________________
૧૬૪
પ્રવચનસારોદ્ધાર પ્રશ્ન મહાવિદેહક્ષેત્રની વિજેમાં ચારથી અધિક તીર્થકરના જન્મનો સંભવ હેવા છતાં ઉત્કૃષ્ટથી વીસ જ કેમ કહે છે?
ઉત્તર –મેરૂ પર્વતના પાંડુકવનમાં ચૂલિકાની પૂર્વ વગેરે ચારે દિશામાં ચાર જન જાડી અને પાંચસે યેાજન લાંબી, વચ્ચે અઢીસે જન પહોળી, અર્ધ ચંદ્રાકાર શ્વેત સુવર્ણમય, ચાર અભિષેક શિલાઓ છે.
ચૂલિકાના પૂર્વ દિશામાં રહેલા પાંડુકંબલા શિલાપર તીર્થકરના અભિષેક માટે એક ઉત્તરમાં અને એક દક્ષિણમાં બે સિંહાસને છે. તેમાં સીતા મહાનદીની ઉત્તરમાં રહેલ કચ્છ વગેરે વિજયે માં જે તીર્થકર જન્મે, તેમને ઉત્તર દિશાના સિંહાસન પર ઈન્દ્રો અભિષેક કરે. સીતા મહાનદીના દક્ષિણ ભાગમાં રહેલ મંગલાવતી વગેરે વિજયમાં ઉત્પન્ન થયેલા તીર્થકરોને દક્ષિણ દિશાના સિંહાસન પર ઈન્દ્રો અભિષેક કરે છે.
ચૂલિકાના પશ્ચિમ દિશામાં રક્ત-કંબલા નામની શિલાપર એક ઉત્તરમાં અને એક દક્ષિણમાં બે સિંહાસને છે. તેની ઉપર સીતાદા મહાનદીની ઉત્તરમાં રહેલા ગંધિલાવતી વગેરે વિજમાં જે તીર્થકર ઉત્પન્ન થાય, તેને ઉત્તર દિશાના સિંહાસન પર ઈન્દ્રો અભિષેક કરે છે. જે તીર્થકરો સદા મહાનદીની દક્ષિણ બાજુએ પવા વગેરે વિજેમાં ઉત્પન્ન થાય, તેને દક્ષિણ દિશાના સિંહાસન પર દેવેન્દ્રો અભિષેક કરે છે.
ચૂલિકાની દક્ષિણ દિશામાં રહેલ અતિપાંડુકંબલા નામની શિલા પર ભરતક્ષેત્રમાં ઉત્પન્ન થયેલ તીર્થકરને અભિષેક થાય છે અને ઉત્તર દિશામાં રહેલ અતિરક્તકંબલા નામની શિલા પર ઐરાવત ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલ તીર્થકરોને અભિષેક થાય છે.
દરેક સિંહાસને સર્વ રત્નમય અને પાંચસો ધનુષ્ય લાંબા, પહેળા અને અઢીસે ધનુષ્ય જાડા છે. તેથી આ અભિષેક સિહાસને વધુ ન હોવાથી દરેક વિદેહમાં ચારથી અધિક તીર્થકરને એકી સાથે જન્મને અભાવ છે. જઘન્યથી એકી સાથે દશ તીર્થકરે ઉત્પન્ન થાય છે. પાંચ ભારતમાં પાંચ અને પાંચ ઐરવતમાં પાંચ. એમ દશ તીર્થકરોને જન્મ હોય છે. ભરત, ઐરાવતના જિનેના જન્મ વખતે મહાવિદેહક્ષેત્રમાં દિવસ હોવાથી અધિક ઉત્પત્તિનો અભાવ છે. (૩૨૭)