________________
૧૪૮
પ્રવચન સારોદ્ધાર
લાગે. અથવા જે દળાયેલ લેટ વગેરેનાં અપવ કણીયા વગેરેમાં સચિત્ત અવયવને સંભવ હોવાથી તેને અચિત્તરૂપે જે આહાર કરાય, તે સંમિશ્રઆહાર. વ્રતની સાપેક્ષતા હોવાથી અતિચાર લાગે. અભિષવ એટલે અનેક ચીજો મેળવવાથી ઉત્પન્ન થયેલ દારૂ, કાંજી, માંસનાં પ્રકાર, ખાંડ, મધ વગેરે તથા ઝરતા ઝાડનાં દ્રવ (રસ) નો ઉપગ તે અભિષવ. આ પણ સાવદ્યાહારનો ત્યાગીને અનાભોગ કે અતિક્રમ વગેરેથી અતિચાર લાગે. (૨૮૧) આઠમા વ્રતના અતિચાર :
कुक्कुइयं मोहरियं भोगुवभोगाइरेग कंदप्पा ।
जुत्ताहिगरणमेए अइयाराऽणत्थदंडवए ॥ २८२ ॥ કૌક, મૌખિરક, ભેગપભેગાતિરેક, કાંદપિંક, યુક્તાધિકરણ–આ અનર્થદંડનાં અતિચારે છે.
૧. "કુત્સિતપણે ભ્રમર, આંખ, હોઠ, નાક, હાથ, પગ, મેઢાનાં વિકારથી કુચેષ કરે તે કુકુચ કહેવાય, તેને ભાવ કૌટુણ્ય કહેવાય. અથવા ભાંડની જેમ અનેક પ્રકારનાં સંકોચન વગેરે વિકારો કરવા તે કૌત્કચ્ય.
અહિં જે ક્રિયાથી બીજા હસે અને પોતાની લઘુતા થાય તેવા પ્રકારનું બોલવું કે વર્તવું ન કલ્પ. પ્રમાદથી તેવું આચરણ કરે તે અતિચાર.
૨. વિચાર્યા વગર બેલનારે વાચાળ તે મુખર કહેવાય તેનો ભાવ તે મૌખર્ય. વિવેક વગર અસંબદ્ધ ઘણું ઘણું બકબક કરે તેમાં પાપોપદેશનો સંભવ હોવાથી અતિચાર.
૩. એકવાર જે વપરાય તે ભોગ. જેમકે આહાર, ફૂલની માળા, વગેરે. જે વારંવાર ભગવાય તે ઉપભેગ. જેમકે વસ્ત્ર, સ્ત્રી, વગેરે તે ભોગપભેગમાં અતિરેક એટલે વધુ પડતો વપરાશ કરવો, તે ભેગો ભેગાતિરેક નામને અતિચાર છે.
અહિં સ્નાન, ભજન, પાણી, કુમકુમ, ચંદન, કસ્તૂરી, વસ્ત્ર, આભૂષણ વિગેરેની અધિકતાપૂર્વક જે વાપરવું, તે અનર્થદંડ. અહિં આ પ્રમાણે સામાચારી છે. જો વધુ પડતા તેલ, આમળા, વગેરે લઈ તળાવે નાહવા જાય તે તે તેલ આમળાની લોલુપતાથી ઘણું લોકે તળાવે આવે તેથી પોરા વગેરે અપૂકાય જીવોની વધુ વિરાધના થાય તે શ્રાવકને ન કપે. તેથી સ્નાન બને ત્યાં સુધી ઘરે જ કરવું. ઘેર ન થઈ શકે એમ હોય, તે તેલ આમળા વગેરે ઘરે જ માથા પર ઘસી તેને દૂર કરી તળાવ વગેરેનાં કાંઠે બેસી બાથી સ્નાન કરે. જે કુલે વગેરેમાં પણ જીવ હોય, તો તે પણ છોડી દે. આ પ્રમાણે બધા વિષયમાં સમજવું.
૪. કંદર્પ એટલે કામ. તેના કારણરૂપ અથવા કામપ્રધાન જે વચન પ્રયાગ કરવો તે કંદર્પ કહેવાય. શ્રાવકે તેવું ન બોલવું કે જેથી પિતાને કે બીજાને મેહને ઉદય થાય.
૧. #દ કત્સા અર્થમાં નિપાત છે.