________________
૪. પ્રત્યાખ્યાન દ્વાર: પ્રતિ એટલે અવિરતિ આદિના કારણે પ્રતિકૂલતા. આ એટલે આકાર કરવા સ્વરૂપ મર્યાદા. આખ્યાન એટલે કથન કરવું. અર્થાત્ અવિરતિરૂપ પ્રતિકૂળતાને મર્યાદા કરીને જે કહેવું તે પ્રત્યાખ્યાન-પચ્ચકખાણ.
એ પચ્ચકખાણ મૂલગુણ અને ઉત્તરગુણરૂપ બે પ્રકારે છે. મૂલગુણે સાધુના પાંચ મહાવ્રત અને શ્રાવકેના અણુવ્રત છે. ઉત્તરગુણ સાધુઓને પિડવિશુદ્ધિ આદિ અને શ્રાવકને ગુણવ્રત અને શિક્ષાત્રત આદિ છે. ઉત્તરગુણનું પચ્ચકખાણ પિંડવિશુદ્ધિ અને દિવ્રત વિગેરે પ્રતિપક્ષના ત્યાગપૂર્વક થાય છે.
તે પચ્ચખાણ જાતે વિનયપૂર્વક, સમ્યફ ઉપયોગ સહિત, ગુરુના વચન એટલે “પચ્ચકખાઈ” “વસિરઈ” નહીં ઉચ્ચારતે (“પરચકખામિ” અને “વોસિરામિ” કહે તે) પચ્ચખાણ કરે. તે પચ્ચખાણની ચતુર્ભગી આ પ્રમાણે છે.
૧. પોતે પચ્ચખાણના સ્વરૂપને જાણે અને જાણકાર ગુરુ પાસે પચ્ચકખાણ કરે. ૨. ગુરુ જાણકાર હોય પણ પોતે અજાણ હોય. ૩. શિખ્ય જાણકાર હોય અને ગુરુ અજાણ હોય. ૪. ગુરુ અજાણ હોય અને શિષ્ય પણ અજાણ હેય. આ ચતુર્ભગી કાલ્પનિક નથી પણ આગમમાં પણ કહેલ છે. ૧. જાણકાર જાણકાર પાસે. ૨. અજાણ જાણકાર પાસે. ૩. જાણકાર અજાણકાર પાસે. ૪. અજાણકાર અજાણકાર પાસે.
આમાં પહેલો ભાગ બંને જાણકાર હોવાથી શુદ્ધ છે. બીજો ભાગ ગુરુ જાણકાર છે અને શિષ્ય અજાણ છે માટે શિષ્યને પચ્ચકખાણુનું સ્વરૂપ જણાવી જે પચ્ચકખાણ કરાવે તે શુદ્ધ નહીં તે અશુદ્ધ. ત્રીજે અશુદ્ધ છે. પરંતુ જાણકાર ગુરુ ન મળે તો ગુરુના બહુમાનથી ગુરુના સંબંધી પિતા, કાકા, મા, મામા, ભાઈ, શિષ્ય વિગેરે અજ્ઞાનીને પણ સાક્ષી કરીને જે પ્રત્યાખ્યાન કરે, તે શુદ્ધ. ચે ભાંગે તે અશુદ્ધ જ છે.
હવે ઉત્તરગુણરૂપ પચ્ચખાણ દરરોજ ઉપયોગી હોવાથી કહીએ છીએ તે દશ પ્રકારે છે.
भावि अईयं कोडीसहियं च नियंटियं च सागारं । विगयागारं परिमाणवं निरवसेसमट्ठमयं ॥ १८७ ॥