________________
મંગલાચરણ -
- કારણ કે સંબંધ બે પ્રકારે છે. (૧) તાદાભ્યરૂપ અને (૨) તદુત્પત્તિરૂપ. તેમાં શબ્દ અને અર્થનો તાદાભ્યરૂપ સંબંધ ઘટતો નથી. તાદામ્ય સંબંધે શબ્દ એ જ અર્થ છે અને અર્થ એ જ શબ્દરૂપે થાય છે. આ સંબધાનુસારે લાડુ શબ્દ બોલવાથી મેટું લાડુ વડે ભરાવું જોઈએ અને છરી શબ્દ બલવાથી મોટું કપાવું જોઈએ. પરંતુ તે પ્રમાણે બનતું ન હોવાથી શબ્દ અને અર્થને તાદામ્ય સંબંધ ઘટતો નથી.
એ પ્રમાણે તદુત્પત્તિરૂપ સંબંધ પણ બેસતું નથી. શબ્દથી અર્થ ઉત્પન્ન થાય છે કે અર્થથી શબ્દ ઉત્પન્ન થાય છે તેમાં શબ્દથી અર્થ (પદાર્થ ) ઉત્પન્ન થતો નથી. કેમકે ઘડા વિગેરે અર્થ (પદાર્થ) માટીમાંથી ઉત્પન્ન થતા દેખાય છે. જે શબ્દમાંથી ઘડા વિગેરે પદાર્થ ઉત્પન્ન થતા હેત, તે કુંભાર માટી ખુંદવા આદિનું કષ્ટ ન લે. " અર્થ (પદાર્થ)થી શબ્દની ઉત્પત્તિ પણ દેખાતી નથી, પણ પુરુષના પ્રયત્નપૂર્વક તાળવું, હેઠ. દાંત વિગેરેથી શબ્દોત્પત્તિ દેખાય છે. માટે શબ્દ–અર્થને તાદાઓ કે તદુત્પત્તિરૂપ બંનેમાંથી એકપણ સંબંધ બેસતો ન હોવાથી આદિ વાક્યરૂપ અભિધેયાદિ નિરર્થક થાય છે. : ઉત્તરપક્ષ –તવને નહિ જાણતા એવા તમે ગળું શેષવારૂપ કષ્ટ અનુભવવાથી આત્માને નિરર્થક કર્થના કરી છે. કારણ કે અમે શબ્દનો કે અર્થનો તાદાભ્ય કે તદુત્પત્તિરૂપ સંબંધ માનતા નથી. પરંતુ સર્વવિદ્દવમાન્ય વાચવાચક ભાવ રૂપ જ સંબંધ માનીએ છીએ તેમાં કેઈ પણ વિરોધ આવતું નથી. જે શબ્દની પ્રમાણતા ન સ્વીકારાય તે શબ્દ પ્રમાણુમૂલક સમસ્ત વ્યવહારનો નાશ થાય છે. કહ્યું છે કે-
' ' જે જ્ઞાનમાં લૌકિક વ્યવહાર ન રહે તે જ્ઞાન પણ વ્યાહનું કારણે થાય છે, અહિં ઘણું કહેવાનું છે પણ ગ્રંથ વિસ્તારના ભયથી કહેતા નથી...
અવસર્પિણી કાળરૂપ યુગમાં પ્રથમ તથા રાગ-દ્વેષરૂપ દુર્જય શત્રુને જીતનાર હોવાથી જિન, એવા યુગાદિજિન શ્રી કષભદેવસ્વામીને નમીને, વિશેષ્ય ન કહેવાયું હોય તે પણ પ્રૌઢ વિશેષણથી વિશેષ્યનું જ્ઞાન થાય છે. જેમકે “નૈતાનમનો વિત્તકારઃ વફરિત ચે જમપિ નિર્મઢમદ્વિતીય” આ વાક્યમાં દાઝતાનમનઃ વિતાવાર એ સમર્થ વિશેષણથી “ગીઓ એ વિશેષ્ય ન કહેવાયેલ હોવા છતાં પણ જણાઈ આવે છે, તેમ અહિં પણ ગુનાઝિન વિશેષણથી ઋષભદેવ એ વિશેષ્ય જણાઈ આવે છે. છે , પોતાના નિર્મલ ગુણ-સમૂહના મહિમાથી સિદ્ધિગમન જવાને ગ્ય એવા ભવ્ય -જીના જ્ઞાન માટે દ્વાદશાંગીરૂપ પ્રવચનના સારભૂત કેટલાક મુખ્ય પદાર્થોના ઉદ્ધારરૂપ પ્રવચન સારોદ્ધાર નામનો ગ્રંથ ગુરુપદેશાનુસાર: સંક્ષેપમાં, કહીશ.”