________________
પ્રત્યેક યુદ્ધ શ્રીનમિસર્જયિનું ચરિત્ર
( ૩૭ ) જોઇ હુ પામી અને કર્મના ક્ષય કરવા માટે નિર્મલ ચિત્તથી દીક્ષા લીધી. હવે અવતી અને મિથિલા એ બન્ને નગરીએના અધિપતિ બનેલા નમિરાજા, પૃથ્વીને વિષે પાતાના પરાક્રમથી અનુક્રમે પ્રચંડ આજ્ઞાવાલા થયા.
એકદા નમિભૂ પતિના દેહને વિષે પૂર્વકર્મના વિપાકથી વૈદ્યોને પણ અસાધ્ય એવા છમાસિક મહાદાહવર ઉત્પન્ન થયા. અતઃપુરની સ્ત્રી, તેને શાંત કરવામાટે વિલેપના શ્રીખંડ ચંદનને ઘસતી હતી. પરંતુ તેણીના કકણાના મહા શબ્દ મિરાજાને વાજીંત્રાના શબ્દથી પણ વધારે દુ:શક્ય થઈ પડયા અને તેજ વખતે વારવાર મૂર્છા પામવા લાગ્યા. પછી તે સવે સ્ત્રીઓએ પેાતાના વલયશબ્દથી પીડા પામતા ભૂપતિને જાણી ફક્ત મંગળ નિમિત્તે એક એક વલય હાથમાં રાખી બાકીનાં ઉતારી નાખ્યાં. “હવે કંકણુને શબ્દ કેમ સંભાલતા નથી ? ” એમ રાજાના પૂછવા ઉપરથી પાસે બેઠેલા સેવકાએ કહ્યુ કે “ હે વિભા ? ફક્ત હાથમાં એક એક કકણુ રાખ્યું છતે તેને શબ્દ ક્યાંથી સંભળાય ? કારણ શબ્દની ઉત્પત્તિ તેા કંકણાના સમૂહથી જ થાય છે. ” સેવકાનાં આવાં અમૃત સમાન મધુર વચન સાંભળીને મિરાજા પ્રતિધ પામીને શાંત મનથી વિચાર કરવા લાગ્યા. “ જેમ સંચેાગથી ( એ વસ્તુએ ભેગી થવાથી) શુભ અને અશુભ શબ્દો થાય છે, તેમ જ સાગ અને વિયેાગથી ઉત્પન્ન થએલા રાગાદિ દાષા હોય છે. મનુષ્ય, સુખની પ્રાપ્તિને માટે જેટલાં કુકર્મ કરે છે. તેટલાંજ દુઃખા તે અવશ્યપણે નિશ્ચય ભાગવે છે પ્રાણી, માહને લીધે જેની જેની સાથે સંબંધ કરે છે તેની તેની સાથે ફ્રી શલ્ય સમાન પરિણામ અનુભવ છે. માટે જો હવે હું આ રાગથી મુક્ત થઉં તેા સર્વ મૂકી દઇને સુખના મૂલ રૂપ સર્વ સગના ત્યાગને અર્થે પ્રયત્ન કરીશ, આ પ્રમાણે વિચાર કરતા એવા તે રાજાને નિદ્વા આવવાથી તેજ વખતે છ માસિક દાટુવર તદ્ન શાંત થઇ ગયા. કાર્તિક માસની પૂર્ણિમાના દિવસે નિદ્રાવશ થએલા તે રાજાએ રાત્રીને વિષે સ્વસ દીઠું કે “ જાણે હું ઇંદ્રની પેટે કલાસ પર્વત સમાન ઉજવલ હસ્તિ ઉપર એસી મેરૂ પર્વતના શિખર ઉપર ચઢયા.” સવારે મંગલ વાજીત્રાના શબ્દથી જાગૃત થએલા અને જાણે અમૃતપાન કર્યું હાયની ? એમ નિરાગી થએલા તે નમિરાજા વિચારવા લાગ્યા. “ મેં સ્વપ્તામાં દીઠેલા પર્વત નિશ્ચે કાઈ સ્થાનકે દીઠા છે. ” આમ વિચાર કરતાં તેને જાતિસ્મરણ જ્ઞાન પ્રાપ્ત થયું. “ જ્યારે હું પૂર્વે શુક દેવલાકમાં દેવતા હતા ત્યારે વિમાનમાં એસી આકાશ માર્ગે જતા એવા મે” અરિહંત પ્રભુના જન્મ વખતે એ પર્વત જોયા હતા.” પછી કકાના નિરાખાધપણાની પેઠે એકલાપણાના વિચાર કરતા એવા તે નિમરાજાએ, પ્રત્યેકબુદ્ધપણું પામીને દીક્ષા લીધી. તે વખતે એકી વખતે રાજ્ય, પુર અને અંત:પુર ત્યજી દેતા એવા નિમન જોઇ ઇંદ્રે તેમને નમસ્કાર કર્યો ઇંદ્રે, માનરહિત, માયારહિત, નિષ્ક્રય, નિર્મલ મનવાળા અને મહર્ષિઓએ પૂજેલા નિમ રાજાની બહું
??
પ્રશંસા કરી.
॥ इति श्री नमिचरित्र समाप्तम् ॥