________________
૬. ગૃહસ્થના પ્રતિકમણના ૧૨૪ અતિચારઃ
૧૫૩ કરવાનું છે. આ લેવાનું છે. આ આપવાનું છે-આવું વિચારે તે અતિચાર લગાડે છે. એમ આ પાંચ અતિચારો પૌષધવ્રતના છે. (૨૮૫) ૬. બારમા વ્રતનાં અતિચાર -
सच्चित्ते निक्खिवणं १ सचित्तपिहणं च २ अन्नववएसो ३ । मच्छरइयं च ४ कालाईयं ५ दोसाऽतिहिविभाए ॥ २८६ ॥
સચિત્ત પર નિક્ષેપ, સચિત્ત-વિધાન અન્ય વ્યપદેશ, માત્સર્ય, કાલાતિકમ-એ અતિથિસંવિભાગ વતના અતિચારો છે.
૧. સચિત્ત-સાધુને આપવા ગ્ય ભેજનાદિને ન આપવાની બુદ્ધિથી સચિત્ત પૃથ્વી– સચિત્ત પાણીને ઘડો, અગ્નિના ચુલા અથવા અનાજ ઉપર મૂકે તે સચિત્ત નિક્ષેપ નામનો અતિચાર. તુચ્છ બુદ્ધિથી વિચારે કે મેં નિયમ ગ્રહણ કરેલ હોવાથી મારે સાધુ ભગવંતોને અવશ્ય આપવું જોઈએ અને આ મુનિ ભગવંતે સચિત્ત ઉપર મૂકેલું હોય, તે તે ગ્રહણ કરશે નહીં. જેથી મારે નિયમ પણ સચવાશે અને ભેજનાદિ ચીજો પણ સુરક્ષિત રહેશે. –આ પ્રમાણે કરવાથી સચિત્ત-નિક્ષેપ નામે અતિચાર લાગે.
૨. સચિત્ત–પિધાન એટલે સચિત્ત ચીજથી વસ્તુને ઢાંકવી. સચિત્ત-સૂરણ, કંદ, પાંદડા, ફૂલ, ફળ વગેરેથી ઉપરોક્ત બુદ્ધિથી સાધુને આપવા લાયક ચીજને ઢાંકવું તે.
૩. અન્ય વ્યપદેશ. અન્ય એટલે બીજાના નામે વસ્તુ કહેવી તે આ સાકર, ગોળ, ખાંડ, ઘેબર વગેરે યજ્ઞદત્તની છે. મારી નથી–એમ નહીં આપવાની બુદ્ધિથી સાધુને સંભળાવવાપૂર્વક આગળ મૂકે. કેમકે સાધુ સ્વામિ વડે અનુજ્ઞા (રજા) નહીં અપાયેલું ગ્રહણ કરે નહીં. સાધુને આપવાને નિયમ પણ વિનંતી કરવાથી ભાંગે નહિ અને સાકર વગેરે ચીજોની રક્ષા થાય.
૪. મત્સર એટલે ગુસ્સે. તે જેનામાં હેય, તે મત્સરી (ઈર્ષાલુ). તેને જે ભાવ તે માત્સર્ય. તે માત્સર્ય પૂર્વક આપીને વ્રતને દૂષિત કરે છે. તાત્પર્યાર્થ એ છે કે, કઈ માંગે તે ગુસ્સે થાય. ચીજ હોય છતાં પણ આપે નહીં અથવા સાધુએ યાચના કરવા છતાં આ ભિખારી જેવાએ સાધુને એટલું આપ્યું. તે શું હું એનાથી કમ છું? એ પ્રમાણે બીજાના ગુણને ન સહન કરતો આપે, તો તેને આ ચે અતિચાર લાગે.
૫. કાલાતિક્રમ-સાધુને ગોચરીને ચોગ્ય સમય, તે કાલ. તે કાળ વીતી જવો તે કાલાતિક્રમ. સાધુને ન આપવાની ઈચ્છાથી ગોચરીના ટાઈમ પહેલા કે ગેચરીના સમય પછી જે આમંત્રણ આપે, તે કાલાતીત કહેવાય. તે આ પ્રમાણે, સાધુનો જે ગોચરીને સમય હોય, તે સમયને ઉલ્લંઘીને પહેલા અથવા જમ્યા પછી આમંત્રણ આપે, તે અતિથિસંવિભાગ વ્રતને અતિચાર થાય છે. આ દોષ અતિથિસંવિભાગ વ્રતના છે. (૨૮૬.)