________________
૪. પ્રત્યાખ્યાન દ્વા૨ :
૧૦૭
વિકારે પ્રગટ કરે છે માટે નવિ કરનારાઓને આ પદાર્થ ખાવાથી ઉત્કૃષ્ટ નિર્જર થતી નથી, તેથી આ પદાર્થો ગ્રહણ ન કરે, પરંતુ જે વિવિધ તપ કરવાથી દુર્બળતાને કારણે સ્વાધ્યાય, ધ્યાન, અધ્યયન વિગેરે અનુષ્ઠાન કરી શકવા સમર્થ ન હોય, તે નીવિયાતા રૂપ ઉત્કૃષ્ટ દ્રવ્ય વાપરે તે કઈ દેષ નથી. તેને કર્મ નિર્જરા પણ મોટી થાય. કહ્યું છે કે,
નીવિયાતાઓનો પરિગ કારણ વિશે જાણો. પણ ઉત્કૃષ્ટ દ્રવ્યને પરિભેગ વિશેષ કારણ વગર ન કરાય એમ જાણવું.
નવિના પચ્ચકખાણવાળા અસમર્થને ઉત્કૃષ્ટ દ્રવ્યને પરિભેગ યોગ્ય છે. પરંતુ ઈન્દ્રિયજયની બુદ્ધિથી વિગઈ ત્યાગ કરનારને તે પરિભોગ યોગ્ય નથી.
જે વિગઈ ત્યાગ કરીને સ્નિગ્ધ અને મધુર ઉત્કૃષ્ટ દ્રવ્ય વાપરે છે, તેમને સામાન્ય લાભ જાણો.
અહિં કેટલાક મંદ પરિણામીઓ પચ્ચખાણ કરીને પણ જે ઉત્કૃષ્ટ દ્રવ્ય કારણે વાપરવાના છે તેને નિષ્કારણ વાપરે છે.
જે તલના લાડુ, તલપાપડી, વર્ષોલક, નાળિયેર, ખાંડ, અતિ મથેલે દહિને ઘોલ, ખીર, ઘી નીતરતા શાકે, ઘીમાં ઝબોળેલા માંડા, દૂધ, દહિં, કરંબા વિગેરે પીવાલાયક પદાર્થો, કુલેર, ચૂરમા વિગેરેને કેટલાક નિષ્કારણ ખાય છે. તેઓ જન્મ, જરા, મરણથી ભિષણ એવા સંસારરૂપ સાગરથી ઉદ્વિગ્ન ચિત્તવાળા યુક્તકારી એવા આગમિક પુરુષોને અમાન્ય છે.
દુઃખ દાવાનળથી તપેલા જીવોને આ ભવરૂપી વનમાં જિનેશ્વરની આજ્ઞાને છેડીને બીજું કઈ પણ પ્રતિકારનું સાધન નથી.
વિગઈના સેવનથી વિકાર ઉત્પન્ન થાય છે, વિકાર જાગ્યા પછી ચિત્તને જિતવા તત્પર એ પણ માણસ અકાર્ય કરતા અટકી શકતા નથી.
દાવાનલમાં ફસાયેલ છવ પાણી વિગેરે હોય તે આગને બુઝવવા માટે પ્રયત્ન કર્યા વિના રહેતું નથી, તેમ મોહરૂપી આગથી સળગેલ સંસારમાં જીવે વિકારની આગને બુઝવવા પ્રયત્ન કરી જોઈએ.
દુર્ગતિથી ડરેલે સાધુ પણ વિગઈઓ અને વિકૃતિગત એટલે નીવિયાતાને વાપરે તે તે વિગઈએ તેને વિકારી સ્વભાવથી બલાત્કારે વિગતિ એટલે દુર્ગતિમાં લઈ જાય છે.
વિગતિ એટલે નરક વિગેરે ગતિ, તેનાથી ડરેલ સાધુ, દૂધ વિગેરે વિગઈઓને તથા વિકૃતિગત એટલે ખીર વિગેરે નીવિયાતાને વાપરે તે દુર્ગતિમાં જાય છે. કારણ કે