________________
( ૨)
બીષિષટલ વૃત્તિ-ઉત્તરાદ્ધ વજસ્વામીએ દયાથી જે શુદ્ધકને ત્યજી દઈ અનશન સ્વીકાર્યું, ઉત્તમ એવા તે ભુલકે પણ તુરત અનશન લઈ પોતાના આત્માને સાચ્ચે.
जस्सय सरीरपूज, ज कासि रहेहिं लोगपालाओ ॥
तेण रहावत्तगिरी, अज्झवि सुविस्सओजाओ ॥१९८॥ જે ક્ષુલકના શરીરની પૂજા રથ ઉપર બેઠેલા લોકપાલેએ કરી, કે જેથી તે પર્વત “રથાવગિરિ” એવા નામે આજ સુધી લેક પ્રસિદ્ધ થયેલ છે.
सोपारयंमि नयरमि-वयरसाहाविणग्गाया जत्तो॥
सिरि वइरसामि सीसं, तं वंदे वइरसेनरिसिं ॥१९९॥ શ્રીવાસવામીએ પોતાના શિષ્ય વાસેનસૂરિને મહા દુર્મિક્ષ કાલમાં સાધુના બીજને ઉદ્ધાર કરવા માટે પારક નગરમાં મોકલી દીધે, કે જે વજસેનથી વાસ્વામીની એક શાખા ઉત્પન્ન થઈ. તે શ્રીવાસ્વામીના શિષ્ય વજન સૂરિને હું વંદના કરું છું.
* 'श्रीवज्रस्वामी' नामना अंतिम दशपूर्वधरनी कथा * માલવદેશના આભૂષણ રૂપ તુંબવન નામના ગામને વિષે ધનવંત એવા ધનગિરિએ પિતાની સુનંદા નામની ગર્ભિણી સ્ત્રીને ત્યજી દઈ દીક્ષા લીધી. સુનંદાએ અવસરે પુત્રને જન્મ આપ્યો. તે વખતે પુત્રે સુનંદાના મુખ થકી પિતાના પિતાની દીક્ષાની વાત સાંભલી. તેથી તે પુત્રને તુરત જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પછી તે બાલક પિતાની માતાને ઉદ્વેગ પમાડવા માટે નિરંતર રેવા લાગ્યો, તે એમ ધારીને કે “ હારા રેવાથી ઉદ્વેગ પામેલી હારી માતા મને ત્યજી દેશે.” અનુક્રમે તે બાલક જેટલામાં છ માસને થયે તેટલામાં ધનગિરિ વિગેરે બહુ સાધુએના પરિવાર સહિત ઉત્તમ યુક્તિના જાણ એવા શ્રી સિંહગિરિ ગુરૂ તે તુંબવન નામના ગામ પ્રત્યે આવ્યા. પછી ધનગિરિ મુનિ, ભિક્ષા લેવા માટે ગામમાં જવા તૈયાર થયા, એટલે તેમને ગુરૂએ કહ્યું કે “ આજે તમને સચિત્ત અથવા અચિત્ત જે કાંઈ મલે તે તમારે લેવું. ” પછી ધનગિરિ મુનિ, ભિક્ષા માટે ગામમાં ફરતા ફરતા સુનંદાના ઘર પ્રત્યે આવ્યા. તે વખતે પુત્રથી ઉદ્વેગ પામેલી સુનંદાએ કહ્યું કે “હે સાધુશિરોમણિ ! તમે આ પુત્રને લઈ જાઓ. ” ધનગિરિ મુનિએ તુરત તે પુત્રને લઈ ઝોળીમાં નાખી, સુનંદાના ઘરથી બહાર નિકલી, ગુરૂ પાસે આવી અને ગુરૂના હાથમાં મૂકો. બાળકને હાથમાં મૂકતાંજ ગુરૂને હાથ નમી ગયો તેથી
આ વાસમાન ભારવાલો છે ” એમ કહી હર્ષિત ચિત્તવાલા ગુરૂએ તે બાલકનું વજા એવું નામ પાડયું. મહાસતીના ઉપાશ્રયમાં શ્રાવિકાઓ વડે પાલન કરાતા તે બાલક પારણમાં રહે છતે અગીયાર અંગ ભર્યો. જેને માટે કહ્યું છે કે, -