________________
(૭૮)
મીત્રષિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ એવા ધુંધુમાર ભૂપતિએ કહ્યું. “ જે બીકણ પુરૂષ હોય છે તે એવી રીતે પિતાનું કાર્ય સાધે છે. હે ચર ! તે લ્હારા અનાર્ય રાજાનું બલ હું યુદ્ધમાં જોઈ લઈશ. હું રણભૂમિપર આવે છતે કયે પુરૂષ હારી સામે ટકી શકે તેમ છે ?”હે નરાધમ! તું પણ અહિંથી ઝટ ચાલ્યા જા, નહિતે તને પણ આ મહારા ખર્ષથી હણ નખીશ ” ધુંધુમાર ભૂપતિનાં આવાં વચનથી ભય પામેલા તે ઝટ ચંડઅદ્યતન રાજા પાસે આવીને ધુંધુમાર ભૂપતિનું કહેલું સર્વ યથાર્થ પણે નિવેદન કર્યું. પછી અત્યંત ક્રોધ પામેલે ચંડપ્રદ્યતન રાજા, પોતાના અસંખ્ય સન્યથી પૃથ્વીને કંપાવતે છતે સુસુમારપુર પ્રત્યે આ.
હવે અહિં ધુંધુમાર ભૂપતિ, મહાબળવાળા શત્રુને આવેલે જાણ કિલ્લાને બંધ કરી, પોતાના પ્રધાનની સાથે વિચાર કરવા લાગ્યું. તેણે કહ્યું કે, હે પ્રધાન ! આ આવેલ ભૂપતિ, મહારાથી બેલે કરીને મહેચ્યો છે. જેથી સિંહની સાથે મૃગની પેઠે હું તેની સાથે યુદ્ધ કરવા સમર્થ નથી. માટે તે ઉત્તમ બુદ્ધિવાળા મંત્રીઓ ! તમે કઈ પણ ઉપાય કહે કે જેથી હાર એ દુર્જય ભૂપતિથી પણ જય થાય.” પ્રધાને કહ્યું. “હે પ્રભો ! અમે રાત્રીને વિષે પક્ષીઓને જોઈ તમને ઉપાય કહીશું જેથી તમારે વિજય થશે.” પ્રધાનનાં આવાં વચનથી અત્યંત સંતેષ પામેલા ભૂપતિ ધુંધુમારે કહ્યું. “તમે આજ પક્ષીઓને જોઈ ઉપાય કહેજો.”
પછી રાત્રીને વિષે સર્વે મંત્રીઓ પક્ષીઓને જોતા જોતા જેટલામાં યક્ષના મંદીરના પાસેના ભાગ ઉપર આવીને બેઠા તેટલામાં ત્યાં તે નગરની કેટલાક બાલકે એકઠા થઈને ધુંધુમાર તથા પ્રદ્યોતનના સૈન્યની કલ્પના કરી પરસ્પર યુદ્ધ કરતા હતા. પ્રદ્યોતનના સિન્યના બાળકેથી ધુંધુમારના બાલકનું સૈન્ય હારી ગયું તેથી તે સર્વે બાલકે યક્ષમંદીરની અંદર પેસવા લાગ્યા, એવામાં ત્યાં રહેલા વાર્તક સાધુએ દેવગથી એમ કહ્યું કે “હે બાલકે ! તમે ભય ન પામે. કારણ તમારો જય થશે.” મહામુનિના આવાં વચન સાંભલી સર્વે પ્રધાને રાજા પાસે જઈ કહેવા લાગ્યા. “હે સ્વામિન્ ! યુદ્ધમાં તમારે જય થશે.” પછી હસ્તિ જેમ સિંહ ઉપર પડે તેમ ધુંધુમાર ભૂપતિએ પિતાના થોડા સૈન્યથી રાત્રીને વિષે ચંડપ્રોતનની સૈન્ય ઉપર પસાર કર્યો. જે કે ધુંધુમાર ભૂપતિનું સૈન્ય થોડું હતું તે પણ તે બલવંત સૈન્યથી ચંડપ્રદ્યતન રાજાનું મોટું સૈન્ય નાશી ગયું. એટલું જ નહીં પણ ધુંધુમાર ભૂપતિએ બલવંત એવા ચંડપ્રદ્યતન રાજાને બાંધી લીધો. પછી વિજયલક્ષમી પામેલ ધુંધુમાર ભૂપતિ બીજે દિવસે સવારે નાના પ્રકારના મહોત્સવપૂર્વક ચંડપ્રદ્યોતનની સાથે પોતાના નગ૨માં આવ્યું. ત્યાં તે પોતાના મંત્રીઓની સાથે વિચાર કરવા લાગ્યો કે, “આ ચંડપ્રદ્યતન રાજાને મારવો નહિ. પરંતુ જે તે ઉત્તમ ભૂપતિ અરિહંત ધર્મ અંગીકાર કરે તે હું તેને હારી અંગારવતી કન્યા આપીને હર્ષથી છેડી મૂકું.” આ પ્રમાણે વિચાર કરીને તેણે ચંડપ્રદ્યતન રાજાને બેલાવીને કહ્યું કે “જે તમે શ્રાવકધર્મ અંગ