________________
શ્રીવજૂસ્વામી' નામના અંતિમ દર્શપૂર્વે ધરની કથા.
( ૩૮૧ ) તેવાજ ઉત્તમ સ્વર, સુવર્ણ અને સુગંધ સમાન શાલે છે. ” રાજાએ કહ્યું. “ હું ભગવન્ ! આપની આકૃતિ આવી વિરૂપ કેમ હતી ” ગુરૂએ કહ્યું. “ મ્હારૂં સ્વરૂપ રાજ સ્રીઓને વિકૃતિ ઉત્પન્ન કરનારૂં હાવાથી મેં પેાતાની શક્તિથી આવું વિરૂપ બનાવ્યું કહ્યું છે કે પાપપ્રવૃત્તિ સંસારને વધારનારી છે. ”
પેાતાની પુત્રીનું પાણીગ્રહણ કરવામાં વ્યગ્ર ચિત્તવાલા ધન શ્રેષ્ઠીએ આગલ એસીને શ્રીવસ્વામીની ધર્મદેશના સાંભલી. દેશનાને અંતે ધનશ્રેષ્ઠીએ હાથ જોડી શ્રીવજીસ્વામીને કહ્યું. “ હે શ્રેષ્ઠ મુનીશ્વર ! આપ આ મ્હારી પુત્રીના પાણીગ્રહણ કરી. હે વસ્વામી ! વિવાહ પછી હસ્તમેલાપ વખતે હું આપને આ અનેક ક્રોડ દ્રવ્ય આપીશ. ” શ્રીવસ્વામીએ તેને અજાણુ જાણી હસીને કહ્યું. “ મ્હારે હારી કન્યાનું તેમજ ક્રોડ દ્રવ્યનું પ્રયાજન નથી. કમલાના રાગવાલાની પેઠે મ્હારે વિષયા વિષ તુલ્ય છે. મદ્યપાન પ્રથમ બહુ મીષ્ટ લાગે છે પરંતુ પરિણામે બહુ દુ:ખકારી થાય છે. હા ! માણસને ચિ'તવન કરેલા વિષયેા પરભવમાં પણ વિષથી વધારે અનર્થકારી થાય છે. વિષયેાને દુ:ખકારી માની હું તેના શી રીતે સ્વીકાર કરૂં ? શું પકડાઈ ગએલા ચારથી કાઇ પણ દ્રવ્ય ચારી શકાય ખરૂં કે ? જે પુણ્યથી પવિત્ર અંગવાલી તમારી કન્યા મ્હારા ઉપર અનુરાગ ધરતી હાય તા મેં ગ્રહણ કરેલી તપસ્યાને તે પણ સ્વીકારે. જો કુલીન એવી તે તમારી પુત્રી મનવડે કરીને મને પેાતાને ઈચ્છતી હાય તા તે પોતાનું ચિત્ત નિશ્ચયથી તપસ્યાને વિષે સ્થાપન કરે. ”
આ પ્રકારના શ્રી વજ્રસૂરીશ્વરના કામલ અને મધુર વચનથી પ્રતિખેાધ પામેલી અલ્પ કર્મ વાલી કિમણીએ તેજ વખતે દીક્ષા લીધી. તે વખતે બીજા બહુ માણસ ભવિક જના “ નિશ્ચે આ ધર્મ કલ્યાણકારી છે, કે જેમાં આવું અકિંચનપણું દેખાય છે ” એમ વિચારી પ્રતિધ પામ્યા.
એકદા શ્રી ભગવાન વજ્રસ્વામીએ ‘મહાપરિજ્ઞા’નામના ધ્યયનથી ઉત્તમ એવી આકાશ ગામિની વિદ્યાના ઉદ્ધાર કર્યો અને કહ્યું કે “ આ ગુહ્ય વિદ્યાથી ઉત્પન્ન થએલી શક્તિવર્ડ એટલી અપ્રતિમ શક્તિ આવે છે કે માણસ જ ખૂદ્રીપથી માનસેાત્તર પર્વત સુધી જઈ શકે છે. આ વિદ્યા ફક્ત મ્હારે ધારણ કરી રાખવી, પર ંતુ કાઇને આપવી નહીં. કારણ હવે પછીના માણસા અલ્પ સંપત્તિવાળા અને અલ્પ સત્ત્વવાલા થશે. ”
જેમ મકરસંક્રાતિને વિષે સૂર્ય દક્ષિણદિશાના માર્ગથી ઉત્તર તરફ ગમન કરે છે તેમ ક્યારેક શ્રીવજીસ્વામીએ પૂર્વ દિશા તરફથી ઉત્તર દિશામાં વિહાર કર્યા. આ વખતે ત્યાં મ્હાટા દુકાલ પડેલા હેાવાથી લેાજનની ઇચ્છાના અનુખ ધથી અતિ વિધુર બનેલા લેાકેા દેખાતા હતા. પછી દુકાલથી અતિ પીડા પામેલા અને દીનમનવાલા સર્વ સથે એકઠા થઈ સુરીશ્વર એવા શ્રીવસ્વામીની વિનંતિ કરી કે “ આપ કોઈ પણ રીતે આ દુ:ખ રૂપ સમુદ્રથી અમારા ઉદ્ધાર કરા, અને