________________
૭. તીર્થકરના નામ:
૧૫૫ ૧. ઋષભદેવ, ૨. અજિતનાથ, ૩. સંભવનાથ, ૪. અભિનંદન સ્વામી, પ. સુમતિનાથ, ૬. પદ્મપ્રભુ, ૭. સુપાર્શ્વનાથ, ૮. ચંદ્રપ્રભુ, ૯ સુવિધિનાથ, ૧૦. શીતલનાથ, ૧૧. શ્રેયાંસનાથ, ૧૨. વાસુપૂજ્ય સ્વામી, ૧૩. વિમલનાથ, ૧૪. અનંતનાથ, ૧૫. ધર્મનાથ, ૧૬. શાન્તિનાથ, ૧૭. કુંથુનાથ, ૧૮. અરનાથ, ૧૯ મલ્લિનાથ, ૨૦. મુનિસુવ્રતસ્વામી, ૨૧. નમિનાથ, ૨૨. નેમનાથ, ૨૩. પાર્શ્વનાથ, ૨૪. મહાવીરસ્વામી. આ પ્રમાણે ભારતક્ષેત્રમાં વર્તમાન વીશીમાં થયેલ જિનેશ્વરને હું વંદન કરું છું. (૨૯૧-૨૯૨) ભરતક્ષેત્રની ભાવિ ચોવીશી:जिणपउमनाह १ सिरिसुरदेव २ सुपासं ३ सिरिसयंपभयं ४ । सव्वाणुभूइ ५ देवसुय ६ उदय ७ पेढाल ८ मभिवंदे ॥२९३॥ पोट्टिल ९ सयकित्तिजिणं १० मुणिसुव्वय ११ अमम १२ निक्कसायं च १३। जिणनिप्पुलाय १४ सिरिनिममत्तं १५ जिणचित्तगुत्तं १६ च ॥ २९४ ॥ पणमामि समाहिजिणं १७ संवरय १८ जसोहरं १९ विजय २० मल्लिं २१ । देवजिण २२ ऽणंतविरियं २३ भद्दजिणं २४ भाविभरहंमि ॥ २९५ ॥
૧. પદ્મનાભસ્વામી, ૨. શ્રી સુરદેવ, ૩. શ્રી સુપાર્શ્વ, ૪. શ્રી સ્વયંપ્રભ, પ. સર્વાનુભૂતિ, ૬. દેવકૃત, ૭. ઉદય, ૮. પેઢાલ, ૯. પિટ્ટિલ, ૧૦. શતકીર્તિ, ૧૧. મુનિસુવ્રત, ૧૨. અમમ, ૧૩. નિષ્કષાય, ૧૪. નિપુલાક, ૧૫. નિર્મમ, ૧૬. ચિત્રગુપ્ત, ૧૭. સમાધિ, ૧૮. સંવર, ૧૯. યશોધર, ૨૦. વિજય, ૨૧. મલ્લિ, ૨૨. દેવ, ૨૩. અનંતવીર્ય, ૨૪. ભદ્રજિન, અન્ય મતે ભદ્રકૃત. આ પ્રમાણે ભરતક્ષેત્રનાં ભાવિ ચોવીશીમાં થનારા જિનેશ્વરોને હું વંદન કરું છું.
સમવાયાંગના મતે ભરતક્ષેત્રની ભાવિ ચોવીશી – સમવાયાંગ સૂત્રમાં ભાવિ ચોવીશીના નામો આ પ્રમાણે છે.
૧. મહાપ, ૨. સુરાદેવ, ૩. સુપાર્શ્વ, ૪. સ્વયંપ્રભ, પ. સર્વાનુભૂતિ, ૬. દેવગુપ્ત, ૭. ઉદય, ૮. પેઢાલપુત્ર, ૯. પિટ્ટિલ, ૧૦. શતક, ૧૧. મુનિસુવ્રત, ૧૨, સર્વભાવવિદ્દ, ૧૩. અમમ, ૧૪. નિષ્કષાય, ૧૫. નિપ્પલક, ૧૬. નિર્મમ, ૧૭. ચિત્રગુપ્ત, ૧૮. સમાધિ, ૧૯ સંવર, ૨૦. અનિવૃત્તિ, ૨૧. વિપાક, ૨૨. વિમલ, ૨૩. દેત્પાત, ૨૪. અનંતવિજય
આ પ્રમાણે આગળ પણ જ્યાં સમવાયાંગસૂત્રો સાથે વિસંવાદ જણાય ત્યાં મતાંતર સમજી લેવું. (૨૯૩–૨૫) ઐરાવતક્ષેત્રની વર્તમાન વીશી :
बालचदं १ सिरिसिचयं २ अग्गिसेणं ३ च नंदिसेणं ४ च । सिरिदत्तं ५ च वयधरं ६ सोमचंद ७ जिणदीहसेणं च ८ ॥ २९६ ॥