________________
૬. ગૃહસ્થના પ્રતિક્રમણના ૧૨૪ અતિચાર :
૧૩૯ હવાથી ભંગ-અભંગરૂપ અતિચાર છે. ઉપલક્ષણથી માયાપ્રધાન શાસ્ત્રાધ્યાપન કરાવવું તે પણ અતિચાર છે. આ પ્રમાણે સ્થૂલ મૃષાવાદવિરમણ વ્રતરૂપ બીજા વ્રતનાં અતિચાર છે. (૨૭૫) ત્રીજા વ્રતનાં અતિચાર -
___चोराणीयं १ चोरप्पयोगजं २ कूडमाणतुलकरणं ३ ।
रिउरजव्यवहारो ४ सरिसजुई ५ तइयवयदोसा ॥ २७६ ॥ ચોરે લાવેલું લેવું, ચેરને સાધન આપવા, ખોટા માપ, તેલ, શત્રુરાજા સાથે વ્યવહાર, ભેળસેળ કરવું, આ ત્રીજા વ્રતનાં દે છે.
૧. ચાર વડે લવાયેલું સોનું-વસ્ત્ર વગેરે વસ્તુને મૂલ્યથી કે વિના મૂલ્ય લેવી તે ચિરાનિત આદાન કહેવાય.
ચેરે લાવેલ ચીજને મૂલ્યથી કે વિના મૂલ્ય ખાનગીમાં લે, તે ચાર જ કહેવાય છે. માટે તે ચોરી કરવાથી વ્રતભંગ થાય છે.
હું તે વેપાર જ કરું છું, સાક્ષાત્ ચેરી કયાં કરૂં ? એવા અધ્યવસાયથી વ્રત સાપેક્ષતાનાં કારણે ભંગ નથી માટે ભંગાભંગરૂપ અતિચાર છે.
૨. ચોરેને ચેરીના કામમાં પ્રેરવા તે ચોર પ્રયોગ. જેમકે તમે ચોરી કરો એ પ્રમાણે ચેરીમાં પ્રેરણું કરે અથવા ચેરેને ચેરી માટે ચેરીનાં સાધનો કુશિકા, કાતર, ધઘર, છીણી વગેરે આપવા અથવા વેચવા તે પ્રયોગ કહેવાય. તેથી ચોર પ્રયોગ અતિચાર છે.
અહિં ચોરી કરૂં નહિ. કરાવું નહિ. એ વ્રતધારકને ચારપ્રયાગથી વ્રત ભંગ જ થાય છે. છતાં પણ કેમ હમણાં તમે બેઠા છે? જે તમારી પાસે ભેજન વગેરે ન હોય, તે હું આપીશ. લેનાર ન હોય તો તમારો રેલો માલ હું વેચી આપીશ. આવા વચન વડે ચેરે ને ચેરીમાં પ્રેરણા કરે અને પોતે ચેરીને ત્યાગ કરતો હોવાથી વ્રતની સાપેક્ષતાનાં કારણે અતિચાર.
૩. જેના વડે મપાય તે માન (મા૫). જેમ કુડવ, પલ, હાથ વગેરે (કિલે, ગ્રામ, લિટર, મિટર) તુલા એટલે ત્રાજવું જે પ્રસિદ્ધ છે. બેટા તોલ માપ વડે વધારે લેવું અને ઓછું આપવું તે ફૂટતોલ-માનમાપ કહેવાય.
૪. દુશ્મનનાં રાજ્યમાં કે સૈન્યમાં વ્યવસ્થાને ઉલંઘી જે વ્યવહાર કરવો તે વિરૂદ્ધ રાજ્યાતિક્રમ. અહિં પિતાના રાજાની રજા વિના પ્રવેશ કરવો તે. વિરૂદ્ધ રાજ્ય વ્યવહાર કરતા હોવાથી અને ચારીને દંડ થતું હોવાથી વ્રતધારી માટે અદત્તાદાન
અR પદ અધ્યાહારથી સમજી લેવું,