________________
૨૩૦
પ્રવચનસારોદ્ધાર
આ પ્રમાણે આગમમાં કહેલ ન હોવાથી તમેને પણ ભગવાનની આજ્ઞા ભંગ કરવાના દેષથી મિથ્યાત્વ લાગશે. તેથી તમારે પણ ગીતાર્થોચરિત અવશ્ય સ્વીકારવું જોઈએ નહીં તે ઘણા દોષને સંભવ છે. (૫૦૮) મુહપત્તિનું પ્રમાણ:
चउरंगुलं विहत्थी एयं मुहणंतगस्स उ पमाण ।
वीओऽवि य आएसो मुहप्पमाणेण निष्फणं ॥ ५०९ ॥ મુહપત્તિનું પ્રમાણ કહે છે. એકતા અને ચાર આંગળ ચોરસ ટુકડો મુહપત્તિનું પ્રમાણ છે. અથવા મતાંતરે મેઢાના પ્રમાણુની મુહપત્તિ રાખવી. એટલે કે વસતિની પ્રમાજના કરતા સાધુની નાસિકા અને મુખમાં ધૂળ પડતી રોકવા માટે તથા સ્થડિલ ભૂમિમાં ત્યાંની દુર્ગધથી નાકમાં મસા ન થાય માટે જેટલા પ્રમાણુના ટુકડા વડે મોઢું ઢંકાય તેટલી મુહપત્તિ રાખે.
મુહપત્તિના ટુકડા ત્રિકેણ કરી બે છેડા પકડી પાછળ ડેક પર ગાંઠવાળી શકાય એટલા પ્રમાણની મુહપત્તિ રાખવી. (૫૦૯) માત્રકનું પ્રમાણ -
जो मागहओ पत्थी सविसेसयरं तु मत्तगपमाणं ।
दोसुवि दव्वग्गहणं वासावासे य अहिगारो ॥ ५१० ॥
જે માગધપ્રસ્થથી કંઈક વિશેષ પ્રમાણુનું માત્રકનું પ્રમાણ છે. એમાં વર્ષાકાળ અને તુબદ્ધકાળમાં ગુર્નાદિ માટે દ્રવ્યગ્રહણને અધિકાર છે.
હવે માત્રકનું પ્રમાણ કહે છે. મગધદેશમાં વપરાતે પ્રસ્થ આ પ્રમાણે છે. બે અસતિની એક પસલી, બે પસલીની એક સેતિકા, ચાર સેતિકાને એક કુલક, ચાર કુલકને એક માગધપ્રસ્થ છે. તે માગધપ્રસ્થાના પ્રમાણથી કંઈક અધિક પ્રમાણુવાળું માત્રનું પ્રમાણ થાય છે. એ માત્રકનું પ્રજન, વર્ષાકાળ અને ઋતુબદ્ધ-એ બંને કાળમાં ગુરુ વગેરેના યોગ્ય દ્રવ્ય ગ્રહણ કરવા માટે છે.
આનો ભાવાર્થ આ પ્રમાણે. જે તે ક્ષેત્રમાં ગુરુ, ગ્લાન, પ્રાણૂક (અતિથિ) વગેરેને યેગ્ય દ્રવ્ય અવશ્ય મળતું હોય, તે વૈયાવચ્ચ કરનાર સંવાટક જ માત્રકમાં તેઓને ગ્ય દ્રવ્ય ગ્રહણ કરે. કારણ કે તેને શું મળશે અથવા શું નહીં મળે ? તે તે કંઈ જણાતું નથી. તથા જે ક્ષેત્ર અથવા કાળમાં આહાર પાણું સ્વાભાવિક સંસક્તપણે મળતા હોય, તે ત્યાં પહેલા માત્રકમાં ગ્રહણ કરે પછી તે સંશોધીને આહાર પાણી બીજા પાત્રમાં નાખે. તથા દુર્લભ ઘી વગેરે દ્રવ્ય લેવા માટે અને અચાનક દાન ગ્રહણ પણ માત્રથી કરે વગેરે માત્રકનું પ્રજન છે. (૧૦)