________________
૧૩૪
પ્રવચનસારોદ્ધાર
બે પ્રકારની હોવી જોઈએ. આ પ્રમાણે વિચારે. પરંતુ આ પ્રમાણે ન વિચારે કે “આ તપ ક્રિયા વગેરેમાં ફળ તે પૂર્વનાં મહાપુરુષોએ કહેલ માર્ગ પ્રમાણે કરવાથી ઘટી શકે છે. ધૈર્ય, સંઘયણ રહિત અમારા જેવાને શાસ્ત્રોક્ત ફળ ક્યાંથી હોય? આ વિચિકિત્સા પણ ભગવાનનાં વચન પર અવિશ્વાસરૂપ હોવાથી સમ્યક્ત્વને દૂષિત કરતી હોવાથી અતિચારરૂપ છે.
આ વિચિકિત્સા અને શંકામાં કોઈ ભેદ જણાતું નથી એમ ન કહેવું. કેમકે શંકા સમસ્ત દ્રવ્ય, ગુણ, પર્યાય પદાર્થ વિષયક છે. અને આ વિચિકિત્સા કિયાનાં ફળ વિષયક છે. એમ શંકા અને વિચિકિત્સામાં ભેદ છે. અથવા આ પણ શંકા રૂપે ગણીએ તો વિચિકિત્સાની બીજી રીતે પણ વ્યાખ્યા થાય છે.
વિચિકિત્સા એટલે નિદા. તે આચાર સંપન્ન સાધુ વિષયક સમજવી. જેમાં સ્નાન ન કરવાથી પરસેવાથી ભીંજાયેલ મેલનાં કારણે દુર્ગધી શરીરવાળા આ મહાત્માઓ જે અચિત્ત પાણીથી સ્નાન કરે, તે શું દેષ લાગે? આવા પ્રકારની વિચિકિત્સા કરવાથી ભગવાનનાં (સંયમ) ધર્મમાં અવિશ્વાસ થાય છે. તેથી સમ્યક્ત્વને દૂષણ લાગે છે.
૪. અન્ય તીર્થિક (ધર્મા) પ્રશંસા –બૌદ્ધ, ભૌતિક વગેરેની પ્રશંસા કે “અહો આ લેક કેવા રાજપૂજ્ય છે કે કેવા લોકમાન્ય છે. કેવા અદૂષિત વિદ્વત્તા વિગેરે ગુણ સમૃદ્ધિવાળા છે.” વગેરે તેમની પ્રશંસા કરવાથી અચિંત્ય ચિંતામણું સમાન સમકિત દૂષિત થાય છે. માટે અતિચાર લાગે.
પ. પરતીર્થિકોપસેવન:-પરધર્મીઓની સાથે એક જગ્યાએ રહેવાથી, પરસ્પર વાર્તાલાપ કરવાથી પરિચય થાય છે. તે પરિચય સમકિતને દૂષિત કરે છે. માટે તે અતિચાર.
એક જગ્યાએ સાથે રહેવાથી તેમની ક્રિયા જેવાથી કે સાંભળવાથી દઢ સમકિતીને પણ સમ્યકત્વ ભાવમાં હીનતા સંભવે છે. તે પછી મંદબુદ્ધિવાળા તથા નવા ધર્મ પામેલાની તે શી વાત કરવી ?
પ્રશ્ન-દર્શનાચારનું પ્રતિપાદન કરતી વખતે તેના વિપક્ષરૂપે દર્શનનાં આઠ. અતિચારેનું પ્રતિપાદન થયું છે. તેમાં પણ શંકા, કાંક્ષા, વિચિકિત્સા કહેલ છે અને તે જ શંકા, કાંક્ષા વિગેરેનું પ્રતિપાદન અહિં પણ કરાય, તે પુનરૂક્તતાનો દોષ ન લાગે?
ઉત્તર-ત્યાં દર્શનાચાર નિશંકપણું વગેરેનાં અભાવમાં અતિચાર રૂપ જણાવેલ છે. અહિં તે જીવ વિગેરે પદાર્થોની શંકા વગેરેનો સંભવ છે. માટે કોઈ દેષ નથી.
આ અતિચાર સમ્યક્ત્વમાં ખલના માત્ર વ્યવહારનયથી જ છે. નિશ્ચયનયનાં મતે કહ્યું છે કે સૂત્રનાં એક પણ અર્થને ઉથાપે તે મિથ્યાદષ્ટિ છે વગેરે (૨૭૩) - હવે વ્રતનું પ્રતિપાદન કરે છે.