________________
બીઆરક્ષિત નામના પૂર્વધર રિપર દરની કથા (૩૯૭) ઉત્તમ માણિક્યની માલાથી વ્યાસ એવો શ્રી ભગવાન મહામુનિ શ્રી વજસ્વામીને, નાગેંદ્રચંદ્રાદિક શિષ્ય પ્રશિષ્યથી સમુદ્રની પેઠે પૂર્ણ રીતે વૃદ્ધિ પામતે અને જગનાં મંગલ કાર્ય કરતો એ વંશ સર્વ દિશાઓમાં વિસ્તાર પામે.
'श्रीवज्रस्वामी' नामना अंतिम दशपूर्वधरनी कथा संपूर्ण.
नाउण गहणधारण-हाणिं चउहापि ही को जेण ॥
अणुओगो तं देविंद-वंदिरं रखिरं वंदे ॥२०॥ જેમણે ગ્રહણ ધારણની હાનિ જાણું, પછીના માણસોને સુખે બંધ થવા માટે ચાર પ્રકારના અનુયોગને (દ્રવ્યાનુયોગ, ચરણકરણનુગ, ગણિતાનુયોગ અને ધર્મકથાનુગ) ર. એ પ્રકારે અનુગને ભિન્નભિન્ન કરવાથી પાછળના માણસને સુખે બંધ થયે. દેવેંદ્ર વંદના કરેલા તે આર્ય રક્ષિતને હું વંદના કરું .
निष्फावकुडसमाणो, जेण कओ अजरखिओ सूरी ॥
सुतत्थतदुभयविउ, तं वंदे पूसमित्तगणि ॥२०१॥ જેમણે સૂત્ર, અર્થ અને સૂત્રાર્થને અભ્યાસ કરતા પિતાના ગુરૂને વલંઘટ સમાન કરી દીધા તે પુષમિત્ર ગણિને હું વંદના કરું .
गहिअनवपुव्वसारो, दुबलिआपूसमित्तगणिवसहा ॥
विज्झो अविज्झपाठो, न खोहिओ परमवाएहिं ॥२०२॥ નવપૂર્વના સારને ગ્રહણ કરનારા દુર્બલિકા પુષ્પમિત્ર કે જે સૂરિઓને વિષે શ્રેષ્ઠ છે, તેમજ સફલ શાસ્ત્રાભ્યાસવાળા વિંધ્ય કે જે દ્ધકના વાદમાં જરા પણ ક્ષેભ પામ્યા નહિ તે બન્ને સૂરિઓ શ્રી આર્ય રક્ષિતના શિષ્ય હતા.
* 'श्रीआर्यरक्षित' नामना पूर्वधर सूरिपुरंदरनी कथा. ५. દશપુર નગરને વિષે સોમદેવ નામને પુરહિત રહેતું હતું. તેને એદ્રાયણ રાજાની પુત્રી રૂદ્રમાં નામે સ્ત્રી હતી. તેઓને પોતાના વશમાં મુક્તાફળની ઉપમા રૂ૫ આર્ય રક્ષિત અને ફલરક્ષિત નામના બે પુત્ર હતા. આર્યરક્ષિત પાટલીપુર નગર જઈ ચાદ વિદ્યાનો અભ્યાસ કરી પોતાના નગરે આવ્યું. રાજાએ તેને હાથી ઉપર બેસારી મહત્સવપૂર્વક તેના ઘરે આર્યો. પછી આર્યરક્ષિતે ભક્તિથી પોતાના પિતાના ચરણમાં નમસ્કાર કરી જેટલામાં પોતાની માતા પાસે જઈ પ્રણામ કર્યો તેટલામાં તેણે માતાને ખેદયુક્ત દીઠી. આર્યરક્ષિતે પૂછ્યું. “હે માત! આજે હર્ષ પામવાને વખતે તમે કેમ ખેદયુક્ત કેમ દેખાઓ છે ?” માતાએ કહ્યું. “હે પુત્ર! જે તે દ્રષ્ટિવાદને અભ્યાસ કર, તે મને નિવૃત્તિ થાય.” પછી માતાને હર્ષ પમાડવા માટે દ્રષ્ટિ