________________
(૫૬)
શ્રી રષિમંડલ વૃત્તિ ઉત્તરદ્ધ. મુનિને જોઈ બહુ હર્ષ પામે. પછી શ્રેણિક રાજા રાજર્ષિના અદ્ભૂત તપના પ્રાગ૯ભ્યપણાને વિચાર કરતો છતા શ્રીવદ્ધમાન સ્વામી પાસે ગયો. ત્યાં તે પંચાંગથી પૃથ્વીને સ્પર્શ કરી શ્રીજિનેશ્વરને નમસ્કાર કરી હાથ જોડીને યોગ્ય સ્થાનકે બેઠે. પછી અવસર આવ્યું હર્ષથી શ્રીજિનેશ્વર પ્રભુને નમસ્કાર કરી હાથ જોડી શ્રેણિક રાજાએ પૂછયું “હે પ્રભે! મહા ધ્યાનમાં બેઠેલા પ્રસન્નચંદ્ર રાજર્ષિને મેં જ્યારે જોયા હતા તે વખતે તેઓ જે મૃત્યુ પામે તો તે કઈ ગતિ પામે ?” પ્રભુએ કહ્યું. “જે તે વખતે કાળ કરે છે તે રાજર્ષિ નિચે મહાદુઃખદાયી સાતમી નરક પ્રત્યે જાય.” પ્રભુનાં આવાં વચન સાંભળી શ્રદ્ધાવાનું સરળ બુદ્ધિવાળા શ્રેણિક રાજાએ વિચાર્યું કે “ હા, હા ! મહાતીવ્રતપવાળા એ મહામુનિને આવી ભયંકર ગતિ કેમ હોય ?” આમ ધારી ફરી તેણે પ્રભુને પૂછયું. “હે નાથ ! જે તે મહામુનિ અત્યારે કાળ કરે તે કઈ ગતિ પામે?” પ્રભુએ કહ્યું. “હે નરેશ્વર ! હમણું તે તપરૂપ દ્રવ્યવાળા રાજર્ષિ સર્વાર્થસિદ્ધને પામવા યોગ્ય છે.” ભૂપતિએ કહ્યું. “હે પ્રભે ! આપની વાણી આમ જુદી જુદી કેમ થઈ ? શ્રીજિનેશ્વરની વાણું મૃષા હોતી નથી માટે અજ્ઞાની એવા મને તે યથાર્થ રીતે સમજાવો?” અરિહંત પ્રભુએ કહ્યું. “હે રાજન ! જ્યારે તેં એ રાજર્ષિને નમસ્કાર કર્યા ત્યારે તેમને સેદ્રધ્યાન હતું પણ હમણાં તે શુક્લધ્યાની થયા છે એજ કારણથી જે તે તે વખતે મૃત્યુ પામ્યા હતા તે વૈદ્રધ્યાનના વશપણને લીધે નરકને એગ્ય હતા. અને હમણાં શુકલ ધ્યાનના ચેગથી સર્વાર્થસિદ્ધિપદને
ગ્ય થયા છે. ” શ્રેણિક રાજાએ કેવળજ્ઞાનથી સૂર્યરૂપ શ્રી પ્રભુને પૂછ્યું કે ? ” એમને હૈદ્રધ્યાન અને શુક્લધ્યાન શાથી થયું? શ્રીવદ્ધમાન પ્રભુએ કહ્યું. કે
તેમણે હારા સુભટના મુખથી એવી વાર્તા સાંભળી જે પોતાના પુત્રને પરાભવ થવાને છે. એ કારણથી પુત્રસ્નેહને લીધે ક્રોધવડે આકુળ વ્યાકુળ થએલે તે પ્રસનચંદ્ર રાજર્ષિ પિતાના સુભટ સહિત પ્રધાનની સાથે વૈરથી યુદ્ધ કરવા લાગ્યો. જાણે પ્રત્યક્ષ યુદ્ધ કરતો હાયની ? એમ પ્રધાનોની સાથે માનસિક યુદ્ધ કરતાં તેનાં સર્વ શસ્ત્રો ખુટી પડયાં. તેથી તે બહુ ખેદાતુર થયા. પછી પિતાના આત્માને સંનદ્ધમાની ક્રોધથી આકુળ વ્યાકુળ થએલો તે વિચારવા લાગ્યું કે “ હું મહારા મસ્તક ઉપર રહેલા મુકુટવડે તે સર્વે દુશ્મનના આયુધને તેડી નાખી મારી નાખું.” આમ ધારી જે તે મુકુટ લેવાની ઈચ્છાથી હાથ મસ્તક ઉપર મૂકવા ગમે તેટલામાં તેને પિતાના લોચ કરેલા મસ્તકને સ્પર્શ થવાથી પોતાનું વ્રત સાંભ
ન્યું. પછી તે રાજા વિચારવા લાગ્યો. જે “વૈદ્ર ધ્યાન કરનારા મને ધિક્કાર થાઓ ધિક્કાર થાઓ. હવે મમતારહિત એવા હારે પ્રધાને વડે અને પુત્રવડે શું કામ છે ?” આ પ્રમાણે વિચાર કરતા એવા તે રાજાને સર્વ મેહાંધકાર નાશ પામ્યો એટલે કરી તેના ચિત્તમાં વિવેકરૂપ નિર્મળ સૂર્ય ઉદય પામ્યું. પછી તે જાણે પિતાની આગળજ હાયની ? એમ અમને ભક્તિથી વંદના કરી, પ્રતિક્રમણ કરી તથા આલેચના લઈ ફરી શુકલધ્યાન ધ્યાવા લાગ્યા. (શ્રી મહાવીર પ્રભુ શ્રેણિક રાજાને કહે છે કે )