્રયાજન :–
संपाइमर रेणू पमज्जणट्ठा वयंति मुहपोतीं ।
नासं मुहं च बंध तीए वसहि पमजंतो ।। ५१५ ॥
હવે મુહપત્તિનું પ્રયાજન કહે છે, ઉડતા માખી મચ્છર વગેરે જીવાની રક્ષા માટે ખેલતી વખતે મુખ પાસે મુહપત્તિ રાખવી જોઇએ. સચિત્ત પૃથ્વીકાયરૂપ રજની પ્રમાર્જના માટે મુહપત્તિનું વિધાન તીર્થંકર ભગવંત વગેરેએ કહેલ છે. તથા વસતિ એટલે ઉપાશ્રયની પ્રમાના કરતી વખતે સાધુ નાક અને મેઢું ઢાંકી દે છે, જેથી માઢામાં ધૂળ વગેરે ન પેસે. (૫૧૫)
પાત્રનુ` પ્રયાજન :–
छक्काय रक्खणड्डा पायग्गहणं जिणेहि पनतं ।
जे य गुणा संभोगे हवंति ते पायगहणेऽवि ॥ ५१६ ॥
હવે પાત્ર ગ્રહણનું પ્રયાજન કહે છે. છ કાયની રક્ષા માટે જિનેશ્વરાએ પાત્ર ગ્રહણ કરવાનું કહ્યું છે. પાત્રા વગરના આહારાર્થી સાધુ ખરડાવાથી કે નીચે દાણા વગેરે પડવાથી છ જીવનિકાયના વિરાધક થાય છે. ગુરુ, પ્લાન (ખિમાર), વૃદ્ધ, ખાલ, ભિક્ષા ફરવામાં અસહિષ્ણુ, રાજપુત્ર, પ્રાથૂ ણુક, અલબ્ધિમાન સાધુ વગેરેને ભિક્ષા આપવી વિગેરે સભાગમાં ( એક માંડલીમાં ભાજન કરવુ) જે ગુણા (લાભ) સિદ્ધાંતમાં કહ્યા છે, તે જ ગુણ્ણા (લાભ) પાત્રા રાખવામાં પણ છે. પાત્રા રાખવાથી ઉપરોક્ત સભાગિકા માટે ભિક્ષા લાવી શકાય. (૫૧૬)
(