________________
શ્રાસ્થલિભદ્રસ્વામી' નામના અંતિમ શ્રુતકેવલીની કથા. ( ૩૫૫ )
કહ્યુ “ અરે મેં એવું શું કર્યું છે કે જેથી તું પ્રસન્ન થયા છે ? કારણુ અભ્યાસથી કાંઇ પણ દુષ્કર નથી. અભ્યાસને લીધે મે' સરસવના ઢગલા ઉપર કરેલું નૃત્ય અને તે તેાડેલી આંબાની લુખ એ સર્વ થઈ શકે છે. પરંતુ નહિ અભ્યાસિત કે નહિ શિક્ષિત એવું જે સ્થૂલિભદ્રે કર્યું છે તેજ ખરેખર દુષ્કર છે. પૂર્વે તેણે મ્હારી સાથે ખાર વર્ષ પર્યંત મહુ ભાગા ભાગળ્યા છે. તે અત્યારે મ્હારા ચિત્ત રૂપ ચિત્રશાળામાં શુદ્ધ શીલ પાલતા છતા રહ્યા છે. સ્ત્રીગ્માના સંગથી ફક્ત સ્થૂલિભદ્ર વિા ચેાગીઓના મનને પણ કામદેવ તુરત કૃષિત કરી દે છે. જેવી રીતે સ્થૂલિભદ્ર અખંડ વ્રત પાલી ચાર માસપર્યંત સ્ત્રી સમીપે રહ્યા. તેવી રીતે એક દિવસ પણ કા પુરૂષ રહેવા સમર્થ છે ? લેાઢાના સરખા દેહવાળાને ષડ્સનું લેાજન, ચિત્રશાલા જેવુ' નિવાસસ્થાન અને ગૈાવનાવસ્થા એમાંનું એક એક પણ વ્રતના નાશ કરાવનાર થાય છે તેા પછી તે ત્રણે એકઠા થાય તેની તેા વાતજ શી ? ”
,
“ જેણે આવી યુવાવસ્થામાં અખંડ બ્રહ્મચર્ય વ્રત પાલ્યું તે સ્થૂલિભદ્ર નામના તે કયા ઉત્તમ પુરૂષ છે, કે જેનું તું આવું વખાણ કરે છે ? ” આવાં સુથારના વચન સાંભળી કાશાએ કહ્યું. “ તે સ્થૂલભદ્ર, નંદરાજાના શટાલ મંત્રીના પુત્ર છે. કાશાંના આવાં વચન સાંભલી તે સુથારે હાથ જોડીને કહ્યુ “ તે સ્થૂલભદ્ર તપસ્વીના હું કિંકર છું. ” પછી વેશ્યાએ તે સુથારને જાણુ માની તેને ધર્મ સંભલાન્ગેા; જેથી તે ઉત્તમ બુદ્ધિવાળા સુથાર, મેહના નાશ થવાથી તુરત પ્રતિબેાધ પામ્યા. તેને પ્રતિબેાધ પામેલેા જાણી વેશ્યાએ તેને પેાતાના અભિગ્રહ કહી સંભળાવ્યે. વેશ્યાના અભિગ્રહને સાંભળી જાણ પુરૂષામાં મુખ્ય એવા સૂધારે વિસ્મય પામીને કહ્યું. “ જીભે ! તે સ્થૂલભદ્રના ગુણુનું વર્ણન કરી મને પ્રતિબેાધ પમાડયા છે માટે હવે સંસારથી અત્યંત ભય પામતા એવા હું તે સ્થૂલભદ્રના માર્ગે ચાલીશ. હું કાશા ! ત્હારૂં કલ્યાણુ થા, તુ ત્હારા અભિગ્રહને પાલ. એમ કહી તે સુથારે ગુરૂ પાસે જઈ દીક્ષા લીધી.
સ્થૂલિભદ્ર મુનિરાજ યુદ્ધ વ્રતનું પાલન કરતા હતા એવામાં ખાર વર્ષના ધાર દુકાલ પડયા. માણસા દુ:ખી થવા લાગ્યા એટલે સાધુએ પરસ્પર વિચાર કરીને નિર્વાહઅર્થે મહા સાગરને તીરે ગયા. આ વખતે સ્વાધ્યાય નહિ થવાથી તેઓ અભ્યાસ કરેલુ શાસ્ત્ર ભૂલી ગયા. કારણ તપસ્વી એવાય પણ બુદ્ધિમત પુરૂષાનું અભ્યાસ કરેલું શાસ્ત્ર સ્વાધ્યાય નહિ કરવાથી નાશ પામે છે. દુર્ભિક્ષને અંતે સર્વ સંધ પાડલીપુર નગરે ભેગા થયા. ત્યાં જેને જે જે આવડતું હતુ તે સત્ર એકઠું કરીને સંઘે અગીયાર અંગ પૂરા કર્યા. પછી સંઘને નેપાલ દેશના માર્ગમાં રહેલા ભદ્રમાડું મુનિના ખખર મલ્યા; તેથી તેમને ખેલાવવા માટે એ સાધુઓને માકલ્યા. સાધુઆએ ત્યાં જઈ આદરથી ભદ્રબાહુ ગુરૂને વંદન કરીને કહ્યું કે “ શ્રી સંઘ આગમને માટે તમને ત્યાં ખેલાવે છે ” શ્રી ભદ્રબાહુ મુનીશ્વરે ઉત્તર આપ્યા કે “હમણાં