SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રત્યેકબુદ્ધ ગ્રીનશિાષિત ચરિત્ર, ( ૯ ) p ' જીઠું, ચારી, મૈથુન, ધનના મેાહ, ક્રોધ, માન, માયા, લેાભ, રાગ અને દ્વેષ એ સર્વને તજી દ્યો. માયામૃષાવાદ, કહે, અભ્યાખ્યાન, ચાડી, પરપરિવાદ અને મિથ્યાત્વશલ્ય એ સર્વ પાપના સ્થાનને ઝટ મૂકી ઘો. પાપસહિત આંતરના અને ખાદ્યના સ`ચાગને તેમજ ઉપાધિને ત્યજી દ્યો. એટલુ જ નહીં પણ છેલ્લા શ્વાસના પહેલા આ શરીરને પશુ ત્યજી દ્યો, ભાવથી શુદ્ધ મનવાળા તમે સંસારને નાશ કરવા માટે ખાર પ્રકારની ભાવનાને ભાવા, કારણ કે હિતસ્વી મનુષ્યા ધર્મ વિના ખીજે સ્થાનકે જ્યારે પણ પેાતાનું મન પ્રેરતા નથી. જિનેશ્વર, સિદ્ધ સાધુ અને જિનરાજ પ્રણિત ધર્મ એ સર્વના શરણને અંગીકાર કરો. કારણ કે તેમના વિના બીજા કોઇ રક્ષણ કરવાને સમર્થ નથી. ભાવથી મનમાં પરમેષ્ઠિ નમસ્કારનું સ્મરણ કરી. કારણુ એ મંત્રરાજ, મેાક્ષ લક્ષ્મીને વશ કરવામાં પૂર્ણ સત્તાવાળા છે. જેના પ્રાણ પરમેષ્ઠિમ ંત્રનું સ્મરણ કરતા છતા જાય છે તે મૃત્યુ પામ્યા છતાં જીવતા જેવા છે. હું વીર ! મનથી અંતરના ચાધાને જીતી ધીરપણું ધારણ કરેા. મદનરેખાએ જે જે વચન ક્યાં તે તે સર્વ શાંતમનવાલા યુગમાડુએ હાથ જોડીને 'ગીકાર ક્યા. પછી યુગમાહુ દેવલેાક પ્રત્યે ગયા એટલે ચાકથી પુત્ર તથા ખીજા લેાકેા આક્રંદ કરવા લાગ્યે છતે મદનરેખા વિચાર કરવા લાગી. “ હુમણાં સ્વતંત્ર - એલે! જેઠ મણિરથ મ્હારા શીલને ખંડિત કરશે અથવા તા તે પાપી આ મ્હારા કુમારને વિષે પાપ આચરશે. માટે હમણાં શરણુરહિત એવી મ્હારે નાશી જવું તે શ્રેયકારી છે. કારણ મ્હારૂં મૃત્યુ થાય તે સારૂ પરંતુ શીલખડન થાય તે સારૂં નહિ.” આ પ્રમાણે વિચાર કરીને પછી સ્ત્રીને વિષે તે મહાસતી, જેમ વાઘને દેખીને ગાય નાસી જાય તેમ કોઇ વિષમ માર્ગથી વનમાં નાસી ગઈ. આ શ્ર્વખતે જાણે ભારેબાની આપત્તિ રૂપ ગાઢ અંધકારને જોઇ લન્ત પામેલી હાયને શું ? એમ રાત્રી નિવ્રુત્ત થઇ. અરણ્યમાં ભમતી એવી મદનરેખા, સાંજે કાઇ એક તલાવ પાસે આવી પહોંચી. ત્યાં તેણીએ લના આહાર કરી, શીતલ જલપાન કરી અને કાઇ લતામહુમાં વિશ્રામ કર્યા. શુભ આશમવાલી તે મહાસતીએ સાગારી આહારનું પચ્ચખાણુ કરી નમસ્કારમંત્રનું સ્મરણુ કરતાં છતાં શયન કર્યું, શીલવ્રત ધારણ કરનારી એ મહાસતીને પાતાના શીલપ્રભાવથી વ્યાઘ્રાદિહિંસક જીવાના ભય થયા નહીં. પછી એ રાત્રીને સમે વેદનાથી પીડા પામેલી તે મદનરેખાએ અદ્ભૂત લક્ષણવાળા એક પુત્રને જન્મ આપ્યા. જેથી તે મહાનમાં સહસા પ્રકાશ થયા. પછી સવારે, યુગમાડુ પિતાના નામવાલી મુદ્રા યુક્ત રત્ન કંખલથી પુત્રને વિંટાલી એક વૃક્ષની છાયામાં મૂકી દનરેખા પોતે અંગ ધોવા માટે તલાવે ગઇ. ત્યાં તેણીને જલહસ્તિએ સુંઢવડે પકડીને તુરત આકાશમાં ફેકી દીધી. ધિક્કાર છે ધિક્કાર છે પૂર્વભવના સંપાદન કરેલા કુકર્મને પછી આકાશથી પડતી એવી રભા સમાન તે મહાસતી મનરેખાને કાઈ યુવાન વિદ્યારે લક્ષ્મીની પેઠે ઝીલી લીધી. અનુક્રમે વૈતાઢય પર્વત ઉપર પહેાંચાડેલી અને પોતાના
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy