________________
૧૧
,
૧૧૧/
૧૧/૧૧/૧૧૧૧/
/
/^
^^^^
^^^^^^^
શ્રીપ્રસન્નચંદ્રરાર્ષિનું ચરિત્ર, હવે અહિં સેમચંદ્ર મુનિએ પણ સર્વ વનમાં શેધ કરતા છતા પુત્રને દીઠે નહીં. તેથી તે પુત્રના વિયેગરૂપ અગ્નિમાં બહુ બળવા લાગ્યા. પરંતુ એટલામાં તે પિતાના પુત્ર પ્રસન્નચંદ્ર રાજાએ મોકલેલા દતથી વલ્કલચીરીનું વૃત્તાંત સાંભળી બહુ પ્રસન્ન થયા. પરંતુ પુત્રના વિયોગને લીધે કરેલા રૂદનથી તેમને પડલ વલવાને લીધે અંધપણું પ્રાપ્ત થયું. ત્યાર પછી તેમણે તપને અંતે બીજા બ્રહ્મચારી અને તાપસની સાથે ફલાદિકથી પારણું કર્યું. આ પ્રમાણે બાર વર્ષ નિર્ગમન થયાં. એટલામાં એકદા અધેિ રાત્રીને વિષે વલ્કલચીરી વિચાર કરવા લાગ્યો કે “ આહા ! હું કેવો મંદભાગ્યવાલે, જે હારો જન્મ થતા માત્રમાં જ હારી માતા મૃત્યુ પામી. એજ કારણથી અરણ્યમાં પણ પિતાને હારૂં પાલન પોષણ કરવું પડયું. અહો ! નિરંતર કેડમાં બેસનારા મેં દુરાત્માએ થોડા વખતમાં તપના કષ્ટથી પણ દુઃસહ એવું પિતાને દુઃખ દીધું. હું જેટલામાં તેમને પ્રત્યુ પકાર કરવામાં સમર્થ એ વનવસ્થા પામે તેટલામાં સુખને વિષે આસક્ત થએલે હું પાપી દૈવયોગથી અહિં આવી ચડયો. અહીં જેણે અસહ્ય દુઃખ સહન કરી મને ન્હાનાને હેટ કર્યો. તે પિતાને હું એક જન્મે કરીને દેવાદાર કેમ મટું ? આ પ્રમાણે વિચાર કરતે એ તે વલ્કલચીરી પોતાના મોટા બંધુ પ્રસન્નચંદ્ર રાજા પાસે જઈ કહેવા લાગ્યો. “ હે વિલે ! મને પિતાના ચરણના દર્શન કરવાનો ઉત્સાહ થયો છે. ” પ્રસન્નચંદ્ર કહ્યું. “હે બંધ ! આપણા બનેના એ સમાન પિતા છે તે તને તેમનું દર્શન કરવામાં જેટલો ઉત્સાહ છે એટલે મને પણ છે. ” પછી તે બને બંધુઓ, સર્વ પરિવાર સહિત હર્ષ પામતા છતા પિતાના ચરણથી પવિત્ર એવા તે આશ્રમ પ્રત્યે ગયા ત્યાં તેઓ બન્ને જણ વાહનથી નીચે ઉતર્યા. એટલે ન્હાના ભાઈએ કહ્યું “ આ તપવનને જેવાથી મને રાજ્ય લક્ષમી પણ તૃણ સમાન લાગે છે. આ તેજ તલા કે જેમાં હું હંસની પેઠે ક્રીડા કરતો હતો, વૃક્ષો પણ તેજ કે મેં વાંદરાની પેઠે જેના ફલે બહુ દિવસ સુધી ભક્ષણ કર્યા છે. મહારી સાથે ધુલમાં ક્રીડા કરનારા મહારા બંધુ ચુગલી પણ તેનાં તેજ દેખાય છે. આહા ! મેં ઘણા દિવસ સુધી જેનું દુધ પીધું છે. તે આ માતા સમાન ભેંસે હજુ હારી દ્રષ્ટિએ પડે છે. હે ભાઈ ! હું તમારી પાસે આ વનનાં સુખો કેટલાંક વર્ણવું. વળી આ અરણ્યમાં પિતાની ભક્તિ કરવા રૂપ મેં જે સુખનો અનુભવ કર્યો છે. તે રાજ્યને વિષે તે ક્યાંથી હોય ? ” બન્ને ભાઈઓએ પિતાના પવિત્ર આશ્રમમાં પ્રવેશ કર્યો તે તેમણે નજીકમાં હર્ષના સમૂહને વૃદ્ધિ પમાડવામાં ચંદ્ર રૂપ પિતાને દીઠા. રાજા પિતે પ્રણામ કરતે છતો સોમચંદ્ર મુનિને કહેવા લાગ્યો કે, હે પિતા ! હું આપનો પ્રસન્નચંદ્ર પુત્ર આપને નમસ્કાર કરું છું.” સેમચંદ્ર મુનિએ તેના વિયેગથી ઉપ્તન્ન થએલા દુઃખને ધોઈ નાખતા છતા પોતાના હસ્તવડે તેને સ્પર્શ કર્યો. આ વખતે પિતાના હસ્તથી સ્પેશિત થએલા તેને કદંબની પેઠે રાજ્યઋદ્ધિના હર્ષથી પણ