________________
૩૬. તીવિચ્છેદ
पुरिमंतिमअट्ठद्वंतरेसु तित्थस्स नत्थि वोच्छेओ । मझिल्लएसु सत्सु एत्तियकालं तु वुच्छेओ ।।४३०|| चभागं च भागो तिन्नि य चउभाग पलियचउभागो । तिण्णेव य चउभागा चउत्थभागो य चउभागो ॥ ४३१ ॥
પહેલા આઠ આંતરામાં તથા છેલ્લા આઠ આંતરામાં તીથ વિચ્છેદ નથી. પણ વચ્ચેના સાત આંતરામાં આગળ કહ્યા પ્રમાણે તી'વિચ્છેદ છે.
જેમ ચાર આંગળના ત્રણ આંતરા હોય છે. તેમ ચાવીસ તીર્થંકરની વચ્ચે ત્રેવીસ આંતરા હેાય છે. તેમાં પહેલા ઋષભદેવથી લઈ નવમા સુવિધિનાથ સુધીમાં આઠ આંતરા થાય છે. તેમાં તથા શાંતિનાથ અને મહાવીરસ્વામી વચ્ચે આઠ આંતરા થાય છે. તેમાં ચાર પ્રકારના શ્રમણસ ઘરૂપ તીના વિચ્છેદ થયા નથી.
વચ્ચેના સુવિધિનાથ અને શાંતિનાથના સાત આંતરામાં આગળ ઉપર કહેવાશે તે પ્રમાણેના તાવિચ્છેદ જાણવા.
સુવિધિનાથ અને શીતલનાથ વચ્ચે એક પલ્યાપમના ચાર ભાગ કરીએ, તેમાંના ચાથા એક ભાગ પ્રમાણ એટલે (પા) પલ્યેાપમ કાળ સુધી તીવિચ્છેદ થયા. એટલે અરિહંતના ધર્મની વાત પણ નાશ પામી જાય.
શીતલનાથ અને શ્રેયાંસનાથ વચ્ચે પલ્લે પમના ચેાથા ભાગ એટલે (પા) પચેાપમ તીથ વિચ્છેદ. શ્રેયાંસનાથ અને વાસુપૂજ્યસ્વામી વચ્ચે હૈં (પેાણા) પલ્યાપમ. વાસુપૂજ્ય સ્વામી અને વિમલનાથ વચ્ચે (પા) પડ્યેાપમ. વિમલનાથ અને અનંતનાથવચ્ચે રૃ (પેાણા) પલ્યાપમ. અનંતનાથ અને ધર્મનાથ વચ્ચે અે (પા) પચેાપમ. ધર્માંનાથ અને શાન્તિનાથ વચ્ચે ” (પા) પચેાપમ તીર્થં વિચ્છેદ. આ પ્રમાણે સાતે આંતરાના કાળ ભેગા કરતાં ૨ (પાણા ત્રણ) પલ્યાપમ કાળ થાય. (૪૩૦–૪૩૧)
૩૭. દેશ આશાતના
तंबोल १ पाण २ भोयण ३ पाणह ४ थी भोग ५ सुयण ६ निदुवणे ७ । ८ चारं ९ जूयं १० वज्जे जिणमंदिरस्संतो ॥ ४३२ ॥
[ સંોષ ત્ર. ૨/૮૭] (૧) ત`બેલ ( મુખવાસ ), (૨) પાણી, (૩) ભાજન, (૪) પગરખા, (૫) સ્ત્રીભેાગ, (૬) શયન, (૭) થુંકવુ., (૮) લઘુનીતિ, (૯) વડીનીતિ, (૧૦) જુગાર રમવા. આ ક્રિયાએ તીથ કરની આશાતનારૂપ હોવાથી વિવેકીએ દેરાસરમાં ત્યાગ કરવા. (૪૩૨)