________________
૧૩૨
પ્રવચનસારોદ્ધાર અહિં ધર્મ અને ફલધ્યાન જ નિરાકારક હોવાથી તપમાં ગણાય આર્તરૌદ્રધ્યાન બંધનું કારણ હોવાથી તપમાં ન ગણાય.
૬. કાર્યોત્સર્ગ –છોડવા ગ્યને ત્યાગ કરવો તે ઉત્સર્ગ. તે બે પ્રકારે છે. બાહ્ય અને અત્યંતર. બાર વિગેરે પ્રકારની ઉપાધિ સિવાયની ઉપધિનો ત્યાગ, અનેષણીય, સંસક્ત આહાર પાણીને જે ત્યાગ તે બાહ્યત્યાગ કહેવાય. કષાયત્યાગ તથા મૃત્યુ વખતે શરીરત્યાગ તે અત્યંતરત્યાગ કહેવાય.
પ્રશ્ન-ઉત્સર્ગ તે પ્રાયશ્ચિત્ત તપમાં કહેલ છે. તે પછી ફરી અહિં શા માટે કહ્યો?
ઉત્તર-પ્રાયશ્ચિત્તમાં જે ઉત્સર્ગ છે, તે અતિચાર શુદ્ધિ માટે છે અને અહિં સામાન્યથી નિર્જરા માટે કહ્યો છે. તેથી પુનરુક્તતાને દેષ રહેતો નથી.
પ્રાયશ્ચિત્તથી લઈ કાઉસ્સગ્ન સુધીનાં અનુષ્ઠાનરૂપ આ અત્યંતર તપ લૌકિક ધર્મવાળા જાણી શક્તા નથી અને ભાવથી સેવી શકતા નથી. તથા મોક્ષ પ્રાપ્તિમાં અંતરંગ કારણરૂપ છે, અત્યંતર કર્મોને તપાવનાર છે. અંતર્મુખ ભગવાને જણાવેલ હોવાથી અત્યંતર તપ કહેવાય છે. આ બાર પ્રકારનાં તપભેદને વિપરિતરૂપે અથવા યથા વસ્થિત તપમાં ઓછું અધિકું કરવાથી અતિચારો પણ બાર થાય છે. વીર્યાચારનાં અતિચાર
વર્યાચારનાં ત્રણ અતિચાર-મન-વચન-કાયાને પાપ વ્યાપારમાં પ્રવર્તાવવા તે વર્યાચારનાં ત્રણ અતિચારે છે. (૨૭૦-૨૭૨) સમકિતનાં અતિચાર ?
संका कंखा य तहा वितिगिच्छा अन्नतिथियपसंसा ।
परतिथिओवसेवणमइयारा पंच सम्मत्ते ॥२७३।। સમકિતનાં શંકા-કાંક્ષા-વિચિકિત્સા–અન્ય તીથ પ્રશંસા અને પરતીથની સેવા-એ પાંચ અતિચારે છે.
૧. શંકા-અરિહંત ભગવંતે પ્રરૂપેલ ધર્માસ્તિકાય વગેરે અત્યંત ગહન પદાર્થો મતિની દુર્બળતાનાં કારણે સારી રીતે ન જાણી શકવાથી શંકા કરે કે “આ પ્રમાણે હશે કે નહિ” તે શંકા કહેવાય. કહ્યું છે કે “સંશય કરે તે શંકા. તે દેશ શંકા અને સર્વશંકા–એમ બે પ્રકારે છે.
દેશ શંકા –જીવ વિગેરે કેઈપણ એક પદાર્થનાં એક ભાગની જે શંકા, તે દેશ શંકા કહેવાય. જેમ જીવ છે તે તે સર્વગત છે કે અસર્વગત છે અથવા સપ્રદેશી છે કે અપ્રદેશી છે વિગેરે.