________________
(૧૮)
શ્રીમહષિસંલ વૃત્તિ ઉત્તશાહ, વખતે પુંડરીક રાજા પાસે ગયો. આ વખતે ત્યાં નાચ થતું હતું. બહુ મોડું થવા ને લીધે નર્તકીને કાંઈક નિદ્રાયુક્ત થએલી જોઈ નટે કાનને અમૃતના ક્યારા સમાન એક સુકોમળ ગીતિ કહી. તે નીચે પ્રમાણે –
मुटु गाइअं सुटु वाइअं, मुटु नच्चिअं सामसुंदरि ॥
अणुपालिअदीहराइअं, सुमिणते मा पमायए ॥१०॥ હે સુંદરિ સારૂં ગાયું, સારૂ વગાડયું, સારે નાચ કર્યો અને આખી રાત્રી અપ્રમાદપણ વ્યતીત કરી. પણ હવે અંત સમયે પ્રમાદ ન કર..
ક્ષુલ્લક કુમારે આ મનહર ગીતિ સાંભળીને નટને રત્નકંબલ આપી. યુવરાજ કુંડલ, સાથે પતિની સ્ત્રી શ્રીકાંતાએ હાર, જયસિંહ મંત્રીએ કડાં અને કર્ણપાલ મહાવતે અંકુશ એમ ચાર જણાએ ચાર લક્ષના મૂલ્યવાળી જુદી જુદી વસ્તુઓ આપી. પછી સવારે રાજાના પૂછવા ઉપરથી ક્ષુલ્લક કુમારે કહ્યું કે, હું તમારા ભાઈને પુત્ર છું. મહારી માતાએ દીક્ષા લીધા પછી હારે જન્મ થયો છે. મેં પણ માતાના, ગુરૂના, ઉપાધ્યાયના અને પ્રવર્તિનીના વચનથી અડતાળીસ વર્ષ પર્યત દીક્ષા પાળી. હે ભૂપતિ ! આજે રાજ્યને અથી એ હું દીક્ષા ત્યજી દઈને રાત્રીએ અહિં આવ્યું. પરંતુ નાટયમાં આ ગીતિને સાંભળી પ્રતિબંધ પામેલા મેં હારી રત્નકંબલ તેને આપી દીધી છે. તે વિભે ! આ અનર્થ ફળદાયી અને સંસારના કારણે રૂ૫ રાજ્યવડે શું? બહુ આયુષ્ય તે ગયું માટે હવે તો મ્હારે ચારિત્રનું શરણુ હો.” આ વખતે યુવરાજ પણ ત્યાં આવીને કહેવા લાગ્યું. “હે પિતા ! હું પણ તમને હણી રાજ્ય લઈ લેવાની ઈચ્છા કરતો હતો. પરંતુ આ ગીતિના શ્રવણથી પ્રતિબંધ પામીને રાજ્યથી વિરામ પામ્યો છું.” જયસિંહ અને કર્ણપાલ મહાવત એ બન્ને જણાએ પણ ભૂપતિને કહ્યું કે, “અમે પણ યુવરાજની આજ્ઞાથી તમને હણવા માટે ઉત્સાહવંત થઈ રહ્યા હતા, પણ આ ગીતિના શ્રવણથી નિવૃત્ત થયા છીએ. હે ભૂપતિ! અને એજ કારણથી અમે કડાં અને અંકુશ આપી દીધાં છે.” પછી શ્રીકાંતા કહેવા લાગી.
હે ભૂપ! મ્હારે પતિ દર વિદેશ ગયું છે. તે દિવસથી માંડીને કામાતુર એવી હું નવિન પતિ કરવાની ઈચ્છા કરું છું. તેને આજ બાર વર્ષ વીતી ગયાં. હે રાજન ! આજ રાત્રીને વિષે પતિ ન કરવા માટે મેં ચિત્ત સ્થિર કર્યું તેમજ ગીતિના શ્રવણથી નિવૃત્તિ પામેલી મેં મહારે હાર આપી દીધું.” ક્ષુલ્લક કુમારના ધર્મોપદેશ રૂપ અમને તનું પાન કરીને રાજાદિ સર્વે લોકે જિનધર્મને વિષે આદરવાલા થયા. યુવરાજ, મંત્રી, માવત અને શ્રીકાંતાદિ બીજા અનેક મનુષ્યની સાથે ક્ષુલ્લક કુમારે ફરી ભાવવડે દીક્ષા લીધી. સર્વ પ્રકારની ક્રિયાને જાણ ક્ષુલ્લકકુમાર નિરતિચારપણે વિધિથી ચારિત્રને આરાધી કર્મક્ષય કરી સિદ્ધિપદ પામે.
' श्रीक्षुल्लककुमार ' नामना मुनिनी कथा संपूर्ण