________________
૧૮૨
પ્રવચનસારોદ્ધાર પૂર્વ, ૮, ચંદ્રપ્રભનુ દશલાખ (૧૦,૦૦,૦૦૦) પૂર્વ, ૯. સુવિધિનાથનું બે લાખ (૨,૦૦,૦૦૦) પૂર્વ, ૧૦. શીતલનાથનું એક લાખ (૧,૦૦,૦૦૦) પૂર્વ, ૧૧. શ્રેયાંસનાથનું ચોર્યાસી લાખ (૮૪,૦૦૦૦૦) વર્ષ, ૧૨. વાસુપૂજ્ય
સ્વામીનું બહેતેર લાખ (૭૨,૦૦,૦૦૦) વર્ષ, ૧૩. વિમલનાથનું સાઈઠ લાખ (૬૦,૦૦,૦૦૦) વર્ષ, ૧૪, અનંતનાથનું ત્રીસ લાખ (૩૦,૦૦,૦૦૦) વર્ષ, ૧૫. ધમનાથનું દશ લાખ (૧૦,૦૦,૦૦૦) વર્ષ, ૧૬. શાતિનાથનું એક લાખ (૧,૦૦,૦૦૦) વર્ષ, ૧૭. કુંથુનાથનું પંચાણું હજાર (૯૫,૦૦૦) વર્ષ, ૧૮. અરનાથનું ચોર્યાસી હજાર (૮૪,૦૦૦) વર્ષ, ૧૯. મલિનાથનું પંચાવન હજાર (૫૫,૦૦૦) વર્ષ, ૨૦, મુનિસુવ્રતસ્વામિનું ત્રીશ હજાર (૩૦,૦૦૦) વર્ષ, ૨૧. નમિનાથનું દશ હજાર (૧૦,૦૦૦) વર્ષ ૨૨. નેમનાથનું એક હજાર (૧૦૦૦) વર્ષ, ૨૩, પાર્શ્વનાથનું ૧૦૦ વર્ષ, ૨૪, મહાવીરસ્વામી ૭ર વર્ષ, (૩૮૫-૩૮૭)
૩૩. નિર્વાણુ સમયે પરિવાર, एगो भगवं वीरो तेत्तीसाए सह निव्वुओ पासो । छत्तीसेहिं पंचहि सएहिं नेमी उ सिद्धिगओ ॥३८८॥ पंचहि समणसएहिं मल्ली संती उ नवसएहिं तु । अट्ठसएणं धम्मो सएहि छहि वासुपुज्जजिणो ॥३८९॥ सत्तसहस्साणतइजिणस्स विमलस्स छस्सहस्साई । पंच सयाई सुपासे पउमाभे तिण्णि अट्ठसया ॥३९०॥ दसहिं सहस्सेहिं उसहो सेसा उ सहस्सपरिवुडा सिद्धा । तित्थयरा उ दुवालस परिनिट्ठियअट्टकम्मभरा ॥३९१॥
મહાવીરસ્વામી એકાકી નિર્વાણ પામ્યા, પાર્શ્વનાથ ૩૩ સાધુ સાથે, નેમનાથ ૫૩૬ સાથે, મલ્લિનાથ ૫૦૦ સાધુ સાથે, શાન્તિનાથ ૯૦૦ સાધુઓ સાથે, ઘર્મનાથ ૧૦૮ સાથે, વાસુપૂજ્ય ૧૦૦ સાથે, અનંતનાથ ૭૦૦૦ સાથે, વિમલનાથ ૬૦૦૦ સાથે, સુપાર્શ્વનાથ ૫૦૦ સાથે, પદ્મપ્રભુ ૩૦૮ સાથે મતાંતરે ૮૦૩, તત્વ તુ કેવલિ ગમ્યમ્ તથા ઋષભદેવ ભગવાન દશ હજાર સાથે પરમ આનંદરૂપી લક્ષ્મીને ભેટયા. બાકીના અજિત, સંભવ અભિનંદન, સુમતિ, ચંદ્રપ્રભુ, સુવિધિ, શીતલ, શ્રેયાંસ, કુંથુનાથ, અરજિન, મુનિસુવ્રતસ્વામી અને નમિનાથ. આ બાર તીર્થકરે દરેક–૧–૧ હજારના પરિવાર સાથે આઠ કર્મને ક્ષય કરી મોક્ષમાં ગયા. (૩૮૮-૩૯૧)