________________
૪૯. ૫ દર પ્રકારે સિદ્ધ
૨૧૩
જીવ અજીવ આદિ પદાર્થોના સમૂહને પ્રરૂપે છે. તેના આધારે ગણધરો દ્વાદશાંગી રચે છે. તે દ્વાદશાંગીના આધાર ચતુર્વિધ શ્રી સંઘ અથવા ગણધર છે. તે સંઘ અથવા ગણધર ઉત્પન્ન થયા પછી જે મેાક્ષે જાય તે તીથ સિદ્ધ.
૪. રજોહરણ આદિ સાધુલિંગે રહેલા જે સિદ્ધ થાય, તે સ્વલિંગસિદ્ધ.
૫. વલ્કલ અથવા ભગવા વેષધારી પરિવ્રાજક તાપસ વગેરે દ્રવ્યલિંગમાં રહી જે સિદ્ધ થાય, તે અન્યલિંગસિદ્ધ.
ભાવથી સમ્યક્ત્વ વગેરેની પ્રાપ્તિ થયા ખાદ જ અન્યલિંગીઓને કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે અને તે જ વખતે કાળ કરે તેા અન્યલિંગસિદ્ધ જાણવા. જો પેાતાનુ આયુષ્ય લાંબુ જુએ તે તે પણ સાધુલિંગને સ્વીકારે છે.
૬. સ્રીના લિંગે એટલે સ્ત્રી શરીરે સિદ્ધ થાય, તે સ્ત્રીલિંગસિદ્ધ.
તે ત્રણ પ્રકારે છે. ૧. વેદથી એટલે ઇચ્છાથી, ૨. શરીરની રચનાથી અને ૩. પહેરવેશથી. તેમાં અહીં શરીરથી ખનેલ સ્ત્રી ગ્રહણ કરવી પણ વેદ કે નેપથ્થરૂપ (પહેરવેશ ) નહિ. કારણ કે વેદના ઉદયમાં સિદ્ધિના અભાવ છે. અને પહેરવેશ તા અપ્રમાણ છે. માટે સ્ત્રીના શરીરથી સિદ્ધ થાય, તે સ્ત્રીલિંગસિદ્ધ
૭. પુરુષના લિગે એટલે પુરુષના શરીરે જે સિદ્ધ થાય, તે પુરુષલિંગસિદ્ધ.
૮. ગૃહસ્થપણામાં રહ્યા હોય અને સિદ્ધ થાય, તે ગૃહસ્થલિંગસિદ્ધ. જેમ મરૂદેવા માતા વગેરે.
૯. તથા નપુ ંસકલિંગે રહ્યા હોય અને જે સિદ્ધ થાય, તે નપુંસકલિંગસિદ્ધ.
૧૦. તીં ઉત્પન્ન થયું ન હેાય અથવા તીથ વિચ્છેદ થયા હાય, તે તીના અભાવ કહેવાય. તે વખતે જે સિદ્ધ થાય તે અતી સિદ્ધ. તેમાં મરૂદેવા માતા તી ઉત્પન્ન થયા પહેલા સિદ્ધ થયા કેમકે મરૂદેવા માતા સિદ્ધ થયા ત્યારે તી ઉત્પન્ન થયું ન હતું.
સુવિધિનાથસ્વામી વગેરેના આંતરાઓમાં જેતી વિચ્છેદ થયા હતા, તે વખતે જાતિસ્મરણ વગેરે દ્વારા કાઇક મેાક્ષ પ્રાપ્ત કરે, તે અતી સિદ્ધ.
૧૧. અનિત્યાદિભાવના કારણરૂપ કોઈ એક બળદ વગેરેના નિમિત્ત દ્વારા સાચા અર્થાના આધ પામે, તે પ્રત્યેકબુદ્ધ. તે પ્રત્યેકબુદ્ધ થઈ જે સિદ્ધ થાય, તે પ્રત્યેકબુદ્ધસિદ્ધ. ૧૨. એક સમયમાં જે એક જ સિદ્ધ થાય, તે એકસિદ્ધ.
૧૩. એક સમયમાં જે અનેકસિદ્ધ થાય, તે અનેકસિદ્ધ
૧૪. જેએ જાતે જ તત્ત્વને જાણી ખાધ પામ્યા તે સ્વયંબુદ્ધ, તે સ્વયં બુદ્ધ થઈ જે સિદ્ધ થાય, તે સ્વયં બુદ્ધસિદ્ધ.
૧૫. બુદ્ધ એટલે આચાર્યા. તેમના વડે જે બેાધ પામી સિદ્ધ થાય તે બુદ્ધબાધિતસિદ્ધ. (આચાર્ય ના ઉપલક્ષણથી ઉપાધ્યાય મુનિ વગેરે ગુરુ ભગવંતા પણ સમજી લેવા. )