________________
૧૨૭
૬. ગૃહસ્થના પ્રતિક્રમણના ૧૨૪ અતિચાર :
આપનાર અને લેનારને જરા પણ અપ્રીતિ ન થાઓ માટે અપ્રાપ્ત ભિક્ષાકાળ અને અંત ભિક્ષાકાળ છેડો અને મધ્યનો ભિક્ષાકાળ લે તે કાળાભિગ્રહ.
ભિક્ષાનું સાધન ઉચકી ભિક્ષા માટે જે જનાર હોય, તે ઉક્ષિપ્તચર કહેવાય એટલે ભિક્ષાચર. જે ભિક્ષાચર વિગેરે કેઈપણ ગાતા-ગાતા, કે રડતા-રડતા કે બેઠા –બેઠા પોતાના ભેજનમાંથી ભિક્ષા આપે તે ગ્રહણ કરવી તે ભાવાભિગ્રહ. દૂર ખસીને, નજીક આવીને, મુખ પાછળ કરીને, શરીરને શોભાવી કે શોભાવ્યા વિના અથવા બીજી કેઈપણ રીતે ભિક્ષા આપે તે ગ્રહણ કરવી, તે ભાવાભિગ્રહ છે.
૪. રસત્યાગ –રસને એટલે રસવાળા દૂધ વિગેરે વિકારના કારણરૂપ હોવાથી તેને ત્યાગ કરવો તે રસત્યાગ.
પ. કાયલેશ –શાસ્ત્રમાં કહેલી રીત પ્રમાણે શરીરને જે કષ્ટ અપાય તે કાયકુલેશ. તે વીરાસન વિગેરે આસન કરવા દ્વારા, શરીરની વિભૂષાને ત્યાગ કરીને અથવા વાળને લોન્ચ કરશે તે કાયક્લેશ. કહ્યું છે કે,
સંસાર–વાસ ઉપર નિર્વેદના કારણરૂપ વીરાસન, ઉત્કટુક–આસન, લોચ વિગેરે કાયલેશ જાણવા. વીરાસન વિગેરે કાયલેશ કરવાથી કાયનિધ, જીવની દયા, પરલક-મતિ તથા બીજાઓને આદરભાવ થાય છે. અને લગ્ન કરાવવાથી નિઃસંગતા, પશ્ચાત કર્મ-પુરકમને ત્યાગ, દુઃખ સહન, નરકાદિ ગતિની ભાવના અને નિવેદભાવ થાય છે.
૬. સલીનતા -સંલીનતા એટલે ગુપ્તતા. તે ઇન્દ્રિયવિષયક, કષાયવિષયક, ગવિષયક, વિવિકતશય્યા અને આસનવિષયક–એમ ચાર પ્રકારે છે. કહ્યું છે કે,
ઈન્દ્રિય, કષાય, ગ તથા વિવિક્તચર્યારૂપ સંલીનતા વિતરાગ ભગવતે જણવી છે.
શ્રવણેનિદ્રય વડે મધુર-કર્કશ વિગેરે શબ્દોમાં રાગ-દ્વેષ ન કરવા તે શ્રેત્રેન્દ્રિય સંલીનતા. કહ્યું છે કે,
સારા કે ખરાબ શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ શ્રોત્ર વિગેરે ઇન્દ્રિયને પ્રાપ્ત થાય ત્યારે સાધુએ હર્ષ કે શોક કરવું નહીં. આ ઈન્દ્રિય સંલીનતા છે.
ઉદયમાં ન આવેલાના ઉદયને રોકી અને ઉદયમાં આવેલાને નિષ્ફળ કરવા દ્વારા કષાય-સંલીનતા કરવી, કહ્યું છે કે,
ઉદયમાં ન આવેલ કષાયના ઉદયને શોધ કરી અને ઉદયમાં આવેલ કષાયને નિષ્ફળ કરવો તે કષાયસંસીનતા છે.
અશુભ મન-વચન-કાયાના કેગનો રેપ કરી, શુભ મન-વચન-કાયાના રોગનું પ્રવર્તન કરવું, તે ગસંસીનતા છે. કહ્યું છે કે,