________________
શીવજસ્વામી નામના અંતિમ દશપૂર્વધરની સ્થા. (૩૮૩) પરાભવ પામેલા અમે જિનમંદીરમાં પૂજાદિ રચવા સમર્થ થતા નથી. બાદ્ધ લોકોની વિનંતિ ઉપરથી ધમિ રાજાએ સર્વ માલી લેકેને હુકમ કરી અમને પુષ્પ આપતા અટકાવ્યા છે. હે પ્રભે ! વધારે શું કહીએ પરંતુ અમે અગથિઆના પુષ્પ પણ મેલવી શક્તા નથી. ધનવંત છતાં પણ અમે શું કરીએ, કારણ રાજાની આજ્ઞાને કણ ઉલ્લંઘન કરે ? માટે હે સ્વામિન ! બોદ્ધ મતથી પરાભવ પામેલા જિનમતની શ્રી જિનરાજના કહેવા પ્રમાણે પિતાની શક્તિ વડે પ્રભાવના કરે.” પછી “હે શ્રાવકે! હું પ્રભાવના માટે ઝટ યત્ન કરીશ.” એમ કહી ભગવાન શ્રી વજસ્વામી તત્કાલ આકાશ માર્ગે ચાલ્યા અને ક્ષણમાત્રમાં માહેશ્વરી પુરી પ્રત્યે આવી પહોચ્યા. ત્યાં એક આશ્ચર્યકારી ઉદ્યાનમાં ઉતર્યા. તે મહા ઉદ્યાન હતા. શન નામના દેવને હતે. તે ઉદ્યાનમાં જે માલી રહેતું હતું. તે ધનગિરિને મિત્ર થતું હતું. તેથી તે માલી સવારે વાદલા વિના ચિતા આવેલા વર્ષાદની પેઠે વજસ્વામીને જોઈ બહુ હર્ષ પામ્યો. “જે તિથિએ આપ હારા અતિથિ થયા, તે તિથિ હારે ધન્ય છે. આપવડે હું જેવા તેથી હું હારા આત્માને પણ ધન્ય માનું છું. આપે સુસ્વમની પેઠે હારા ઉપર ઓચિંતે ઉપકાર કર્યો, તેથી હું હારા ભાગ્યને હોટું માનું છું. આપ મ્હારા અતિથિ થયા છે તે હું આપનું શું આ તિથ્ય કરું?” શ્રી વાસ્વામીએ કહ્યું. “હે ઉદ્યાનપાલક! હારે પુષ્પનું પ્રયોજન છે. તે કહે તું તે કેટલાં આપીશ?” ઉદ્યાનપાલકે કહ્યું. “આ ઉદ્યાનમાં હંમેશાં વીસ લાખ પુષ્પ થાય છે, માટે તે સવીકારી આપ મ્હારા ઉપર અનુગ્રહ કરે.” શ્રીવજ સ્વામીએ કહ્યું. “હે આરામિકાધિપ! તું તે પુષ્પને તૈયાર કરી રાખ, હું હમણાં જઈને પાછો આવું છું.” મુનીશ્વર શ્રીવાસ્વામી એમ કહી પોતાની વિદ્યાની શક્તિથી આકાશ માર્ગે ચાલ્યા અને અ૮૫ સમયમાં ક્ષુદ્ર હિમગિરિ પ્રત્યે આવી પહોંચ્યા. ત્યાં તેમણે શાશ્વત અરિહંત ચેત્યને ભાવથી નમસ્કાર કરી તત્કાલ પદ્મહદમાં રહેલા લમીના ગૃહ પ્રત્યે પ્રવેશ કર્યો. આ વખતે એક લક્ષ પાંખડીવલું પ્રલિત કમલ હાથમાં લઈ જિનરાજનું પૂજન કરવા માટે જિનમંદીરમાં જતી એવી લક્ષ્મીદેવીએ તે વજસ્વામીને દીઠા. લક્ષ્મીદેવીએ શ્રી સ્વામીને પ્રણામ કરીને આ પ્રમાણે કહ્યું. “હે ભદ્ર! અહિં આપનું પધારવું શા હેતુથી થયું છે?” ભગવાન વાસ્વામીએ કહ્યું. “હે શ્રી દેવી! તમારા હસ્તકમલમાં રહેલું પદ્મ જિનેશ્વરનું પૂજન કરવા માટે મને આપે.” શ્રી દેવીએ તે કમલ શ્રી વજસ્વામીને આપ્યું એટલે તે કમલ લઈ આગમના સમુદ્ર શ્રી વજસ્વામી આકાશ માર્ગે થઈ તુરત હુતાશન દેવના મહેટા ઉદ્યાનમાં આવ્યા. ત્યાં તેમણે પોતાની વિદ્યાના બલથી પાલકના સરખા આકારવાળું અને બહુ સંપત્તિથી મનહર એક મોટું વિમાન વિકૂળ્યું. તેમાં તેમણે લક્ષમી દેવીએ આપેલું કમલ મૂકી તેની પડખે વિશ લાખ પુષ્પ મૂક્યાં. તે વખતે કમરણ કરવા માત્રથી જ હાજર થએલા જંક